આમળાનું શરબત(Amla sharbat recipe in Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

#amla
#GA4
#Week11

આમળાનું શરબત બનાવ્યું છે. આમળા આંખ માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે. આમળા શરીર માટે પણ ઘણા ગુણકારી છે અને શિયાળામાં આમળાનો ઉપયોગ બધા ઘરમાં થતો જ હોય છે ફાયદા કારક અને આ એવું શરબત છે જે આપણે એને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકે છે અને રોજે એનો ઉપયોગ કરી શકે છે

#cookpadindia
#cookpad_gu
.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ આમલા
  2. ૧૫૦ ગ્રામ ખડી સાકર નો પાઉડર
  3. ૧ ચમચીજીરૂ પાઉડર
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧/૨ ચમચીસંચર પાઉડર
  6. ૧/૨ ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આંબળાને ધોઈ લો. પછી ચપ્પુથી કટ કરી તેના બીયા કાઢી લો હવે એને મિક્સર જારમાં થોડું પાણી રેડી ગ્રાઇન્ડ કરો.

  2. 2

    ગ્રાઇન્ડ બરાબર થઈ જાય પછી એને કોટનના કપડાંથી ગાળી લો પછી એની અંદર સાકર નો પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    પછી મીઠું નાખો. જીરું પાઉડર અને સંચળ પાઉડર નાખવો. બધું બરાબર મિક્સ કરી લો.

  4. 4

    પછી એમાં લીંબુનો રસ નાખો બરાબર મિક્સ થઈ જાય પછી એને ગાળીને તમે તેને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ સર્વ કરવાનું હોય ત્યારે એની અંદર થોડું પાણી મિક્સ કરી બરફના ટૂકડાં નાંખી અને સર્વ કરી શકો છો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

Similar Recipes