મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#week9
#post1
#dryfruits
#mithai
#Diwali_soecial
#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati)
આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐

મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju

#GA4
#week9
#post1
#dryfruits
#mithai
#Diwali_soecial
#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati)
આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૫ વ્યક્તિ
  1. 🎯કેસર પિસ્તા કાજુ કતરી ના ઘટકો :--
  2. ૧ કપકાજુ
  3. ૧/૪ કપમિલ્ક પાઉડર
  4. ૧/૪ કપખાંડ
  5. ૧/૪ કપપાણી
  6. ૧/૨ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  7. ૧/૪ ટી સ્પૂનઓરેન્જ ફૂડ કલર
  8. ૬-૮ નંગ કેસર ના તાર
  9. ૧ ટેબલ સ્પૂનઘી
  10. ગાર્નિશ માટે પિસ્તા ના ટુકડા ને ચાંદી ની વરખ
  11. 🎯ચોકલેટ કાજુ કતરી ના ઘટકો :--
  12. ૧ કપકાજુ
  13. ૧/૪ કપમિલ્ક પાઉડર
  14. ૧/૪ કપખાંડ
  15. ૧/૪ કપપાણી
  16. ૧/૨ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  17. ૨ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  18. ૩-૪ ટીપા વેનીલા એસન્સ
  19. ૧ ટેબલ સ્પૂનઘી
  20. ગાર્નિશ માટે ચાંદી ની વરખ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૨ કપ કાજુ ને મિક્સર જાર માં ઉમેરી પલ્સ બટન પર થોડી થોડી વાર થોભી ને કાજુ ને પાઉડર ફોમ માં પીસી લો. હવે આ કાજુ પાઉડર ને ચારણી થી ચારી લો.

  2. 2

    ત્યાર બાદ આ કાજુ પાઉડર ને એક બાઉલ માં કાઢી તેમાં ૨/૮ મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરી લો ને આ મિશ્રણ ના બે ભાગ કરી લો. એક ભાગ કેસર પિસ્તા કાજુ કતરી માટે ને બીજો ભાગ ચોકલેટ કાજુ કતરી માટે કરી લો.

  3. 3

    હવે કેસર પિસ્તા કાજુ કતરી માટે ચાસણી બનાવીશું. એની માટે એક પેન માં ખાંડ ને પાણી એડ કરી ગરમ કરવા મૂકો. થોડું પાણી ગરમ થાય એટલે એમાં કેસર ના તાર, ઓરેન્જ ફૂડ કલર અને ઈલાયચી પાઉડર ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી ચાસણી બનાવવાની છે. (ચાસણી એક તાર ની નથી બનાવવાની પરંતુ બસ ચાસણી થોડી ચીકણી થાય એટલી જ બોયલ કરવાની છે)

  4. 4

    હવે આ ચાસણી માં કાજુ નો એક ભાગ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં ઘી ઉમેરી ગેસ ની ધીમી આંચ પર સતત ચમચાથી હલાવતાં રહી મિશ્રણ પેન છોડે ત્યાં સુધી કૂક કરી લો.

  5. 5

    હવે આ મિશ્રણ ને હળવું ઠંડુ કરવા મૂકી દો. હવે થોડું હુંફાળુ ગરમ મિશ્રણ માં ઘી ઉમેરી પ્લાસ્ટિક ની સીટ પર બરાબર મસળી લો. ને વેલણ ની મદદ થી થોડી જાડાઈ રાખી ચોરસ વણી લો.

  6. 6

    હવે આ તૈયાર કરેલ કેસર પિસ્તા કાજુ કતરી પર પિસ્તા ના ટુકડા ભભરાવી ઉપર ચાંદી ના વરખ થી ગાર્નિશ કરો. ને તેના ઈચ્છા મુજબ ના પીસ કટ કરી લો. તમે ઇચ્છો તો ઉપર કેસર ના તાર થી પણ ગાર્નિશ કરી સકાય.

  7. 7

    હવે આપણે ચોકલેટ કાજુ કતરી બનાવીશું. એની માટે એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરી ગરમ કરવા મૂકો. હવે ખાંડ ઓગળે ને ચાસણી રેડી થાય એટલે એમાં બીજા ભાગ નો કાજુ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  8. 8

    હવે આ મિશ્રણ માં ઈલાયચી પાઉડર, ઘી ને વેનીલા એસેંસ ઉમેરી ગેસ ની ધીમી આંચ પર મિશ્રણ પેન છોડે ત્યાં સુધી ચમચા થી સતત હલાવતા રહી કૂક કરી લો.

  9. 9
  10. 10

    હવે આ મિશ્રણ ને હળવું ઠંડુ કરી પ્લાસ્ટિક ની સીટ પર કાઢી તેમાં ઘી અને કોકો પાઉડર ઉમેરી કણક ને મસળી લો. હવે વેલણ ની મદદ થી મોટા રોટલા ની જેમ વણી ઉપર ચાંદી ના વરખ થી ગાર્નિશ કરી ઈચ્છા મુજબ ના પીસ કટ કરી લો.

  11. 11
  12. 12

    હવે આપણી બંને કેસર પિસ્તા કાજુ કતરી અને ચોકલેટ કાજુ કતરી સર્વ કરવા રેડી છે. તેને સરવિંગ પ્લેટ માં ગોઠવી ઈચ્છા મુજબ પ્લેટિંગ કરી સર્વ કરો.

  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes