ગ્રીલ પનીર કબાબ (Grilled Paneer Kebab Recipe in Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

#GA4
#Week15
# Grill

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1બાઉલ કોથમીર
  2. 1બાઉલ ફુદીનો
  3. 2લીલા મરચા
  4. કટકો આદુ, 4 કળી લસણ
  5. 1 ચમચીમરી પાઉડર
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 300 ગ્રામપનીર
  8. સ્વાદ મુજબ ચાટ મસાલો
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. વુડન સ્ટીક
  11. મોટુ કેપ્સિકમ
  12. એકડુંગળી
  13. 1બાઉલ મોળું દહીં
  14. 1 ટેબલસ્પૂનમિલ્ક પાઉડર
  15. 2 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, આદુ મરચા લસણ સ્વાદ મુજબ મીઠું એક ચમચી લીંબુનો રસ ઉમેરી પીસી લઈ ગ્રીન ચટણી તૈયાર કરી લેવી

  2. 2

    હવે એક બાઉલમાં દહીં લઈ તેમાં એક ચમચી તેલ અનેમિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું મરી પાઉડર પણ ઉમેરી દેવો

  3. 3

    હવે આ દહીમાં બનાવેલી ગ્રીન ચટણી ઉમેરી દેવી તેને બરાબર હલાવી લેવું હવે તેમાં ચોરસ કટ કરેલા પનીરના ટુકડા ઉમેરી દેવા તેને પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવું

  4. 4

    હવે કેપ્સિકમ અને ડુંગળીને ચોરસ કરી લેવા

  5. 5

    હવે વુડન સ્ટીક લઈ તેમાં પનીર ભેરવો એક કેપ્સિકમ નો કટકો ભેરવો અને એક ડુંગળી આ રીતે એક પછી એક સ્ટીક માં પોરવી દેવું આ રીતે બધા કબાબ તૈયાર કરી લેવા

  6. 6

    હવે એક ગ્રીલ પેન લઇ તેને ગેસ પર મૂકી એક ચમચી તેલ મૂકી બધી તૈયાર કરેલી સ્ટીક આ પેનમાં ગોઠવી દેવી

  7. 7

    હવે આ કબાબ ચારે બાજુ ફેરવી ગ્રીલ કરી લેવા

  8. 8

    આ બધા કબાબ રેડી થઈ જાય પછી તેની પર ચાટ મસાલો ભભરાવી સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes