સોજીનો શીરો (Soji No Shiro Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara

#cooksnap
#week2
#Cooksnap_follower
#સોજી_નો_શીરો ( Soji No Shiro Recipe in Gujarati)
Payal Mehta ji
મે તમારી રેસિપી ફોલ્લો કરીને મેં પણ સોજી નો શીરો બનાવ્યો છે...તમારો ખુબ ખુબ આભાર આ યમ્મી રેસિપી શેર કરવા માટે ❤️❤️ મે આ સોજી નો શીરો ધન તેરસ માટે માં લક્ષ્મી જી ને પ્રસાદ માટે ભોગ ધરાવ્યો હતો...🙏🪔

સોજીનો શીરો (Soji No Shiro Recipe in Gujarati)

#cooksnap
#week2
#Cooksnap_follower
#સોજી_નો_શીરો ( Soji No Shiro Recipe in Gujarati)
Payal Mehta ji
મે તમારી રેસિપી ફોલ્લો કરીને મેં પણ સોજી નો શીરો બનાવ્યો છે...તમારો ખુબ ખુબ આભાર આ યમ્મી રેસિપી શેર કરવા માટે ❤️❤️ મે આ સોજી નો શીરો ધન તેરસ માટે માં લક્ષ્મી જી ને પ્રસાદ માટે ભોગ ધરાવ્યો હતો...🙏🪔

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧/૨ કપસોજી
  2. ૨ કપદૂધ
  3. ૧/૨ કપઘી
  4. ૧/૨ કપખાંડ
  5. ૨ ટેબલ સ્પૂનબદામ ના ટુકડા
  6. ૨ ટેબલ સ્પૂનકાજુ ના ટુકડા
  7. ૨ ટેબલ સ્પૂનપિસ્તાના ટુકડા
  8. ૧ ટેબલ સ્પૂનસૂકી લીલી દ્રાક્ષ
  9. ૧/૪ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  10. ગાર્નિશ માટે તળેલા ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને એક પેન કે તપેલી મા ઉમેરી ગેસ ની મીડીયમ આંચ પર ગરમ કરી લો.

  2. 2

    હવે બીજી એક પેન માં ઘી ગરમ કરી એમાં બદામ, કાજુ, સૂકી લીલી દ્રાક્ષ ને પિસ્તા ના ટુકડા ઉમેરી રોસ્ટ કરી લો. અને એને અલગ થી એક પ્લેટ માં કાઢી તેને સાઈડ પર રાખવું.

  3. 3

    હવે આ જ ઘી મા સોજી ઉમેરી ગેસ ના ધીમા આંચ પર આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી શેકી લો. સોજી શેકાઈ જાય એટલે એમાં થોડુ થોડુ ગરમ દૂધ ઉમેરી હલાવતા રહો. જ્યાં સુધી સોજી ના કણ ફૂલી જાય ત્યાં સુધી કૂક કરી લો.

  4. 4

    હવે સોજી ને દૂધ એકસરખું મિકસ થઇ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો અને સતત હલાવતા રહો જ્યાં સુધી ખાંડ નું પાણી બળે અને પેન ની સપાટી છોડે ને ઘી છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. હવે આમાં ઈલાયચી પાઉડર અને રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ ઉમેરી બરાબર મિકસ કરી લો.

  5. 5
  6. 6

    હવે આપણો સોજી નો શીરો તૈયાર છે સર્વ કરવા માટે. આ સોજી ના શિરા ને એક બાઉલ મા કાઢી તેની પર રોસ્ટેડ ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes