રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382
શેર કરો

ઘટકો

૩૫-૪૦ મિનિટ
4 લોકો માટે
  1. 250 ગ્રામભૂત્તાના રીંગણા
  2. 100 ગ્રામલીલી ડુંગળી
  3. 2મોટા ટામેટા
  4. 1લીલું મરચું
  5. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  6. 6-7લસણ ની કલી
  7. 6-7 ચમચીતેલ
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/2ધાણા જીરું પાઉડર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1 ચપટીહળદર પાઉડર
  12. ચપટીજીરું અને રાઈ

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભૂત્તા ના રીંગણા લઈ તેના પર તેલ લગાવી અને બધી બાજુ બરાબર ચપ્પુ થી કપા પડી લ્યો અને એ કાપા ની અંદર લસણ ની કળી ભરાવી લ્યો જેથી અંદર સુધી સેકાઈ જાય.

  2. 2

    ત્યાર પછી રીંગણા ને બધી બાજુ થી બરાબર સેકી લ્યો કાળા થાય ત્યાં સુધી.ત્યાર પછી ગરમ ગરમ રીંગણા માંથી જ છાલ કાઢી લ્યો અને થોડું મીઠું નાખી અને તરત તેને ઢાંકી ને થોડી વાર મૂકી રાખો.

  3. 3

    ત્યાર પછી રીંગણા ને બરાબર મેશ કરી લ્યો

  4. 4

    હવે કઢાઈ માં 6થી7 ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને રાઈ નાખી ને થવા દ્યો. ત્યારબાદ તેમાં આદુ, મરચાં નાખી ને થવા દ્યો.પછી જીની સમારેલી લીલી ડુંગળી અને જીના સમારેલા ટામેટા નાખી ને 5,7 માટે થવા દ્યો.બરાબર થઈ જાય ત્યારબાદ તેમાં હળદર,મીઠું,લાલ મરચું પાઉડર નાખો.

  5. 5

    બધી વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં મેશ કરેલા રીંગણા નાખો ને ગરમ મસાલો નાખી ને બરાબર થવા દ્યો.અને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382
પર

Similar Recipes