ફિન્ડલા નું જ્યુસ(Findla Juice Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

હાથલા નું જ્યુસ (
#cookpadindia
આ હાથલા શરીર માટે અનેક ગુણો થી ભરપુર છે.આ હાથલા ના જ્યુસ થી જેને હિમોગ્લોબીન ની ઉણપ હોઈ તેના માટે અકસીર છે અને ઝડપ થી વધી શકે છે.આ જ્યુસ દરેક મેડિકલ સ્ટોર્સ માં મળી જાય છે.તો ઘરે તાજુ બનાવી જ્યુસ પીવાથી વધુ ફાયદો થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ગ્રામ હાથલા
  2. ૨ચમચી ખાંડ અથવા સાકર પાઉડર
  3. ૧/૪ ચમચીસંચળ
  4. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આ હાથલા ઘણા એ જોયા પણ નો હોઈ પણ આ જ્યુસ ફાયદા કારક છે.આ હાથલા ને સૌ પ્રથમ ચીપિયા વડે ગેસ પર જરા જરા બધી સાઇડ શેકી લો.

  2. 2

    જેથી તેમાં કોઈ કાંટો હોઈ તો તે બળી જાય.અને છોલતી વખતે લાગે નહી.ત્યારબાદ જરા ઠરે એટલે છાલ કાઢી લો.સાવ આછી છાલ નીકળશે.

  3. 3

    ત્યારબાદ તેમાં ૧કપ પાણી અને સાકર અથવા ખાંડ અને સંચળ નાખી મિક્સર માં પીસી લૉ.અને તેને ગાળી લો.એટલે બી અલગ નીકળી જાય.

  4. 4

    આ મસ્ત હેલ્ધી જ્યુસ તૈયાર છે.આ ઝડપ થી બની જતું અને ગુણો થી ભરપુર જ્યુસ પીવો અને હિમોગ્લોબીન ની ઉણપ પૂરી કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes