મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.
#GA4
#Week14

#Ladoo
#મેથીના લાડવા

મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)

શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.
#GA4
#Week14

#Ladoo
#મેથીના લાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનીટ
4 લોકો
  1. 250 ગ્રામઘઉંનો કરકરો લોટ
  2. 250 ગ્રામઅડદનો લોટ
  3. 100 ગ્રામમેથી નો લોટ
  4. 250 ગ્રામબાવળનો આખો ગુંદર
  5. 250 ગ્રામબદામ
  6. 250 ગ્રામકાજુ
  7. 250 ગ્રામસૂકા કોપરાની છીણ
  8. 250 ગ્રામખજૂર
  9. 50 ગ્રામસૂકી દ્રાક્ષ
  10. 50 ગ્રામખસખસ
  11. 50 ગ્રામમગજતરી બી
  12. 100 ગ્રામસૂંઠ પાઉડર
  13. 100 ગ્રામગંઠોડા પાઉડર
  14. 1 કિલોશુદ્ધ ઘી
  15. 3/4 કિલોદેશી ગોળ

રાંધવાની સૂચનાઓ

60 મિનીટ
  1. 1

    સૌથી પહેલાં જાડા તળિયાવાળી એક કડાઈમાં 250 ગ્રામ ગ્રામ જેટલું ઘી લો. ઘી ગરમ થાય એટલે ગુંદરને તળી લો. ગુંદર તળાઈ જાય એટલે ઠંડુ થાય પછી મિક્સરમાં પીસી લો

  2. 2

    કાજુ,બદામ, ખસખસને મિક્સરમાં પીસી લો. ખજૂરના ઠળિયા કાઢીને બારીક કાપી લો.

  3. 3

    ૨૦૦ ગ્રામ જેટલું ઘી લઈને ઘઉંનો કકરો લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. એક પ્લેટમાં કાઢી લો. એ જ કડાઈમાં 200ગ્રામ અડદનો લોટ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પ્લેટમાં કાઢી લો.

  4. 4

    પીસેલો ગુંદર, બંને લોટ શેકેલા ને એક પ્લેટમાં મિક્સ કરી લો.

  5. 5

    એક તપેલું લો. તેમાં કાજુ, ખસ ખસ,બદામનો ભૂકો, સૂંઠ,ગંઠોડા, કોપરાની છીણ, મગજતરી ના બી, મેથી નો લોટ નાખીને બધું બરાબર મિક્સ કરી લો.

  6. 6

    એક કડાઈમાં 100 ગ્રામ ઘી લો. ઘી ગરમ થાય પછી ગોળ નાખો. ગોળની ખાલી ઓગળવા દેવાનું છે પાયો નથી કરવાનો.

  7. 7

    એક મોટાં વાસણમાં તપેલાવાળો મસાલો નાખો. શેકેલો લોટ નાખો. પછી ગોળનો પાયો કર્યો છે તે નાખી દો અને મિક્સ કરી લો. લાડુ વાળી દો.

  8. 8

    મેથીના લાડુ ખાવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes