દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week17
#Dal Makhani

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧૫૦ ગ્રામ આખા અડદ
  2. ૫૦ ગ્રામ રાજમા
  3. કાંદો (ઝીણો સમારેલો)
  4. ૧ કપટોમેટો પ્યુરી
  5. ૧-૨ લીલા મરચા
  6. ૬-૭ કળી લસણ
  7. ૪-૫ કળી પત્તા
  8. ૧ ઇંચઆદું
  9. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ટીસ્પૂનકસૂરી મેથી
  11. ૧/૨ ટીસ્પૂનજીરુ
  12. ૧/૨ કપક્રીમ અથવા મલાઈ
  13. ૩ ટેબલસ્પૂનબટર
  14. મીઠું (સ્વાદ મુજબ)
  15. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ આખા અડદ અને રાજમાં ને ૩ થી ૪ પાણીએની ધોઈને વાસણમાં ૮-૯ કલાક માટે પાણીમાં પલાળી દો

  2. 2

    ત્યારબાદ એક મોટા વાસણમાં દાલ અને પાણી ઉમેરીને તેને ૩૦ થી ૩૫ મિનિટ સુધી ધીમા આંચે ગેસ ઉપર બાફવા દો

  3. 3

    હવે વઘાર માટે એક કડાઈમાં દેશી ઘી ગરમ કરવા મુકો પછી તેમાં જીરુ,આદુ-લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો એમાં કળી પત્તા સુધારેલા કાંદા ઉમેરી લાલ થાય ત્યાં સુધી સાંતળો હવે તેમાં ઝીણા સમારેલા લીલા મરચા અને હિંગ ઉમેરી ફરીથી સાંતળો ત્યારબાદ ટામેટાંની પ્યુરી ઉમેરી ૫ થી ૧૦ મિનિટ સાંતળો પછી એમાં લાલ મરચું પાઉડર ઉમેરીને સાંતળી લો

  4. 4
  5. 5

    હવે વઘારને બાફેલી દાલ માં મિક્સ કરી દો હવે દાળને ૨૦ થી ૨૫ મિનિટ સુધી આ જ રીતે તૈયાર થવા દો પછી તેમાં બટર, ફ્રેશ ક્રીમ ઉમેરીને દાલ ને હલાવતા રહો જો દાળ ઘટ્ટ થાય તો એક કપ પાણી ઉમેરીને ફરીથી થવા દો એમાં કસૂરી મેથી અને કોથમીર નાખીને 2 મિનિટ ઉકાળી દો તૈયાર છે.... દાળ મખની

  6. 6
  7. 7

    દાલ મખની ને પરોઠા અથવા જીરા રાઈસ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral A Panchal
પર

Similar Recipes