ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#WK2
Winter Kitchen Challenge 2
શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે.

ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)

#WK2
Winter Kitchen Challenge 2
શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામઘી
  2. 150 ગ્રામબાવળિયો ગુંદર
  3. 150ઘઉં નો જીણો લોટ
  4. 50 ગ્રામઘઉં નો કરકરો લોટ
  5. 50 ગ્રામટોપરા નું છીણ
  6. 200 ગ્રામમિક્સ ડ્રાયફ્રુટ
  7. 300 ગ્રામદેશી ગોળ
  8. 4 ચમચીસૂંઠ પાવડર
  9. 2 ચમચીગંઠોડા પાવડર
  10. 1 ચમચીઇલાયચી પાવડર
  11. 1 ચમચીજાયફળ પાવડર
  12. 1 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં ડ્રાયફ્રુટ ને 1 મિનિટ માટે શેકી તેના બારીક ટુકડા કરી લો.

  2. 2

    પેન માં થોડું ઘી મૂકી તેમાં ગુંદર ને તળી લો. ગુંદર ને એક પ્લેટ માં કાઢી અલગ રાખો. એ જ પેન માં એક ચમચી ઘી મૂકી તેમાં ડ્રાય ફ્રુટ ને થોડું શેકી લો.પછી ટોપરા ની છીણ ને પણ એક મિનિટ માટે રોસ્ટ કરી લો.

  3. 3

    પેન માં બાકી નું બધું જ ઘી મૂકી તેમાં ઘઉં નો જીણો અને કરકરો લોટ શેકી લો.ગેસ ઓફ કરી લો. તળેલા ગુંદર ને વાડકી ના તળિયા ની મદદ થી ક્રશ કરી લો.

  4. 4

    શેકાઈ ગયેલા લોટ માં ગુંદર, ડ્રાયફ્રુટ, ટોપરા ની છીણ એડ કરો. પછી તેમાં સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, ઈલાયચી પાવડર, જાયફળ પાવડર અને ખસખસ એડ કરવી.

  5. 5

    બીજા પેન માં થોડું ઘી મૂકી સમારેલો ગોળ નાખવો અને સતત હલાવતા રહેવું. ગોળ ઓગળી જાય પછી તરત જ ગેસ ઓફ કરી આ ગોળ ને શેકેલા લોટ વાળા મિશ્રણ માં ઉમેરો.

  6. 6

    આ મિશ્રણ ને બરાબર મિક્સ કરી ને થોડું ગરમ હોય ત્યારે જ તેમાંથી નાના નાના લાડુ વાળી લેવા. તૈયાર છે શિયાળા માં ખાવા માટે હેલ્થી ગુંદર ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes