શેર કરો

ઘટકો

20 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. 3 કપમમરા
  2. 1 કપગોળ
  3. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરા ને સેકી લો. ધીમી ફ્લેમ ઉપર સતત ચલાવતા રહેવું. 5 મિનિટ જેવું સેકવું. એકદમ ક્રિસ્પી બની જશે.

  2. 2

    ત્યારબાદ 1 કપ ગોળ ને એકદમ ધીમી ફ્લેમ ઉપર ગરમ કરવો. ગોળ ને પણ સતત ચલાવતા રહેવું.

  3. 3

    ગોળ એકદમ ગરમ થઇ જાય 10 મિનિટ જેવું થશે પછી થોડો ગોળ લઈ પાણી ભરેલા બાઉલ માં નાખો જો તે ભેગો થઈ જાય અને ચોંટી જાય તો તમારો ગોળ તૈયાર છે. નહિ તો હજુ થોડી વાર ગરમ કરવો.

  4. 4

    પછી તેમાં શેકેલા મમરા ઉમેરો. અને સરખું મિક્સ કરો. ધીમા હાથે મિક્સ કરવું એટલે મમરા નો ભૂકો ના થાય.

  5. 5

    ત્યાર બાદ હથેળી ઓ પાણી વાળી કરીને થોડા થોડા મમરા લઈ ને લાડુ બનાવતા જાઓ. ગરમ ગરમ હોય ત્યાં સુધી માં બનાવી લેવા જલ્દી બાકી ઠંડા થાય પછી નહિ બને લાડુ.

  6. 6

    તો તૈયાર છે મમરા ના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Henal Kothadiya _ #HENALs_Kitchen
પર
Gandhinagar
i just love to cook.❤️
વધુ વાંચો

Similar Recipes