મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

sandip Chotai
sandip Chotai @Sandip
Junagadh

મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫-૬ વ્યકિત માટે
  1. ૨૫૦ ગ્રામ બેસન
  2. ૧૦૦ ગ્રામ લીલી સમારેલી મેથી
  3. ૫૦ ગ્રામ લીલું સમારેલું લસણ
  4. ૨૫ ગ્રામ લીલાં સમારેલા મરચાં
  5. ૫ ગ્રામ હીંગ
  6. ૫ ગ્રામ હળદર
  7. ૨૦ ગ્રામ મરી
  8. ૧૦ ગ્રામ અજમો
  9. ૧ નાનું પાઉચ ઇનો
  10. લીંબુ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેસન ને એક વાસણ માં લઈ પાણી ઉમેરી થોડું ઘટ્ટ રહે તે રીતે એકસરખું સમિશ્રિત કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં ઇનો અને લીંબુ નીચોવી મીઠું, મરી,હળદર, અજમો ઉમેરી ખૂબ હલાવો. મિશ્રણ માં તૈયાર કરેલ મેથી,લસણ અને મરચા ને ઉમેરી એકદમ મિશ્રિત કરો.

  3. 3

    કડાઈ માં ધીમી આંચ પર તેલ ગરમ કરો. ચમચી અથવા હાથ વડે જેમ અનુકૂળ પડે તેમ તેલ માં તૈયાર કરેલ મિશ્રણ ને ઉમેરી ને ભજીયા તૈયાર કરો

  4. 4

    તળાય જાય એટલે ગરમ ગરમ મેથી નાં ભજીયા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sandip Chotai
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes