મગદાળ પાલક ઢોકળાં(mag dal Palak Dhokla Recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#GA4
#Week8
#steam
પોષક તત્વો થી ભરપુર રુટીન ઢોકળાં થી જે અલગ છે સાથે વિટામીન થી પણ ભરપુર અને કોઈ પણ સમયે ખાઈ શકાય, ખૂબ જ ઓછી સામગ્રી માંથી બનાવ્યા છે. જે ખુબ જ હેલ્થી બનાવ્યા છે .

મગદાળ પાલક ઢોકળાં(mag dal Palak Dhokla Recipe in Gujarati)

#GA4
#Week8
#steam
પોષક તત્વો થી ભરપુર રુટીન ઢોકળાં થી જે અલગ છે સાથે વિટામીન થી પણ ભરપુર અને કોઈ પણ સમયે ખાઈ શકાય, ખૂબ જ ઓછી સામગ્રી માંથી બનાવ્યા છે. જે ખુબ જ હેલ્થી બનાવ્યા છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 વાટકીઈડલી નું ખીરું
  2. 1 વાટકીમગ ની દાળ નું ખીરું
  3. 2 વાટકીપાલક
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  6. 1 ચમચીઘી (ગ્રીસ કરવા માટે)
  7. 1 ચમચીઈનો
  8. વઘાર માટે:
  9. 2 ચમચીતેલ
  10. 1 નાની ચમચીરાઈ
  11. 1/2 નાની ચમચી જીરું
  12. 1 નાની ચમચીતલ
  13. 8-10મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઈડલી અને મગ ની દાળ નું ખીરું તૈયાર કરવું...પાલક ધોઈ સાફ કરી બ્લાન્ચ કરવી..ઠંડા પાણીમાં પલાળી..મિક્સરમાં એકલી પાલક પાણી બિલકુલ નહીં નાખો. સાથે આદું મરચાં અને થોડું મગ ની દાળ નું ખીરું ઉમેરી પીસી લો.તેને બાકીના ખીરા માં મિક્સ કરો.

  2. 2

    સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. બંને ખીરા માં મીઠું નાખી મિક્સ કરો. થાળી ને ઘી થી ગ્રીસ કરી મગ ની દાળ ના ખીરા માં ઈનો મિક્સ કરી તરત જ થાળીમાં લઈ ઉપર તલ છાંટી ઢાંકણ ઢાંકી 10 મિનિટ થવા દો.

  3. 3

    તેનાં પર ઈડલી નું ખીરું એકદમ હલાવતા હલકાં હાથે હલાવતા રહેવું. તે ઉમેરી ફરી 10મિનિટ માટે ઢાંકી ને સ્ટીમ કરો.

  4. 4

    વઘારીયા માં તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરું, તલ અને લીમડો નાખી ઢોકળાં પર વઘાર કરી પીસ કરવા.

  5. 5

    લાલ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ (6)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
Are wah👏👏👏
Something different 👌👌👌☺️☺️

Similar Recipes