સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

લોચો સુરત ની ફેમસ આઇટમ. એમ કહીએ તો ખોટું નથી કે સુરત ની ઓળખાણ પણ લોચો. બનાવવા મા પણ એકદમ સરળ.
#CT

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ કલાક
૫ થી ૬ લોકો
  1. લોચો બનાવવા માટે
  2. ૧ કપચણા ની દાળ
  3. ૪ ટેબલસ્પૂનઅડદ ની દાળ
  4. ૪ ટેબલસ્પૂનપૌવા
  5. ૧/૨ કપદહીં
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૨ ટેબલસ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  8. ૧/૨ ટીસ્પૂનહળદર
  9. ૨ ટેબલસ્પૂનતેલ
  10. ૧ ટીસ્પૂનઇનો
  11. જરૂર મુજબ પાણી
  12. લોચા નો મસાલો બનાવવા માટે
  13. ૧ ટેબલસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  14. ૧ ટીસ્પૂનચાટ મસાલો
  15. ૧/૨ ટીસ્પૂનસંચર પાઉડર
  16. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  17. લોચા ની ચટણી બનાવવા માટે
  18. ૧/૨ કપલીલા ધાણા
  19. ૪-૫ ફુદીના ના પાન
  20. ૧/૨લીંબુ નો રસ
  21. ૧/૪ કપગાઠીયા
  22. ૧ ટીસ્પૂનજીરુ
  23. ૧ ઇંચઆદુ નો ટુકડો
  24. લીલા મરચા
  25. ૧ ટીસ્પૂનખાંડ
  26. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ કલાક
  1. 1

    પહેલા ચણા ની દાલ અને અડદ ની દાલ ને ૫ થી ૬ કલાક પલાળી રાખો. દાળ વાટવા પેહલા ૧૦ મિનિટ પહેલા પૌવા પલાળી લેવા. હવે દાલ અને પૌવા બે મિક્ષચર જાર માં લઇ એમાં દહીં નાખી ને પેસ્ટ બનાવી લો. ધ્યાન રાખવું કે ચણાની દાળ આખી ના રહે.

  2. 2

    હવે એને એક બાઉલ માં કાઢી ૬ થી ૭ કલાક માટે આથો લાવવા મૂકી દો. સાંજે બનાવવાના હોવ તો સવારે આથો લાવવા મૂકવું. આથો આવી જાય એટલે એમાં હળદર મરચાંની પેસ્ટ અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે ઢોકળા ના કૂકર ની થાળી ને તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકો. હવે ખીરું માં ઇનો નાખી બરાબર મિક્સ કરી લો. લોચા નું ખીરું ઢોકળા ના ખીરું કરતા થોડું પાતળું હોઈ છે.હવે થાળી મા પાતળું લેયર પાથરી ૧૫ મિનિટ માટે થવા દો.

  4. 4

    ચટણી માટેની બધી સામગ્રી મિક્ષચર જાર માં લઇ ચટણી બનાવી લો. જરૂર મુજબ પાણી ઉમેરવું.

  5. 5

    લોચા ના મસાલા માટે બધું ભેગું કરી લોચા નો મસાલો તૈયાર કરી લો.

  6. 6

    હવે લોચા ની થાળી થાય જાય એટલે એમાં ઉપર લોચા નો મસાલો અને કાચું સીંગતેલ નાખો

  7. 7

    ચટણી,સેવ અને કાંદા સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes