એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

સવારના નાસ્તામાં બને ત્યાં સુધી ફ્રેશ જ્યુસ નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ટેટ્રાપેક જ્યુસ નો ઉપયોગ બને ત્યા સુધી અવોઈડ કરવો . આજે મેં એબીસી જ્યુસ બનાવ્યું. આ જ્યુસ ખાંડ ફ્રી છે એટલે ડાયાબિટીસવાળા પણ પી શકે.

એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)

સવારના નાસ્તામાં બને ત્યાં સુધી ફ્રેશ જ્યુસ નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ટેટ્રાપેક જ્યુસ નો ઉપયોગ બને ત્યા સુધી અવોઈડ કરવો . આજે મેં એબીસી જ્યુસ બનાવ્યું. આ જ્યુસ ખાંડ ફ્રી છે એટલે ડાયાબિટીસવાળા પણ પી શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 1 નંગએપલ
  2. 1 ટુકડોબીટ
  3. 1 નંગગાજર
  4. 1 ચુટકીસંચળ પાઉડર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચુટકીમરી પાઉડર
  7. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જ્યુસ માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી ગાજરને છોલીને ધોઈ લેવું બધી સામગ્રી ધોઈ અને સમારી લેવી.
    નોંધ : આ જ્યુસ મા આદુનો ટુકડો અને ફૂદીનાના પાન પણ નાખી શકાય.

  2. 2

    મિક્સર જારમાં બધું મિક્સ કરી તેમાં મીઠું સંચળ પાઉડર મરી પાઉડર અને જરૂર મુજબ પાણી નાખી બ્લેન્ડ કરી લેવું.

  3. 3

    એક તપેલીમાં ગરણી રાખી જ્યુસને ગાળી લેવું

  4. 4

    છેલ્લે તેમાં એક ટીસ્પૂન લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું.

  5. 5

    સર્વિંગ ગ્લાસમાં કાઢી ફ્રેશ જ્યુસ સર્વ કરવું.
    આ જ્યુસ જયારે પીવુ હોય ત્યારે ફ્રેશ જ બનાવી અને તરત જ પી જવુ.
    તો તૈયાર છે
    એ બી સી જ્યુસ
    એપલ
    બીટ
    કેરોટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes