સ્મોકી બાજરી સૂપ (Smoky bajri soup recipe in Gujarati)

બાજરી એ હજારો વર્ષો થી ઉગાડાતું અનાજ છે જે દુનિયાના મહત્વના અનાજો ની શ્રેણીમાં છઠ્ઠા નંબરે આવે છે. ગ્લુટન ફ્રી અને આરોગ્યવર્ધક બાજરી પોષણ મૂલ્યો થી અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપુર છે. બાજરી બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ માં રાખે છે, કબજિયાત દૂર કરે છે, સારી ઊંઘ માટે મદદરૂપ છે તેમજ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. બાજરી માં પ્રોટીન ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે છે. એ હાડકા, ચામડી અને આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી અનાજ ગણવામાં આવે છે.
બાજરી નો ઉપયોગ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વધારે કરવામાં આવે છે.
આ હેલ્ધી સૂપ માં બાજરીનો લોટ, દહીં, વટાણા ગાજર અને મીઠું નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વઘાર માટે ઘી, જીરું, હિંગ, લીલા મરચાં, ધાણા અને લીલું લસણ વાપરવામાં આવ્યું છે અને આ સૂપ ને કોલસાનો ઉપયોગ કરીને સ્મોક પણ આપવામાં આવ્યો છે જેના લીધે ખુબ જ સરસ ફ્લેવર આવે છે. કોણ કહે છે કે હેલ્ધી વસ્તુ ટેસ્ટી ના બની શકે???
સ્મોકી બાજરી સૂપ (Smoky bajri soup recipe in Gujarati)
બાજરી એ હજારો વર્ષો થી ઉગાડાતું અનાજ છે જે દુનિયાના મહત્વના અનાજો ની શ્રેણીમાં છઠ્ઠા નંબરે આવે છે. ગ્લુટન ફ્રી અને આરોગ્યવર્ધક બાજરી પોષણ મૂલ્યો થી અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપુર છે. બાજરી બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ માં રાખે છે, કબજિયાત દૂર કરે છે, સારી ઊંઘ માટે મદદરૂપ છે તેમજ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. બાજરી માં પ્રોટીન ફાઇબરનું પ્રમાણ ઘણું વધારે છે. એ હાડકા, ચામડી અને આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી અનાજ ગણવામાં આવે છે.
બાજરી નો ઉપયોગ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વધારે કરવામાં આવે છે.
આ હેલ્ધી સૂપ માં બાજરીનો લોટ, દહીં, વટાણા ગાજર અને મીઠું નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વઘાર માટે ઘી, જીરું, હિંગ, લીલા મરચાં, ધાણા અને લીલું લસણ વાપરવામાં આવ્યું છે અને આ સૂપ ને કોલસાનો ઉપયોગ કરીને સ્મોક પણ આપવામાં આવ્યો છે જેના લીધે ખુબ જ સરસ ફ્લેવર આવે છે. કોણ કહે છે કે હેલ્ધી વસ્તુ ટેસ્ટી ના બની શકે???
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં દહીં, બાજરીનો લોટ અને મીઠું ઉમેરી બધું બરાબર હલાવી લેવું જેથી બધું એકરસ થઈ જાય. હવે તેમાં 2 કપ પાણી ઉમેરીને ફરીથી એક વાર હલાવી લેવું
- 2
હવે આ મિશ્રણને ગેસ પર ધીમા તાપે ગરમ થવા મૂકવું. હવે તેમાં ગાજર અને વટાણા ઉમેરી બરાબર હલાવી લેવું. 10 થી 15 મિનિટમાં આ સૂપ થોડું જાડું થવા માંડશે. સતત હલાવતા રહેવું જેથી કરીને તળિયે ચોંટી ના જાય. જ્યારે સૂપ થોડું જાડું થઈ જાય અને શાકભાજી ચડી જાય પણ હજુ ક્રિસ્પ હોય ત્યારે ગેસ બંધ કરી દેવો.
- 3
વઘાર માટે ઘી ગરમ થાય એટલે જીરુ ઉમેરીને એને બ્રાઉન કલરનું થવા દેવું. હવે તેમાં હિંગ, મરચાં, લસણ અને ધાણા ઉમેરીને આ વઘાર ને સુપ પર રેડી બધું બરાબર હલાવી લેવું.
- 4
સ્મોક કરવા માટે કોલસાને ગેસ પર લાલ કરી લેવો. હવે સૂપ ના પોટ માં કોઈ હલકા વજનવાળી પ્લેટ મૂકી એમાં લાલ થયેલો કોલસો મૂકી એના પર થોડું ઘી રેડવું જેથી કરીને ધુમાડા નીકળવા ના ચાલુ થાય. પોટ ને બંધ કરી પાંચ થી સાત મિનિટ સુધી રહેવા દેવું ત્યારબાદ કોલસો અને પ્લેટ બહાર કાઢીને સૂપને હલાવી લેવું.
- 5
સ્મોકી બાજરીના સૂપ ને ગરમા ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરિયાલિ અપ્પે (Hariyali appe recipe in Gujarati)
અપ્પે સામાન્ય રીતે રવો અથવા તો ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા બાજરી ના લોટ નો ઉપયોગ કરીને હેલ્ધી અપ્પે બનાવ્યા છે જેમાં ઘણા બધા લીલા શાકભાજી ઉમેરવામાં આવ્યા છે. આ હેલ્ધી અપ્પે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જે દહીં અને ચટણી સાથે પીરસી શકાય. ચા કે કોફી સાથે પણ નાશ્તા તરીકે પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
હેલ્ધી પનીર ભુરજી (Healthy paneer bhurji recipe in Gujarati)
પનીર એ એવી વસ્તુ છે જે લગભગ નાના થી માંડીને મોટા બધા જ લોકો ખૂબ પસંદ કરે છે અને આપણે હંમેશા પનીરનો ઉપયોગ કરી ને અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ. આજે મેં અહીંયા પનીરનો ઉપયોગ કરી ને હેલ્ધી પનીર ભુરજી બનાવી છે. એના માટે મેં ઘરે જ પનીર બનાવ્યું છે. આ પનીર ભુરજી માં એકદમ ઓછા મસાલા અને વધારે શાકભાજી ઉમેરીને એને હેલ્ધી બનાવી છે. આ રેસિપી ખૂબ જ સરળ છે પરંતુ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી ડાયેટિંગ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.#cookpadindia#cookpad_gu#mr spicequeen -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16ગુજરાતીઓ ના નાસ્તામાં બાજરી ના વડા કે મકાઇ ના વડા નો સમાવેશ કરવામાં આવે છેબાજરો કે બાજરી ખૂબ જાણીતું અનાજ છે..જે વિશ્વ માં વધારે આફ્રિકા તેમજ દક્ષિણ એશિયા ના દેશો માં ખવાય છે.પણ તેનું સૌથી વધુ ઉત્પાદન ભારત માં જ થાય છે અને તે ભારત માં પ્રાથમિક ખોરાક તરીકે ખવાય છે.બાજરો એ સ્વાસ્થ્ય વર્ધક અનાજ છે કેમકે તેમાં ઘણા સતત્વો જોવા મળે છે જેમકે પ્રોટીન, કેલ્સિયમ, ફોસ્ફરસ અને આર્યન..બાજરી ના વડા એ બાજરાનું ખૂબ જ સ્વાદિષ્ટ સ્વરૂપ છે...બાજરી ના વડા સવારે ગરમા ગરમ ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે...મુખ્યત્વે બાજરી ને ઘણા લોકો શિયાળામાં ખાવાનું વધારે પસંદ કરે છે..આમ તો બાજરી ના લોટ માંથી ઘણા બધા પ્રકારની વાનગીઓ બનતી હોય છે.. જેમ કે બાજરી ની રાબ, રોટલા, ખીચડી,કૂલેર ઇત્યાદી...અહીં મેં ચટપટા બાજરી ના વડા બનાવ્યા છે... તો ચાલો રીત જોઇશું... Nirali Prajapati -
બાજરી ના થેપલા (Bajri Thepla Recipe In Gujarati)
એકલા ખાવા માટે બહુ સારા છે અને હેલ્ધી છે અને શિયાળામાં વધારે સારા લાગે છે બાજરી ના લોટ ના.#KD Meenakshi Raju Kansara -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ મન્ચાઉ સૂપ (Veg munchow soup recipe in Gujarati)
વેજીટેરિયન મન્ચાઉ સૂપ ઈન્ડો ચાઈનીઝ સૂપનો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે. આ સૂપ તળેલી નુડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ અને ગણો વધી જાય છે. શિયાળા ની ઋતુ મા આ સ્પાઇસી સૂપ ની મજા કંઈક અલગ જ છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)
#શિયાળામાં બાજરી વરદાન રોગ ગણાય છે બાજરીનો ઉપયોગ કોઈપણ રીતે કરીને બાળકોને ખવડાવવું જરૂરી છે બાળકો બાજરીના થેપલા ખાય છે પણ રોટલા ઘી ગોળ ખાવા માટે બહુ અટકાય છે એનું મેં સોલ્યુશન શોધી અને મેં બાજરીની બાટી બનાવી છે એની અંદર લીલું લસણ અજમો વરિયાળી નાખીને બનાવી છે અને લીલા લસણથી એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
આજે વધુ એક સૂપ ની રીત લઈ ને આવી છું.બહુજ સરળ પણ ટેસ્ટી, હેલ્થી છે. પાલક નું સૂપ, drumstick corriender soup, ટોમેટો સૂપ, રોજ આલગ અલગ સૂપ બનાવો ને શિયાળા માં હેલ્થી રહો.#GA4#week20 Neeta Parmar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)
શિયાળા માટે આ ખૂબ જ હેલ્થી છે વિટામિન સી થી ભરપૂર છે તેમજ બાજરી ના પણ ઘણા બેનિફિટ છે આ એક હેલ્ધી સુપ છે. બાજરા સાથે ઘીનો સ્વાદ વધારે સારો લાગે એટલે અહીં ઘીનો ઉપયોગ કર્યો છે એ દૃષ્ટિએ પણ હેલ્ધી છે શાકમાં તમે કોઈપણ જાતના મનગમતા શાક ઉમેરી શકો જેમ કે મકાઈ વટાણા કેપ્સીકમ કે અન્ય તમારી પસંદગીના શાક. Hetal Chirag Buch -
વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati)
ચાઇનીઝ રેસિપી મા વધારે પડતા તેલ કે મસાલા ના ઉપયોગ કર્યા વગર અને ખૂબ જ ઓછા સમય અને સામાન્ય રીતે ઘર મા હોઈ એવી સામગ્રી માંથી તૈયાર થાઈ જાય છે. વૉન્ટોન ને તળી ને બનાવામાં આવે છે પણ વૉન્ટોન સૂપ મા જ બોઈલ કરવામાં આવે છે. ફ્લેવરફુલ આ સૂપ ચોક્કસ થી ટ્રાય કરવા જેવો છે.#WCR Ishita Rindani Mankad -
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
બાજરી ની મસાલેદાર ખીચડી (Bajri Masaledar Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે. આ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને તેના સેવનથી શિયાળામાં થનારી સાંધાની સમસ્યાથી છુટકારો મળે છે.આજના ફાસ્ટફૂડ યુગમાં વિસરાતી જતી બાજરી ની ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે. Dimple prajapati -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#CF#Cookpadindia#Cookpadgujaratiઆ એક ઇન્ડો ચાઈનીઝ સૂપ છે જે એકદમ હેલ્ધી છે.જેમાં ખૂબ સારા પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.ભારતમાં આ સૂપ ખુબજ પોપ્યુલર છે. Isha panera -
બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
બાજરી ના ચમચમિયા ફક્ત બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે અને એમાં કોઈ પણ પ્રકારનો બીજો લોટ ઉમેરવામાં આવતો નથી. તમને બીજો લોટ ઉમેરવાનું મન થશે પણ બીજો કોઈ પણ લોટ ઉમેર્યા વગર આ અલગ પ્રકારની વાનગી ની મજા માણો. બાજરીના લોટની સાથે ઉમેરવામાં આવતી ઘણી બધી લીલી શાકભાજી ઓ આ વાનગીને ખૂબ જ હેલ્ધી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. આ ખુબજ સ્વાસ્થ્યવર્ધક શિયાળાની વાનગી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. બાજરીના ચમચમિયા ને અથાણાં, ચટણી, રાયતા, દહીં અથવા તો ચા કે કોફી સાથે પીરસી શકાય. spicequeen -
બાજરી ના વેજીટેબલ પરાઠા (Bajri Vegetable Paratha Recipe In Gujarati)
#GA4#Week24હજુ પણ શિયાળા ની થોડી ઠંડી છે તો આજે બાજરી ખાવાની ઈચ્છા થઈ જ ગઈ, મેં અહીં બાજરી ના રોટલા બનાવવાને બદલે વેજીટેબલ સાથે પરાઠા બનાવ્યા,આ મારી ઇનોવેટિવ રેસિપી છે,સરસ બની છે ,તમે પણ બનાવજો,ચાલો રેસિપી બનાવીએ,,,,, Sunita Ved -
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujarati#MBR6બાજરીના ચમચમીયા એ એક વિસરાતી વાનગી છે.તે બાજરી ના લોટ માંથી બનાવવામાં આવે છે. બાજરી ના ચમચમીયા બનાવવા માટે એક નોન સ્ટીક તવી પર તેલ અથવા ઘી લગાવી ઉપર તલ ભભરાવી તેમાં બાજરીના લોટમાં લીલા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવેલ મિશ્રણ નાંખી ને સેજ જાડા પુડલા જેવા બનાવી તેને ૩-૪ મિનિટ ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી ઘી વડે શેકવામા આવે છે. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે દહીં, ચટણી, સોસ કે ચા સાથે લેવામાં આવે છે. Ankita Tank Parmar -
બાજરી અને મગ નું ભેંડકું (Bajri Moong Bhedku Recipe In Gujarati)
#GA4#Week24#BAJRI ભેડકું આપડી ભુલાતી જતી એક વાનગી છે.બનવા માં ખુબજ સરળ છે અને સહેલાઇ થી પચી જાય છે.પ્રોટીન થી ભરપૂર છે,બ્લડ પ્રેસર કન્ટ્રોલ માં રાખે છે.ડાયાબિટીસ માટે પણ સારી છે.ગ્લુટેન ફ્રી છેટે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#MBR3#week3#SJC#cookpadgujarati#cookpadindia#cookpad હોટ એન્ડ સોર સૂપ એક ઇન્ડો ચાઇનીઝ ટાઈપ નો સૂપ છે. આ સૂપ માં મસાલાની તીખાશ અને ખાટા સ્વાદનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. મનગમતા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને આ સૂપ બનાવવામાં આવે છે. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. તો ચાલો જોઈએ આ ચાઇનીઝ ટેસ્ટનો હોટ એન્ડ સોર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani -
વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#week10શિયાળા ની ઋતુ માં ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ હોય છે. બધા શાકભાજી પણ બહુ જ મસ્ત આવતા હોય છે અને ભૂખ પણ જોરદાર લાગે છે. તો ડાયેટ કરતા લોકો માટે તો આશીર્વાદ સમાન છે.---+ મૈં સૂપ ને જાડું કરવા કોર્ન ફ્લોર ને બદલે મગ વાપર્યા છે જે હેલ્થી પણ છે અને પ્રોટીન નો સારો એવો સ્ત્રોત પણ છે. Vrunda Shashi Mavadiya -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati)
#GA4 # Week24સાંજે જ્યારે કંઇક ચટપટું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવાનું મન થાય એટલે આ રેસિપી જરૂર થી યાદ આવે.તો ચાલો બનાવીએ બાજરી ની ખીચડી વિવિધ પ્રકારના શાકભાજી સાથે જે તેનું પોષણ ક્ષમ મૂલ્ય અનેકગણું વધારે છે. બાજરી ખાવા માં ખૂબ પૌષ્ટિક છે તો તેનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં કરી આપડે પણ તેનો ફાયદો લઈએ. Urvee Sodha -
બાજરીના રોટલા (Bajri na rotla recipe in Gujarati)
બાજરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી અનાજ નો પ્રકાર છે. બાજરીની પોતાની એક મીઠાશ અને અલગ સ્વાદ હોય છે જે બીજા લોટમાં નથી. બાજરી ની પ્રકૃતિ ગરમ હોવાથી મોટે ભાગે શિયાળામાં ખાવામાં આવે છે. રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો એક બેસ્ટ કોમ્બિનેશન છે. બાજરીનો રોટલો ઘર નું બનેલું માખણ અને અથાણા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. spicequeen -
લેમન કોરિઅન્ડર સૂપ
#એનિવર્સરીઆ સૂપ માં કોથમીર નો ઉપયોગ થતો હોવાથી તે આંખ માટે ખુબજ ઉપયોગી છે તેમજ લીંબુ એ વિટામિન સી નો સ્તોત્ર છે માટે આ સૂપ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Dipal Parmar -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujarati#વિન્ટર કિચન ચેલેન્જ#Heathy#Diet#Glutenfree#ડાયાબિટીસહાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે બાજરી ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળી શકે. બાજરી શિયાળામાં ઠંડી સામે જરૂરી ગરમાવો આપે છે. બાજરીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષકતત્વથી ભરપૂર હોય છે. તેમાં કેલેરી ઘણી ઓછી હોવાથી બાજરી ની ખીચડી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.બાજરી માં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાઈબરને કારણે પાચનક્રિયા સારી રહે છે. બાજરી માં પૂરતી માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. બાજરીની ખીચડી નુ સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. Neelam Patel -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
સ્મોકી પનીર બટર મસાલા (Smoky paneer Butter masala recipe in Gujarati)
પનીર ની સબ્જી આપડે ઘણા કોમ્બિનેશન થી બનાવી છે. પંજબી સબ્જી માં પનીર નો ઉપયોગ વધારે અને તેમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ થી કરવામાં આવે છે મેં આજે સ્મોકી પનીર બટર મસાલા બનાવ્યુઓ છે જોડે નાન મસાલા પાપડ ને છાસ સાથે પ્લેટિંગ કર્યો છે.#GA4#week6 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
બાજરી ના લોટ નુ ખીચુ (Bajri Khichu Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post.3સૌથી પચવામાં હલકો ખોરાક ખીચું છે. અને તેમાં બાજરી પચવામાં હલકી. અને શક્તિવર્ધક છે .શિયાળામાં બાજરી વધારે ખાવામાં આવે છે. આજે મેં બાજરી નુ ખીચુ બનાવ્યું છે. Jyoti Shah -
સ્મોકી રજવાડી ખીચડી (Smoky Rajwadi Khichdi Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭#KS7 Rita Gajjar -
બાજરી નો મસાલા વાળો રોટલો (Bajri Masala Rotlo Recipe in Gujarati)
બાજરી માં કેલ્શિયમ , મેગ્નેશિયમ , મેંગેનીઝ , ફોસ્ફરસ , વિટામિન બી જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં મળી રહે છે. બાજરી ના રોટલા ખાવા થી બોડી ને એનર્જી અને તાકાત મળે છે . બાજરી ના રોટલા નું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ નો ખતરો ઘટે છે . બાજરી ના રોટલા હાર્ટ ના દર્દીઓ ને રાહત અને શક્તિ આપે છે .#GA4#Week24Bajra Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ (26)