મેથી મટર મલાઈ (Methi matar malai recipe in Gujarati)

Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
શેર કરો

ઘટકો

45 મીનીટ
3 સર્વિંગ્સ
  1. ગ્રેવી માટે
  2. 2ડુંગળી
  3. 6કળી લસણ
  4. 10 નંગકાજુ ના ટુકડા
  5. સબ્જી માટે
  6. 4 ટેબલસ્પૂનકસૂરી મેથી
  7. 1 કપવટાણા
  8. 1 ટેબલસ્પૂનબટર
  9. 1 ટેબલસ્પૂનઘી
  10. 1 ટેબલસ્પૂનતેલ
  11. 1 ટી સ્પૂનશાહી જીરુ
  12. ખડા મસાલા: 1તેજ પત્તા, 1 મોટી ઇલાયચી, 1ગ્રીન ઇલાયચી, 1 લવીંગ અને 1/2 ઇંચ તજ નો ટુકડો
  13. 2સમારેલી મરચી
  14. 1 ટેબલસ્પૂનઝીણું સમારેલ આદું
  15. 3 ટેબલસ્પૂનદહીં
  16. 1 ટી સ્પૂનખાંડ
  17. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  18. 1 ટી સ્પૂનધાણા જીરુ પાઉડર
  19. 1/2 ટી સ્પૂનમરચું પાઉડર
  20. 1 ટી સ્પૂનગરમ મસાલો
  21. 2 ટેબલસ્પૂનમલાઈ અથવા ક્રીમ
  22. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી, લસણ અને કાજુ ને પાણી માં બોઇલ કરી લ્યો. ડુંગળી એકદમ ટ્રાન્સપેરેન્ટ થાય ત્યાં સુધી બોઇલ કરી લ્યો. પછી તેમાં થી પાણી ગાળી લ્યો.

  2. 2

    તેની પ્યૂરી બનાવી લ્યો.

  3. 3

    કસૂરી મેથી ને હુંફાળા પાણી માં 10 મીનીટ પલાળીનો રાખો અને વટાણા ને બ્લાન્ચ કરી લ્યો.

  4. 4

    એક પેન માં થોડું તેલ લઇ તેમાં પલાળેલ કસૂરી મેથી અને વટાણા 5 મીનીટ સુધી સાતડી લ્યો.

  5. 5

    બીજા એક પેન માં તેલ સાથે બટર અને ઘી ગરમ કરો.

  6. 6

    તેમાં શાહી જીરુ અને ખડા મસાલા ઉમેરો. તેમાં મસાલા પાઉડર ઉમેરી તૈયાર કરેલ પ્યૂરી ઉમેરો. તેમાં સમારેલી મરચી અને આદું કરો. 10 મીનીટ સુધી પકાવી.

  7. 7

    પછી તેમાં સહેજ મીઠું સાથે ફેટેલુ દહીં ઉમેરો. અથવા દહીં સાથે મલાઈ ફેંટીને પણ ઉમેરી શકાય.

  8. 8

    10 મીનીટ સુધી પકાવી લ્યો.

  9. 9

    પછી તેમાં સાતડેલી મેથી અને વટાણા ઉમેરો.

  10. 10

    ત્યારબાદ તેમાં ગરમ મસાલો ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું કરો.

  11. 11

    હવે તેમાં મલાઈ અથવા ક્રીમ ઉમેરો.

  12. 12

    3 મીનીટ સુધી પકાવી લ્યો. ગરમા ગરમ ફુલકા રોટી અથવા પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
પર

ટિપ્પણીઓ

Similar Recipes