મઠિયા અને ચોળાફળી(Mathiya And Cholafali Recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#કૂકબુક
#Post1

આ બન્ને વગર દિવાળીના તહેવાર ની ઉજવણી અધૂરી ગણાય. દિવાળી ના તહેવારમાં બનતા, ગુજરાતની આગવી ઓળખ કહેવાય તેવા નાસ્તા છે. ઘરઘરમાં ભાવતા ને ખવાતા નાસ્તા છે. આજકાલ તૈયાર લાવીને બધા તળતા હોય છે. જે વધારે તેલવાળા બને છે અને મોંઘા પણ હોય છે.

તો દિવાળી માટે ખાસ હું લાવી છું ઘરે જ બજાર કરતા પણ વધારે પોચા-તાજા મઠિયા, ચોળાફળી બનાવવાની રીત..

સાથે છે ડાયટ માં લઇ શકાય અને તો પણ એટલા જ ટેસ્ટી લાગે તેવા ચોળાફળી ખાખરા....

અને ઠંડી ટેસ્ટી ફુદીનાવાળી ચોળાફળી ની ચટણી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૫૦૦ ગ્રામ જેવી
  1. મઠિયા માટે,
  2. ૨૫૦ ગ્રામ મઠનો લોટ
  3. ૧૦૦ ગ્રામ અડદનો લોટ
  4. ૪૦-૫૦ ગ્રામ તીખા લીલા મરચાં અથવા સફેદ મરચું પાઉડર
  5. ૮૦ ગ્રામ ખાંડ (૫ ચમચી)
  6. ૧ ટેબલ સ્પૂનઘી
  7. ૧ ટીસ્પૂનઅજમો
  8. ૧/૪ ટીસ્પૂનહીંગ
  9. ૧ ટીસ્પૂનમીઠું
  10. ૧/૨ કપપાણી
  11. તળવા માટે તેલ
  12. ચોળાફળી માટે,
  13. ૧+૧/૨ કપ ચણાનો લોટ
  14. ૧/૨ કપઅડદનો લોટ
  15. ૧ ટીસ્પૂનમીઠું
  16. ચપટીખાવાનો સોડા
  17. ૧ ટેબલ સ્પૂનતેલ
  18. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  19. ૧ ટીસ્પૂનસંચળ પાઉડર
  20. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    મઠિયા માટે, અજમો અને મીઠું ને અલગ અલગ શેકી લો. મઠનો લોટ અને અડદનો લોટ મિક્સ કરી ચાળી લો. તેમાં મીઠું અને અજમો નાખો.

  2. 2

    લીલા મરચાં ને મિક્સરમાં પીસી લો. એક તપેલીમાં પાણી ગરમ મૂકી તેમાં ખાંડ, મરચાં ની પેસ્ટ અને ઘી નાખી ગરમ કરો. ખાંડ ઓગળી જાય પછી ગેસ પરથી લઇ ગળણી થી ગાળી લો. થોડું ઠંડું થાય એટલે આ પાણીથી કઠણ લોટ બાંધો. લોટ ઢીલો ના થઇ જાય તેનું ધ્યાન રાખવું.

  3. 3

    લોટને તેલવાળો કરી ૫-૧૦ મિનિટ કૂટો. પછી તેના લૂઆ કરી તેલવાળા કરી લો.

  4. 4

    થાય તેટલા પાતળા મઠિયા વણી કપડાં માં મૂકો. બધાં વણાઈ ગયા પછી તેલ ગરમ મૂકી લાલ ના થાય તેવા તળી લો. મઠિયા તૈયાર છે.

  5. 5

    ચોળાફળી માટે, સોડા અને મીઠાને શેકી લો. બન્ને લોટ ભેગા કરી ચાળી લો. તેમાં મીઠું, સોડા, તેલ નાખી મસળી કઠણ લોટ બાંધો.

  6. 6

    લોટને ૫-૧૦ મિનિટ બરાબર કૂટો. મુલાયમ થાય એટલે મોટા લૂઆ કરી થાય તેટલા પાતળા રોટલા વણી લો. બધા વણાઈ જાય એટલે તેલ ગરમ મૂકી રોટલાને લાંબી પટ્ટીઓમાં કાપીને બધી પટ્ટી તળી લો.

  7. 7

    એક બાઉલમાં સંચળ પાઉડર, થોડું મીઠું અને લાલ મરચું પાઉડર મિક્સ કરી લો. ગરમ ચોળાફળી પર ભભરાવતા જાઓ. ચોળાફળી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes