શેર કરો

ઘટકો

૧૧/૨ કલાક
૧૨
  1. શાકભાજી
  2. જુડી મેથી
  3. ૧૧/૨ જુડી લીલા ધાણા
  4. શક્કરીયું
  5. મોટા બટાકા
  6. મોટું રતાળું
  7. ૧/૪સુરણ
  8. ૪-૫ રવૈયા
  9. ૬ મોટી ચમચીઆદુ મરચાં લસણ પેસ્ટ
  10. કાચુ કેળું
  11. ૫૦૦ સુરતી પાપડી
  12. ૩૫૦ તુવેરના દાણા
  13. મુઠીયા માટે
  14. ૧૦૦ ગ્રામ ચણાનો જાડો લોટ
  15. ૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  16. ૪ ચમચીમરચું
  17. ૨ ચમચીધાણાજીરુ
  18. મીઠું
  19. ૪-૫ ચમચી ખાંડ
  20. ૪-૫ મોટી ચમચી તેલ
  21. મસાલો કરવા
  22. ૪-૫ ચમચી લાલ મરચું
  23. ૫-૬ ચમચી ખાંડ
  24. ૨ ચમચીહળદર
  25. ૧૦૦ ગ્રામ સુકુ કોપરુ
  26. ૧/૨ વાડકીતલ
  27. ૧૦૦ ગ્રામ વાટેલી તુવેર
  28. ૨ ચમચીગરમ મસાલો
  29. ૩ ચમચીધાણાજીરુ
  30. અન્ય સામગ્રી
  31. ૨૦૦ ગ્રામ તેલ
  32. ૬-૭ સુકા મરચાં
  33. ૩-૪ ચમચી અજમો
  34. જામફળ

રાંધવાની સૂચનાઓ

૧૧/૨ કલાક
  1. 1

    પાપડી અને ૨૫૦ તુવેર ના દાણા ફોલેલા લઈ ધોઈ કુકરમાં એક સીટી વગાડી બાફી લો.

  2. 2

    મસાલા માટે ૧૦૦ ગ્રામ તુવેરના દાણા મીક્ષચરમાં પીસી લો. તલ અને કોપરૂ ક્રશ કરી લો.કોથમીર જીણી સુધારી બધાજ મસાલા નાખો. મીઠુ નાખી મસાલો તૈયાર કરો.

  3. 3

    બધાજ કંદ છાલ ઉતારી કટકા કરી ૮૦ % ચડે એમ તળી લો. (અથવા કુકરમાં એક સીટી વગાડી લો)કંદના ટુકડા થોડા મોટા રાખવા.

  4. 4

    રવૈયા કાપા કરીને તૈયાર કરેલા મસાલામાં ભરી લો.

  5. 5

    મુઠીયા માટે બન્ને લોટ ભેગા કરી. મસાલો કરો.મેથી જીણી સમારી ધોઈ લોટમાં નાખો. ચડિયાતુ તેલ નાખી બરાબર મસળો. નાના મુઠીયા બનાવી તળી લો. (મઠીયા બનાવવા પાણીનો ઉપયોગ ન કરવો)

  6. 6

    મુઠીયા તળેલા તેલમાં બધા કંદ તળવાથી એક ફ્લેવર મળશે). કાચા કેળાના કટકા કરી તળી લો.

  7. 7

    બાફેલીપાપડી દાણામાથી પાણી કાઢી લો.

  8. 8

    ચડિયાતુ તેલ મુકી વઘારમાં અજમો સુકા મરચાં મુકી પાપડી દાણા નાખો. હળદર મરચું નાખો થોડું. હવે ભરેલા રવૈયા નાખી ચડવા દો. જામફળ સમારેલા નાખો.બધા તળેલા કંદ કેળા અને મસાલો નાખો. બરાબર હલાવી લો.ગેસ ધીમો રાખો

  9. 9

    મુઠીયા નાખી ને ઢાંકીને થોડીવાર થવા દો. ઉપરથી જરૂર પડે તો ગરમ કરેલું તેલ થોડું કાશ્મીરી મરચું નાખી થવા દો. બધા શાક માં મસાલો ભળવા દો.લીલા કાપેલા મરચાં નાખો.

  10. 10

    તીખુ ગળચટ્ટુ ઉંધીયું સારુ લાગેછે.વધારે તેલ ઉંધીયામાં હોય છે. મેં અહીં પ્રમાણમાં ઓછુ તેલ લીધુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes