મેંદા ની પડવાળી પૂરી(maida ni Poori ni recipe in gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#GA4
#Week9
Maida,Puri

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મેંદા નો લોટ
  2. 1 ચમચીઅધકચરા કચરા મરી
  3. 1 tbspઆખું જીરું
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2ટેબલ ચમચી અજમો
  6. બેથી ત્રણ ચમચી તપકીર
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદાના લોટને ચાળીને તેમાં ઉપર જણાવેલો બધો મસાલો એડ કરી બે ચમચી તેલ મોણ નાંખી કણક તૈયાર કરો..

  2. 2

    કણકને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દો.. એક બાઉલમાં તપકીર લઈ તેમાં તેલ નાખીને પેસ્ટ તૈયાર કરો..

  3. 3

    હજી મેંદાના લોટને લઈ મસળી ને નાની ત્રણ પૂરી વણો. પૂરી બહુ પતલી ના થાય મીડિયમ સાઇઝની વણવાની છે..

  4. 4

    પછી પૂરી ઉપર તપકીર બનાવેલી પેસ્ટ લગાવી ઉપર બીજી રોટલી લગાવી તેની ઉપર પેસ્ટ લગાવી ફરીથી ત્રીજી રોટલી લગાવી તેની ઉપર પેસ્ટ લગાવીને રોલ તૈયાર કરો.. પછી રોલને ચાકુથી કાપીને ગોયણૂ તૈયાર કરો.

  5. 5

    પછી ગોળા ને તે જ થોડી દબાવીને ફરીથી વેલણથી નાની નાની પૂરી તૈયાર કરો... પછી મધ્યમ તેલમાં ધીમા તાપે પૂરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો..

  6. 6

    મેંદાની પડવાળી પૂરી ચા સાથે બહુ જ સરસ લાગે છે.

  7. 7

    દિવાળીના નાસ્તા માટે ખુબ જ સરસ એવી મેંદાની પડવાળી પૂરી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes