એપલ કાજુ કતરી (Apple Kaju Katari Recipe In Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#GA4
#Week5
#Cashew

કાજુ કતરી તો ખાઈએ જ છે પણ મેં કઈક નવું કર્યું અને એપલ કાજુ કતરી બનાવી.

એપલ કાજુ કતરી (Apple Kaju Katari Recipe In Gujarati)

#GA4
#Week5
#Cashew

કાજુ કતરી તો ખાઈએ જ છે પણ મેં કઈક નવું કર્યું અને એપલ કાજુ કતરી બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૫ કલાક
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ કાજુ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૧/૨ કપપાણી
  4. જરૂર મુજબ ગાર્નિશ માટે લવિંગ
  5. જરૂર મુજબ પીળો અને લાલ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    સૌ પહેલા કાજૂને મિક્સરમાં વાટી લેવા અને તેને ચાળણીથી ચાળી લેવું.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં ૨૫૦ગ્રામ ખાંડ અને ૧/૨ કપ પાણી લઈ એક તારની ચાસણી બનાવી લેવી. પછી તેમાં ચપટી પીળો ફૂડ કલર નાખી હલાવી બરાબર મિક્ષ કરી લેવું.

  3. 3

    ચાસણીમાં કલર મિક્સ થઈ ગયા પછી તેમાં કાજુનો ભૂકો નાખી હલાવી બરાબર મિક્ષ કરી લેવું. ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. અને તેને ગેસ પરથી ઉતારી ૧ કલાક માટે ઠંડુ પડવા દેવું.

  4. 4

    ત્યારબાદ ઠંડા પડેલા મિક્સચરમાંથી એપલ આકારની કાજુ કતરી બનાવી ઉપર એક એક લવિંગ મૂકી દેવું.

  5. 5

    સફરજન જેવો રંગ આપવા માટે ૧ ચમચી ખાંડ અને ૧/૨ ચમચી માંથી બનાવેલી ચાસણીમાં ચપટી લાલ ફૂડ કલર નાખી કલરના બ્રશ થી દરેક પર લાલ કલર આછો આછો કરી દેવો એટલે સફરજન જેવો કલર લાગશે. અને તૈયાર છે સફરજન કાજુ કતરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

Similar Recipes