શામ સવેરા કોફતા કરી#શાક

રાંધવાની સૂચનાઓ
- 1
કોફતા બનાવવા ના ઉપર ના પડ માટે પાલક ને બરાબર ધોઈ ૩થી૪ મિનિટ બાફી લો. પછી તેમાથી પાણી કાઢી પાલક ને ઠંડા પાણીથી ધોઈ લો. મીક્ષર મા લઈ પીસી પેસ્ટ બનાવી દો. પછી અેક પેન માં પાલક ની પેસ્ટ નાખીને હલાવી લો. ૨ મિનિટ સુધી સાંતડો. તે મા મીઠું, ચણા નો લોટ અને કોનॅફલોર ઉમેરો અને ૨ મિનિટ સુધી સાંતડો. એકદમ ઘાટ થાય ત્યાં સુધી હલાવી લો. આદુ મરચાની પેસ્ટ નાખી હલાવી લો.થાળી મા ઠંડુ કરી લો.
- 2
અંદર ના સટફીંગ માટે પનીર ને છીણી લો. તેમાં મીઠું, ચીલી ફ્લેક્ષ, પીરી પીરી મસાલો, લીલા ધાણા ઉમેરો. હાથ વડે મિક્ષ કરી નાના ગોલા બનાવી દો.
- 3
હવે હાથ પર તેલ લગાવી પાલક નુ મિક્ષ્ચર લઈને થોડુ પહોળું કરીને તેમાં પનીર નો ગોલા રાખી દબાવી ગોળ આકાર આપી કોફતા બનાવવા. બધા જ એવી રીતે તૈયાર કરી લો. તેલ ગરમ કરી લો. કોફતા કોનॅફલોર મા રગદોળી તેલ ગરમ થાય પછી ધીમે તાપે તળી લેવું.
- 4
કરી બનાવવા માટે એક ડીસ મા ડુંગરી, ટામેટા, કાપી લો. તજ, લવિંગ, મરી, તજ પતુ, ખસખસ, મગજતરીબી, કાજુ, એલચી. લઈ લો. પેન મા તેલ ગરમ કરી લો અને બધી વસ્તુઓ ઉમેરો. મીઠું નાખીને હલાવી દો. આદુ મરચાની લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી ઢાંકી દેવું અને ૪થી૫ મિનિટ સુધી સાંતડો. ઠંડુ થવા માટે રાખી લો. ઠંડુ થાય પછી મીક્ષર મા પીસી પેસ્ટ બનાવી દો.
- 5
ફરી એક પેન મા તેલ અને બટર મિક્ષ કરી લો. બનાવેલી ગ્રેવી ઉમેરી બરાબર હલાવી લો.૨થી૪ મિનિટ સુધી સાંતડો. પછી બધા સુકા મસાલા તથા કસુરી મેથી મસળીને ઉમેરી લો. મલાઈ અને ખાંડ નાખી હલાવી લો. ૪થી૬ મિનિટ સુધી સાંતડો. તેલ છુંટુ પડે ત્યારે ઉતારી લો.
- 6
કરી ને એક બાઉલમાં કાઢી લેવાનું. કોફતા ને વચ્ચે થી કાપી બે ભાગ કરી લો. કરી ઉપર કોફતા મુકી ગરમ ગરમ પીરસો. આ કરી તંદુરી રૉટી જોડે કે પરાઠા જોડે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
-
-
શામ સવેરા કોફતા કરી (Sam Savera Kofta Curry Recipe In Gujarati)
શામ એટલે સાંજ (અંધકાર) અને સવેરા હિન્દીમાં સવાર (સફેદ દિવસનો પ્રકાશ) નો ઉલ્લેખ કરે છે. તેને શામ સવેરા કહેવામાં આવે છે કારણ કે આ રેસીપીમાં પાલક અને પનીરનો ઉપયોગ થાય છે. સ્પિનચ કોફ્તા બોલમાં પનીરનું સ્ટફીંગ ભરેલું હોય છે, અને જ્યારે તમે આ કોફ્તા બોલ્સને સ્લાઈસ કરો છો, તો એવું લાગે છે કે કોફ્તાનો અંદરનો ભાગ સફેદ હોય છે અને બહારનો શેલ કાળો હોય છે, જે દિવસ અને રાતનો અર્થ દર્શાવે છે.શામ સવેરા એ આંખોની સાથે સાથે પેટની સારવાર માટે વિઝ્યુઅલ ટ્રીટ છે. શામ સવેરા ટામેટા, ડુંગળી અને અન્ય મસાલાઓથી આધારિત ગ્રેવીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં પાલક અને પનીરથી બનેલા કોફતા કાપીને ગ્રેવી પર નાખવામાં આવે છે. આ એક ખૂબ જ અલગ પ્રકારની પનીર રેસીપી છે અને કોઈપણ ઉંમરના પનીર ચાહક અને સ્વાદ ચાહકને ગમશે જ.#ATW3#TheChefStory#cookpadindia#cookpadgujarati#PSR#CJM Riddhi Dholakia -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#shaamsaverakoftacurry#koftacurry#punjabicurrry#restaurantstyle#cookpadgujaratiશામ સવેરા એ વિશ્વ વિખ્યાત ભારતીય શેફ સંજીવ કપૂરની પ્રખ્યાત ડીશ છે. એકસાથે ગોઠવેલા ઘટકોની સરળતામાં તેની સુંદરતા રહેલી છે, જે વાનગીને વધુ આકર્ષક બનાવે છે - જાણે કે ડિશમાં કવિતા ના કરી હોય...!! પનીર (સવેરા) થી ભરેલા સમૃદ્ધ લીલા કોફતા (શામ) રેશમી સુંવાળી, સુગંધિત કેસરી ગ્રેવી પર સુંદર લાગે છે, કારણ કે તે રંગો, દેખાવ અને સ્વાદની રમત સાથે એક આકર્ષક દેખાવ બનાવે છે. શામ સવેરા નો અર્થ સરળ અંગ્રેજીમાં Dusk અને Dawn એવો થાય છે, જે રેસીપીના હળવા અને ઘેરા રંગોના વિરોધાભાસને દર્શાવે છે. આ વાનગીના વિવિધ ઘટકો એ ઉત્તર ભારતની લોકપ્રિય વાનગીઓ જેમ કે પાલક પનીર, પનીર મખાની, કોફ્તા કરી વગેરેનું સંયોજન પણ છે. આ પાલક બોલ્સ અથવા કોફતા છે, જે પનીર/કોટેજ ચીઝ/ટોફુ સાથે સ્ટફ્ડ કરેલ હોય છે, જેને સુગંધિત મસાલામાં ઉકાળીને ડુંગળી, ટામેટાં અને કાજુથી બનેલી સુંદર કેસરી ગ્રેવીમાં પીરસવામાં આવે છે. Mamta Pandya -
શામ સવેરા કોફતા કરી (Sham Savera Kofta Curry Recipe In Gujarati)
#RC4#Week4#Cookpadindia#Cookpadgujrati#green#red#whiteશામ સવેરા કોફતા કરી એટલે rainbow sabjiજેમાં ગ્રીન,વ્હાઇટ,રેડ, યેલો જેવા બધા જ રંગો આવી જાય છે . લીલીછમ પાલક ની પેસ્ટ માં ધોળું દૂધ જેવું પનીર નું stuffing અને લાલ ચટક ગ્રેવી.ખૂબ અલગ અલગ ટેસ્ટ બધા ના પણ બહુ જ સરસ એક સાથે લાગે છે.ઘરે કોઈ ગેસ્ટ આવવા ના હોય કે કોઈ પાર્ટી હોય મેઈન કોર્સ માટે પરફેક્ટ . Bansi Chotaliya Chavda -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2લીલા શાકભાજી માંથી બનાવતા આ કોફતા ની રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખૂબ જ કલરફૂલ અને સરસ દેખાય છે Dipal Parmar -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#WEEK8#cookpadindia#cookpadgujaratiઆ કોફતા ની રેસિપી માં સામાન્ય રીતે ગ્રીન બેઝ માં પાલક ની ગ્રેવી સાથે ચણાનો લોટ વપરાય છે જેનાથી બાઈડિંગ આવે .પણ મે આજે ચણાના લોટને બદલે બ્લાંચ કરેલા વટાણા ને ક્રશ કરી ને અને કાજુ પાઉડર લીધા છે , તેના થી સરસ બન્યા છે . Keshma Raichura -
😋જૈન કોબી કોફતા કરી
#જૈનકોબી કોફતા કરી પંજાબી વાનગી છે.. આમાં કાંદા લસણ ની ભરપૂર વપરાશ થાય છે... પણ આપણે જૈન ગોભિ કોફતા કરી બનવા જઈ રહ્યા છે તો નો ઑનીયન નો ગાર્લીક .કાંદા લસણ વગર ગ્રેવી એટલે એક ચેલેન્જ ની વાત છે.પણ કાંદા લસણ વગર પણ આ વાનગી ખુબજ સરસ લાગે છે... અને આને જૈન તથા સ્વામિનારાયણ ધર્મ ના લોકો પણ ખાય શકે છે ..તો ચાલો દોસ્તો આપને કોબી કોફતા કરી બનાવશું.. Pratiksha's kitchen. -
-
-
શામ સવેરા(Sham savera Recipe in Gujarati)
#MW2પાલક અને પનીર બંને હેલ્ધી છે. પાલક મા આયર્ન અને પનીર મા કેલ્શિયમ ભરપૂર હોય છે. Avani Suba -
શામ સવેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જૈન ના લાઈવ પરથી મેં જે ગ્રેવી બનાવી હતી એમાંથી મેં શામ સવેરા કોફતા બનાવ્યા છે જે એકદમ ચીઝી અને સૉફ્ટ બને છે ખાવામાં પણ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે અને કલરફુલ પણ બને છે જેથી બધાને ખાવાનું મન થાય અને આ રીતે બનાવવા થી બાળકો પાલક પણ ખાઇ લે છે આમ એમને ઓછી પસંદ હોય છે તેથી બાળકો માટે પણ આ એક સારી સબ્જી છે જે તમે પરાઠા કે નાન કે રોટી સાથે ખાઈ શકો છો Ankita Solanki -
-
-
-
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. Deepa Rupani -
ગુજરાતી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકલઝાનિયા એ ઈટાલિયન ડીસ છે.પરંતુ હવે ઈન્ડિયા મા પણ ખૂબજ ખવાય છે.આજે મે ગુજરાતી ટચ આપી લઝાનિયા બનાવ્યા છે.ઈટાલિયન લઝાનિયા મા લઝાનિયા સીટ ને બોઈલ કરી ઉપયોગ કરે છે સાથે શાકભાજી વપરાય છે પરંતુ મેં રોટલી નો ઉપયોગ કરી ગુજરાતી લઝાનિયા બનાવ્યા છે.જે ખૂબ જ સરસ બન્યું છે. Bhumika Parmar -
શામ સવેરા કોફતા (Shaam Savera Kofta Recipe in Gujarati)
#AM3આ રેસીપી ના ફોટો મારી પાસે નથી પણ મે સ્ટેપ બાય સ્ટેપ તેને સરળ રીતે સમજી શકાય તેમ રીત લખવાનો પ્રયાસ કર્યો છેઆ પાલક ના કોફતા વાળી એક હેલ્ઘી રેસીપી છે જે એક ટાઇમ પર બહુ પ્રખ્યાત રહી હતી જેને રોટી,પરોઠા કે નાન સાથે જ નહી પણ રાઈસ સાથે પણ સર્વ કરી શકાય છે. sonal hitesh panchal -
શામ સવેરા કોફતા કરી (shaam sawera kofta curry Recipe In Gujarati)
#GA4#week20#cookpadindia શામ સવેરા રીચ અને ક્રીમી માખની ગ્રેવીમાં ડૂબી જાય છે, ત્યારે તે ખરેખર એક હેલ્થી અને ટેસ્ટી વાનગી બની જાય છે. કોફટા અને ગ્રેવી અલગથી તૈયાર કરવામાં આવે છે પછી એકસાથે સર્વ કરાય છે... જેમ કે તમે બધાં લોકો સ્પિનચ અને તેના સ્વાસ્થ્યપ્રદ ફાયદાઓ વિશે જાણો છો અને સ્વસ્થ રહેવા માટે મારે કહેવું જ જોઇએ કે અઠવાડિયામાં એકવાર સ્પિનચનો ઉપયોગ કરવો જોઈએ.દેખાવ માં પણ ખુબ જ અલગ અને જોઈને માં લલચાય એવી વાનગી ...શામ સવેરા...કોફતા કરી... Twinkal Kalpesh Kabrawala -
ફરાળી દૂધી કોફતા કરી (Farali Dudhi Kofta Curry Recipe In Gujarati)
આ રેસિપી મારું ઇનોવેશન છે.. આ ડીશ માં બે ભાગ છે એક કોફતા અને બીજી ગ્રેવી ... આ ડીશ ને તમે પંજાબી કોફતા ના શાક ની જેમ રોટલી પરાઠા કે રાઈસ સાથે શાક તરીકે સર્વ કરી શકો... ગ્રેવી જાડી રાખી કોફતા ને તેમાં ડીપ કરી ને ચટણી તરીકે પણ સર્વ કરી શકો... એક પ્રકારે વન પોટ મીલ પણ કહી શકાય.મે ફરાળી વર્ઝન બનાવ્યું છે એટલે મે કોફતા માટે દૂધી ની સાથે ફરાળી લોટ લીધો છે....ગ્રેવી ને થીક કરવા ડુંગળી ની પેસ્ટ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
શામ સવેરા કોફતા કરી (shaam savera kofta curry Recipe in Gujarati)
#GA4#Week17#cheese Niral Sindhavad -
વેજ કોફતા કરી (Veg. Kofta Curry Recipe In Gujarati)
#લોકડાઉનહાલના સમય માં આપણે રેસ્ટોરન્ટ નું ખાવાનું અવોઇડ કરીએ છીએ. પણ એ મજા આપણે ઘરબેઠાં ચોક્કસ માણી શકીએ છીએ. ફ્રિઝ માં વધેલા થોડાં- થોડાં વેજિટેબલ નો યુઝ કરી મે કોફતા બનાવી એને રેડ ગ્રેવી સાથે સર્વ કરી સૌની રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફૂડ ખાવાની ઈચ્છા પૂરી કરી. Kunti Naik -
-
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#Punjabi#BW#freash#Peas#green_chickpea#tuverdana#paneer#sabji#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
શામ સવેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)
#SJશામ સવેરા કોફતાસંગીતા જી મા સેશન મા મે રેડ ગ્રેવી અને વ્હાઇટ ગ્રેવી બનાવી હતી.ખૂબ સરસ session હતો.મે રેડ ગ્રેવી માં શામ સવેરા કોફતા બનાવ્યા. Deepa Patel -
More Recipes
ટિપ્પણીઓ