લહસૂની આલુ પાલક(Garlic Aloo palak Recipe in Gujarati)

Arpita Sagala
Arpita Sagala @cook_27786468

#MW4
જેને પાલક ના ભાવતી હોય તે એકવાર જરુર થી બનાવજો
નાનામોટા સૌ ને જરૂર થી ભાવશે જ

લહસૂની આલુ પાલક(Garlic Aloo palak Recipe in Gujarati)

#MW4
જેને પાલક ના ભાવતી હોય તે એકવાર જરુર થી બનાવજો
નાનામોટા સૌ ને જરૂર થી ભાવશે જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ /૨ કલાક
4 લોકો
  1. ઝૂડી પાલક
  2. ૧૦ જેટલી નાની બટાકી
  3. મોટી ડુંગળી
  4. ટામેટાં
  5. ૩ મોટી ચમચીલસણ જીણું કચરેલું
  6. ૧ ચમચીઆદું મરચાં કચરેલાં
  7. ૫ ચમચીતેલ
  8. ૧ ચમચીજીરું
  9. ૧/૨ ચમચીહીંગ
  10. મીંઠું સ્વાદ મુજબ
  11. ૨ ચમચીમરચું
  12. ૧ ચમચીહળદર
  13. ૨ ચમચીઘાણાજીરું પાઉડર
  14. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

૧ /૨ કલાક
  1. 1

    સહુથી પહેલાં પાલક ને નીચે ની ડાંડી થોડી જ કટ કરી ઘોઇ લો. નાની બટાકા ને ઘોઇ ને છરી ની મદદ થી કાપા કરી લો

  2. 2

    એક મોટા વાસણમાં પાણી અડઘા ભાગ નું લો તેને ગરમ કરો.

  3. 3

    પછી તેમાં પાલક અને બટાકા નાંખી ને ૧૦ મિનિટ ઉકળવા દો

  4. 4

    હવે પાલક અને બટાકા ને કાણાવાળા વાસણ માં કાઢી લો જેથી પાણી નીકળી જાય પછી તેમાં ઠંડુ પાણી નાંખી દો જેથી પાલક નો લીલો રંગ જળવાઇ રહે. પછી પાલક ને બ્લેન્ડર થી અઘકચરી કચરી લો અને બટાકી ની છાલ કાઠી લો

  5. 5

    ત્યારબાદ કડાઇમાં કે નોનસ્ટિક વાસણ ને ગેસ પર મૂકી ૫ ચમચી જેવું તેલ નાંખવું ને ગેસ ની ફલેમ ઘીમી રાખવી.બટાકા ને ફા્ઇ કરી લેવા થોડા ગોલ્ડન કલર ના થાય એટલે બીજાં વાસણમાં કાઢી લો

  6. 6

    ત્યારબાદ તેજ નોનસ્ટિક વાસણમાં તેજ તેલ માં જીરું,હીંગ, ડુંગળી, લસણ કચરેલ, આદું મરચાં કચરેલાં અને આખા ૨ નંગ લાલ મરચાને નાંખો પછી ઢાંકણું બંધ કરીશું. પછી એ થોડું સેકાઇ જાય પછી ટામેટાં ઝીણાં સમારેલાં નાંખો અને તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો નાંખો અને ને તેને ઘીમાં ગેસે થવાદો.

  7. 7

    મસાલો સેકાઇ જાય ત્યારબાદ પાલકની પ્યોરી ઉમેરી દો પછી બધા મિશ્રણને મિક્સ કરો અને ત્યારબાદ ત્યારબાદ જે બટાકા બાફેલા જે આપણે ફ્રાય કરીને રાખ્યા છે તેને આ મિશ્રણમાં ઉમેરી દો

  8. 8

    ત્યારબાદ એક ચમચી જેટલો ચણાનો લોટ ઉપર ભભરાવી દો અને મિક્સ કરી દો

  9. 9

    ત્યારબાદ ત્યારબાદ નોનસ્ટિક ને કવર કરી અને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ એ થવા દો

  10. 10

    પાંચ મિનિટ થઈ જાય પછી લ સોની આલુ પાલક ને સર્વિંગ બાઉલમાં કાઢી લો તૈયાર છે તમારું લહસૂનીઆલુ પાલક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Sagala
Arpita Sagala @cook_27786468
પર

Similar Recipes