વઘારેલા ખાટા મગ (Vagharela Khatta Mag Recipe In Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#GA4
#Week7
#Butter Milk / છાશ
એ વાત તો જગજાહેર છે કે મગ અને છાશ એ પોષક તત્વોનો ભંડાર છે. મગ પચવામાં ખુબ હલકા અને પૌષ્ટિક છે જ્યારે ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે.... એટલે આજે મેં મગ અને છાશનો ઉપયોગ કરીને વઘારેલા ખાટા મગ બનાવ્યા છે.

વઘારેલા ખાટા મગ (Vagharela Khatta Mag Recipe In Gujarati)

#GA4
#Week7
#Butter Milk / છાશ
એ વાત તો જગજાહેર છે કે મગ અને છાશ એ પોષક તત્વોનો ભંડાર છે. મગ પચવામાં ખુબ હલકા અને પૌષ્ટિક છે જ્યારે ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે.... એટલે આજે મેં મગ અને છાશનો ઉપયોગ કરીને વઘારેલા ખાટા મગ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 150 ગ્રામલીલાં મગ
  2. 100 મીલી ખાટી છાશ
  3. 1 મોટી ચમચીચણાનો લોટ
  4. 1 નાની ચમચીઆદું મરચાંની પેસ્ટ
  5. 1/4 ચમચીહળદર
  6. 1/4 ચમચીજીરું
  7. 2 ચપટીહિંગ
  8. 1 ચમચીઘી
  9. 8-10મીઠા લીમડાનાં પાન
  10. સ્વાદ મુજબમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગને સરખી રીતે ધોઈને કુકરમાં જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરી 2 સીટી સુધી બાફી લેવા. ખાટી છાશમાં ચણાનો લોટ ઉમેરી ગઠ્ઠા ન રહે તે રીતે મિક્સ કરી લો

  2. 2

    હવે ચણાના લોટવાળી છાશને બાફેલા મગમાં ઉમેરી સરખી રીતે હલાવી લો

  3. 3

    હવે એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં જીરું, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરી છાશવાળા મગ ઉમેરી હલાવી લો

  4. 4

    વઘારેલા મગને 5-6 મિનિટ સુધી મિડિયમ તાપે ઉકાળી એક ઊભરો આવવા દો.

  5. 5

    લો તૈયાર છે ગરમા ગરમ વઘારેલા ખાટા મગ. આ મગ રોટલી કે ભાત બંને સાથે ખાવાની મજા આવે છે. મને તો એકલા મગ ખાવા વધુ ગમે છે. મેં આજે થાળીમાં રોટલી, કોબીનું શાક, વઘારેલા ખાટા મગ, ફુ્ટ સલાડ, ઢોકળા, લીલી ચટણી, તળેલા મરચાં અને કાચી કેરીનું તાજું અથાણું પીરસયાં છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર
બોરીવલી, મુંબઈ.

Similar Recipes