શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. ૨ નંગડુંગળી
  3. ૩ નંગટામેટા
  4. ૧ ઇંચઆદુ
  5. ૧૦ કળી લસણ
  6. ૧૦ નંગ કાજુ
  7. ૧ ચમચીમગજ તરી ના બી
  8. ૧/૨ વાડકીદહીં
  9. ૧/૨ વાડકીમલાઈ
  10. ૧/૨ વાડકીદૂધ
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  13. ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. મીઠું ટેસ્ટ મુજબ
  16. પાવડા તેલ
  17. ૨ ચમચીઘી
  18. ૧ નંગતમાલ પત્ર
  19. ૧ નંગસૂકું લાલ મરચું
  20. ૧ નંગઈલાયચી
  21. ૧ નંગતજ
  22. ૧ નંગલવિંગ
  23. ૧ ચમચીજીરૂ
  24. ૧ ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ ટામેટા,ડુંગળી,લસણ, આદુ બધી સામગ્રી ભેગી કરી લેવું.કાજુ અને મગજ તરી ના બી ને ગરમ પાણી માં ૧૫ મિનિટ પલાળી દો.

  2. 2

    હવે આદુ લસણ ની ગ્રેવી કરવી,ડુંગળી ની,કાજુ ની,ટામેટા ની અલગ અલગ ગ્રેવી કરી લેવી.

  3. 3

    હવે એક પેન માં તેલ ઘી મૂકી તેમાં તમાલપત્ર, લાલ મરચું,તજ,લવિંગ,જીરું નાખી તેમાં આદું લસણ ની પેસ્ટ મૂકી સોતરવું.પછી તેમાંડુંગળી ની પેસ્ટ નાખી સોટરવું.

  4. 4

    પછી તેમાં કાજુ ની પેસ્ટ નાખી સોટ્રવું.પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખી મિક્સ કરવું. પછી તેમાં ૧/૨ ગ્લાસ પાણી નાખી ગ્રેવી ને ૧૦ મિનિટ સુધી થવા દો.

  5. 5

    હવે દંહી માં મીઠું,હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરવું.

  6. 6

    પછી તે મસાલા વાડું દંહિ ગ્રેવી માં મિક્સ કરવું. પછી તેમાં મલાઈ નાખી ૫ મિનિટ સુધી થવા દેવું.પછી તેમાં દૂધ નાખી ને ૫ મિનિટ સુધી થવા દો.

  7. 7

    હવે તેમાં પનીર નાખી ૧ ચમચી કસુરી મેથી નાખી મિક્સ કરવું.તો રેડી છે શાહી પનીર.તેને ધાણા ભાજી અને ઉપર થી મલાઈ નાખી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

Similar Recipes