મેથી ની મઠરી (Methi Mathri Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#GA4
#Week19
#Methi
મઠરી એક મેંદા અને બેસન માંથી બનાવામાં આવે છે.તેને ડબ્બા માં ભરી 10-15 દિવસ સ્ટોર કરી શકાય છે.તેને ગરમા ગરમ ચા જોડે સવઁ કરવા માં આવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30મિનિટ
10-12 નંગ
  1. 1/2 કપમેંદો
  2. 1/2 કપબેસન
  3. 1 ચમચીરવો
  4. 1/2 કપસમારેલી બ્લાન્ચ કરેલી મેથી
  5. 1/2 ચમચીમરી પાઉડર
  6. 1/2 ચમચીઅજમો
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 2ચમચા ઘી
  9. 1/2 ચમચીહળદર પાઉડર
  10. સવિઁગ માટે
  11. ચા

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    એક બાઉલ માં મેથી બ્લાન્ચ કરી લો.હવે કથરોટ માં મેંદો અને બેસન લો.

  2. 2

    હવે તેમાંમરી,અજમો,હળદર,મીઠુ,ઉમેરો. ત્યારબાદ તેમાં પીગળેલું ઘી અને મેથી ઉમેરી મિક્સ કરો.જરુર જણાય તો પાણી ઉમેરી લોટ બાંધી લો.

  3. 3

    હવે તેને 10 મિનિટ રેસ્ટ આપી ત્યારબાદ તેના બે ભાગ કરી એક ભાગ ની મોટી રોટલી વણી લો.

  4. 4

    હવે નાની વાટકી વડે ગોળ કટ કરી લો.હવે તેને વચ્ચે કાપા પાડી તેલ માં ગુલાબી તળી લો.

  5. 5

    આમ બધી મઠરી તૈયાર કરી લો.જુદા જુદા શેપ ની પણ બનાવી લો.ઠંડી પડે એટલે એરટાઇટ કંટેનર માં ભરી લો, ચા જોડે સવઁ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes