ફીણીયા લાડુ(Finiya laddu recipe in Gujarati)

#GA4
#Week14
લાડુ
સાધારણ રીતે લાડુ બનાવવા માટે મુઠીયા વાળી તળવા પડે, ખાંડવા પડે,અથવા તો ભાખરી બનાવી એના લાડુ બનાવી શકાય.પરંતુ કચ્છમાં શુભ પ્રસંગે, મહેમાનો ના આતિથ્ય માટે ફીણિયા લાડુ બંને છે.આ લાડુ બનાવવા માટે ઘી અને ખાંડ ખૂબ ફીણવામાં આવે છે.એટલે તેનું નામ ફીણિયા લાડુ પડ્યું છે.આ લાડુ બનાવવા માટે થીજેલા ઘીની ખાસ જરૂર પડે છે.થીજેલા ઘી થી સરસ ફીણાય છે.
ફીણીયા લાડુ(Finiya laddu recipe in Gujarati)
#GA4
#Week14
લાડુ
સાધારણ રીતે લાડુ બનાવવા માટે મુઠીયા વાળી તળવા પડે, ખાંડવા પડે,અથવા તો ભાખરી બનાવી એના લાડુ બનાવી શકાય.પરંતુ કચ્છમાં શુભ પ્રસંગે, મહેમાનો ના આતિથ્ય માટે ફીણિયા લાડુ બંને છે.આ લાડુ બનાવવા માટે ઘી અને ખાંડ ખૂબ ફીણવામાં આવે છે.એટલે તેનું નામ ફીણિયા લાડુ પડ્યું છે.આ લાડુ બનાવવા માટે થીજેલા ઘીની ખાસ જરૂર પડે છે.થીજેલા ઘી થી સરસ ફીણાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં ઘી નાખો.ત્યારબાદ તેમાં દૂધ નાખીને બરાબર મિક્સ કરો. હથેળીની મદદથી મિક્સ કરી લો. ધાબો દહીં અને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.૧૫૦ ગ્રામ ઘી ફ્રીઝમાં મુકી રાખો.જેથી જામી જાય.પીસ્તાને ૧ કલાક સુધી પાણીમાં પલાળી રાખો અને પછી તેના ફોતરાં કાઢી લો. જેથી એકદમ ગ્રીન કલર લાગશે.
- 2
15 મિનિટ બાદ આ લોટમાં તિરાડો પડી ગઇ હશે. ત્યારે સમજવું કે ધાબો બરાબર દેવાયો છે. ત્યારબાદ આ લોટને એક ચાળણીની મદદથી ચાળી લેવો. એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ધીમા તાપે દસ મિનિટ સુધી લોટને શેકવો. શેકાવાની સુગંધ આવે અને બદામી કલરનો થાય ત્યાં સુધી શેકવો. શેકેલા લોટને એક પ્લેટમાં કાઢી અને ઠંડો પડવા દેવો.
- 3
બદામ, પિસ્તા, કાજુ ને અધકચરા વાટી લેવા ઈલાયચીનો પાઉડર કરી લેવો.
- 4
હવે એક બાઉલમાં જામેલું ઘી અને ખાંડ લઇ અને તેને બરાબર ફીણવા. હાથની મદદથી અથવા બીટર કે વ્હીસ્કની મદદથી ફીણવું. દશ થી બાર મિનિટ સુધી ફીણવું. એકદમ હલકુ અને fluffy થાય ત્યાં સુધી ફીણવુ.
- 5
હવે લોટમાં ડ્રાયફ્રુટ્સ નો ભૂકો ઈલાયચી પાઉડર, જાયફળનો ભૂકો, ચારોળી એડ કરો. ફીણેલ ખાંડ અને ઘી એડ કરો. બધુ બરાબર મિક્સ કરી લો. અને તેના લાડુ વાળી લો. અને ઉપર ખસખસ લગાવો.તૈયાર છે ફીણિયા લાડુ.
Similar Recipes
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CFબજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ Davda Bhavana -
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઘઉં ના લોટ ના લાડુ (Ghau Na Lot Na Laddu Recipe in Gujarati)
#GC ગણેશ ચતુર્થી એટલે સૌથી મનગમતો ઉત્સવ મહારાષ્ટ્ર માં તો ખુબજ ધામધૂમથી ઉજવાય છે આમ તો ઘણા બધા પ્રસાદ ચઢાવી એ છીયે પણ ગણેશજી ને સૌથી વધારે પશંદ ગોળ ના લાડુ છે તો મને થયું લાવ ને હુ બનાવી ને આપણા કુકપેડ માં બધાની સાથે શેર કરુ Kokila Patel -
ડ્રાયફ્રુટ ચુરમાના લાડુ
શુભ પ્રસંગે તથા તહેવાર પર બનતી પરંપરાગત દેશી વાનગી છે Shethjayshree Mahendra -
લાડુ (Laddu recipe in Gujarati)
#goldenapron3#week19ઘીલાડુ બોલીએ ત્યાં મોં લાડુ જેટલુ પહોળુ થાય.બોલવાની ટ્રાય કરજો.લાડબધાને ભાવે જ .એય વળી ગોળના એટલે ખૂબ જ હેલ્ધી ,ગુણકારી,શક્તિવધૅક.સારા-નરસા બંન્ને પ્રસંગે બનાવી શકાય.ગણેશજીને અતિ પ્રિય.તો ચાલો આજે આપણે લાડુ બનાવીશું. Smitaben R dave -
વધેલી રોટલી ના ગોળવાળા લાડુ (Leftover Rotli Gol Laddu Recipe In Gujarati)
#Fam#Ladoવધેલી રોટલીના ગોળવાળા લાડુ ખાવાની ખૂબ જ મજા આવે છે. રોટલી વધી હોય તો શું બનાવવું એવું થાય છે કેટલીક વાર રોટલીના ટુકડા કરી તેને શેકી ને ચેવડો બનાવું છું. આજે મેં લાડુ બનાવ્યા છે. નાના બાળકો સ્વીટ માંગે તો આ બનાવી આપો તો હેલ્થ માટે પણ ઘણું સારૂ છે. Jayshree Doshi -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#india2020#વેસ્ટસાતમ અને દિવાળી પર સૌની ફેવરિટ આઈટમ બીજું ભલે ગમે તે બનાવો પણ મગજ તો હોય જ! Davda Bhavana -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
દર પૂનમે ચુરમાનાં લાડુ બને.. બજરંગદાસ બાપાને થાળ ધરાય. આજ નાં લાડુ ગુરુપૂર્ણિમા માટે ખાસ બનાવ્યા છે. બાપા માટે ખાસ ગોળનાં લાડુ જેમાં લસલસતું ઘી, જાયફળ અને ઈલાયચીની સુગંધ હોય. Dr. Pushpa Dixit -
બેસન લાડુ(Besan ladoo recipe in gujarati)
#GA4 #week12#besanપોસ્ટ - 18 બેસન ના લાડુ કોઈ પણ ખાસ દિવસ કે ફેસ્ટિવલ હોય દરેક ઘરમાં બને છે...નાના બચ્ચા હોય કે વડીલો સૌને આ મીઠાઈ ભાવતી જ હોય....પ્રોટીન થી ભરપૂર અને શિયાળામાં બળ વર્ધક છે તેમાં ખાંડ ની જગ્યાએ ખડા સાકર વાપરવામાં આવે તો કફ થવાની સંભાવના રહેતી નથી...મેં દેવદિવાળી નિમિત્તે બનાવ્યા છે. Sudha Banjara Vasani -
-
-
-
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચુરમાના લાડુ એ ગણેશ ચતુર્થી ના તહેવાર વખતે બનાવવામાં આવતી ગુજરાતની ખુબજ લોકપ્રિય મીઠાઈ છે. જેમ મહારાષ્ટ્રમાં મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે એ જ રીતે ગુજરાતમાં ચુરમાના લાડુ નો પ્રસાદ ધરાવવામાં આવે છે.ચુરમાના લાડુ ગોળ અથવા તો ખાંડમાંથી પણ બનાવી શકાય. આ રેસિપીમાં ખાંડમાંથી ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા છે. લાડુ બનાવવા માં થોડો સમય અને મહેનત લાગે છે પણ લાડુ ખાવાની મજા જ કંઈ અલગ છે.લાડુને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે પણ જો આ લાડુ રીંગણ બટાકા ના ગુજરાતી શાક, લગ્ન જેવી દાળ, ભાત અને રોટલી સાથે પીરસવામાં આવે તો જમણની મજા અનેક ગણી વધી જાય છે.#GC spicequeen -
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
-
બેસનના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#DFT#COOKPADદિવાળી નો તહેવાર આવે એટલે બધાના ઘરમાં મીઠાઈ આવે. અત્યારના સમયમાં બજારની મીઠાઈ ખાવી એ આરોગ્ય માટે સારું નથી કેમકે ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ભેળસેળયુક્ત તેલ કે ઘી વાપરતા હોય છે .જેના લીધે મીઠાઇ ખાઈને બીમાર પડી જવાય છે.જ્યારે બજાર જેવી જ મીઠાઇ આપણે પણ ઘરે બનાવી શકીએ છીએ.ઘરની બનાવેલી મીઠાઈ એકદમ શુદ્ધ હોવાથી આરોગ્ય પણ સારું રહે છે અને મીઠાઈ ની મજા પણ માણી શકીએ છીએ મેં આજે બજાર જેવી મીઠાઈ બેસનના લાડુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
મગસ (Magas Recipe In Gujarati)
#GCચણાનો લોટ મારો ફેવરિટ એટલે ચણાના લોટની તમામ વાનગીઓ મને ખૂબ જ ભાવે એમાં પણ જ્યારે ગણપતિને ભોગ લગાવવા ની વાત થઈ ત્યારે મને થયું કે બધા મોદક ધરાવે છે તો આપણે તો ચણાના લોટનું કંઇક બનાવીને ભગવાનને ધરાવશું કારણ કે ભગવાન પણ બધાના ઘરે મોદક ખાઈને કંટાળી ગયા હશે ને!મારા સાસુ મા પાસેથી બનાવતા શીખી છું.તેઓ ખૂબ જ સરસ બનાવતા જોઈને હું પણ શીખી ગઈ છું. Davda Bhavana -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની આપ સહુને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ( ચુરમા લાડુ અને ચોટીયા લાડુ)ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશ જી ને અતિ પ્રિય લાડુ લગભગ આજે બધા બનાવી ને પ્રસાદી ધરાવે છે...ને આરોગે છે.અમારે ત્યાં ઘઉં ના એક જ દળ બનાવી ને ખાંડ અને ગોળ ના અલગ અલગ લાડુ બનાવી ને પ્રસાદ થાય છે.એટલે મેં આજે ગોળ નો અને ખાંડ ના લાડુ ની રેસીપી મુકી છે.ને એક જ થાળી માં ભેગા રાખ્યાં છે. Krishna Dholakia -
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC#સાઉથલાડુ બોલતા જ મોં ભરાય જાય ,,જેવું મીઠું લાડુ નામ છે એવો જ મીઠો મઘમઘતોસ્વાદ છે લાડુનો ,,કોઈ પણ લાડુ બનાવો ,,,ચપોચપ ઉપડી જ જવાના ,,,ચુરમાના લાડુનું નામ પડતા જ પહેલા તો વિઘ્નહર્તા દુંદાળા દેવ યાદ આવે ,લાડુ બનાવીયે એટલે પ્રથમ તેનું નામ સ્મરણ મનમાં હોય જ ,,મારા ઘરમાંદરેક સભ્યોને લાડુ ભાવે છે એટલે બનતા જ રહે છે ,,અને આમ પણ આપણાતહેવારોની ગોઠવણી પણ એજ પ્રમાણે આવે છે ,,આ લાડુ ખાસ ગણપતિ ચતુર્થીનાબનાવે છે ,,દરેક ઘરે લાડુની સુગાંધ આવતી જ હોય ,,વળી આરોગ્યની દ્રષ્ટિ એ પણભાદરવા મહિનામાં શરીરમાં પિત્ત વૃદ્ધિ થતી હોય છે એટલે આ ઘી ,સાકર ,ખાંડ ,ગોળ,ઘઉં તે દરેક પદાર્થો ત્રિદોષ શામક છે ,,એટલે આ પ્રસાદ લેવા થી તંદુરસ્તી પણ વધે છેશાસ્ત્રોમાં આપણા તહેવાર ,વ્રત ઉપવાસ દરેક આપણા આરોગ્યને ધ્યાનમાં રાખીનેબનાવવામાં આવ્યા છે ,,ઘી થી લચપચતા લાડુ નાનામોટા સહુને ભાવતા હોય છે .લડી જુદી જુદી ઘણી રીતે,ઘણી વસ્તુઓમાંથી ,બનતા હોય છે ,,પણ ગણપતિજીનેઆ ચુરમાના લાડુ જ પ્રિયા છે ,,,એટલે ચતુર્થી નિમિતે આ જ લાડુ બને છે ...આ લાડુની વિશેષતા એ છે કે આખા ભારતમાં કે દુનિયામાં ક્યાંય પણ લગભગપારંપરિક રીતે જ બનતા હોય છે ,ભારતમાં દરેક રાજ્યમાં ચુરમાના લાડુ આ જ રીતે બને છે ... Juliben Dave -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે. Monika Dholakia -
લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#LSR#SWEET#FUNCTIONS#લગ્નસરા#CHANA_NO_LOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (32)