શામ સવેરા કોફતા કરી (shaam savera kofta curry Recipe in Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૭ લોકો માટે
  1. ચમચો તેલ
  2. પાલક ભાજી પાલક પૂયુરી માટે
  3. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૧ ચમચીલસણની પેસ્ટ
  5. ૨ ચમચીચણાનો લોટ
  6. ૧/૨કાજુ પાઉડર
  7. 1/2ચમચી મરી પાઉડર
  8. ૧ ચમચીધાણાજીરુ પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. પનીર અને ચીઝનો મસાલો બનાવવા માટે
  11. ૧/૨ કપપનીર (૨૫૦ ગ્રામ)
  12. ૧/૨ કપચીઝ
  13. ૧ નાની ચમચીઇલાયચી પાઉડર
  14. ૧ ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  15. ૧ ચમચીઆમચૂર પાઉડર
  16. મીઠું સ્વાદ મુજબ
  17. ગ્રેવી બનાવવા માટે
  18. ૨ ચમચીબટર
  19. ૨ ચમચીતેલ
  20. ૧ ચમચીજીરૂ
  21. ૭થી૮ કળી લસણ
  22. ૪થી૫ સૂકા લાલ મરચાં
  23. મીડીયમ ડુંગળી
  24. ટામેટાં મોટા સમારેલા
  25. ૭-૮ કાજુ
  26. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  27. ૨ ચમચીમરચું પાઉડર
  28. ૧/૨ ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  29. ૧/૨ગરમ મસાલો
  30. મીઠું સ્વાદ મુજબ
  31. ૨૦૦મી.લી. પાણી
  32. ગ્રેવીના તડકા માટે
  33. ૧ મોટો ચમચોમાખણ
  34. ૧ ચમચીતેલ
  35. ઇલાયચી
  36. તમાલપત્ર પાન
  37. ૧ ચમચીલાંબુ સમારેલું આદુ
  38. ૨ ચમચીકિચન કિંગ મસાલો
  39. ૧ ચમચીકસૂરી મેથી
  40. ૧ ચમચીમધ
  41. ૨ મોટા ચમચાફ્રેશ ક્રીમ
  42. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    કડાઈમાં તેલ લઇ તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી. થયા બાદ પાલક પુયુરી ઉમેરો. હલાવીને તેમાં મરી પાઉડર, મીઠું અને ચણાનો લોટ અને કાજુ પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ધીમા તાપે હલાવી પેસ્ટ જેવું બનાવી લો.

  2. 2

    હવે પનીર અને ચીઝની ઝીણું સમારી ઇલાયચી પાઉડર, મરી પાઉડર એક ચમચી લીંબુ અને મીઠું ઉમેરી ગોળા (લુવા)વાળી લો.

  3. 3

    ત્યારબાદ પાલકના સ્ટફિંગ માં ચીઝ અને પનીરનું તૈયાર કરેલા સ્ટફિંગ ભરી રાઉન્ડ શેપમાં કોફતા તૈયાર કરો. હવે તેને લો મીડીયમ ફ્રેમ પર લાઈટ બદામી થાય ત્યાં સુધી તળી લો.

  4. 4
  5. 5

    હવે કડાઈમાં તેલ અને બટર લઇ તેમાં સૂકા લાલ મરચાં, જીરુ લસણની પેસ્ટ ઉમેરી હલાવો. તેમાં ડુંગળી, ટામેટાં, કાજુની પેસ્ટ, ધનિયા પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો ઉમેરી પાણી નાખી સાથે ૭ થી ૮ મિનિટ માટે ઉકળવા દો. ઠંડુ થયા બાદ તેની પેસ્ટ તૈયાર કરી લો.

  6. 6

    હવે એક મોટો ચમચો બટરનો અને એક ચમચી તેલ લઈ ૨ ઇલાયચી તમાલપત્ર, આદુ ઉમેરી તૈયાર કરેલી ગ્રેવી એડ કરી દો. હવે તેમાં બતાવ્યા મુજબ પાણી ઉમેરી ચારથી પાંચ મિનિટ ઉકાળો. હવે તેમાં મીઠું,ગરમ મસાલો,કસૂરી મેથી,૧ ચમચી મધ ધીમા તાપ પર પાંચ મિનિટ રહેવા દો. ત્યારબાદ તેમાં બે મોટા ચમચા ફ્રેશ ક્રીમ એડ કરો.

  7. 7

    આ કોફતા કરી ખૂબ સ્વાદિષ્ટ બને છે જે તમે ગાર્લિક નાન,બટર નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes