દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#cookpadindia
#weekend
પોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.
મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામ દૂધી
  2. 3/4 કપ ચણા ની દાળ
  3. 1 ચમચો લસણ ની પેસ્ટ (વૈકલ્પિક)
  4. 1 ચમચો તેલ
  5. 1/2 ચમચી જીરું
  6. 1 ચમચી લાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચો ધાણાજીરું
  9. ચપટી હિંગ
  10. 7-8મીઠા લીમડા ના પાન
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ ને ધોઈ ને 20-30 મિનિટ માટે પલાળી દો. ત્યાર પછી દૂધી ને છાલ કાઢી ટુકડા કરી લો.

  2. 2

    પ્રેસર પાન માં તેલ ગરમ મૂકી, જીરું લીમડો નાખી, તતળે એટલે હિંગ અને હળદર નાખી દૂધી અને પલાળેલી દાળ ને વધારો.

  3. 3

    મીઠું નાખી, ભેળવી 3 સીટી વગાડી કુક કરી લો.

  4. 4

    વરાળ નીકળે એટલે કુકર ખોલી, મરચું, ધાણાજીરું, લસણ ની પેસ્ટ નાખી થોડું પાણી નાખી 3-5 મિનિટ માટે હલકી આંચ પર પકાવો.

  5. 5

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes