મેથી મટર મલાઈ (Methi matar malai recipe in Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

મેથી મટર મલાઈ (Methi matar malai recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
5 લોકો માટે
  1. બાઉલ ઝીણી સમારેલી મેથીની ભાજી
  2. 1/2વાટકી બાફેલા વટાણા
  3. ૩ ચમચીમગજતરીના બી
  4. કટકા કાજુ
  5. ૫ નંગટામેટા
  6. ડુંગળી
  7. આદુ મરચા લસણ
  8. મીઠું જરૂર મુજબ
  9. ૨ ચમચીલાલ મરચું
  10. ૧ ચમચીધાણાજીરૂ
  11. 1/2ચમચી જીરૂ
  12. 1/2ચમચી હળદર
  13. 1/2ચમચી ખાંડ
  14. ૨ ચમચીગરમ મસાલો
  15. ૨ ચમચી શેકેલું દહીં
  16. ૩ ચમચીશેકેલી મલાઈ
  17. સાંતળવા માટે તેલ
  18. ઉપરથી કોથમીર ડેકોરેશન માટે
  19. ૨ ચમચીલસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી મેથીને ઝીણી સુધારી થોડીવાર સાંતળો. ત્યારબાદ મિક્સરમાં ટામેટાં, ડુંગળી, આદુ મરચાં, મગજતરી ના બી, કાજુ નાખી ક્રશ કરો.

  3. 3

    ત્યારબાદ સાંતળેલી મેથીની ભાજીને સાઈડમાં રાખો. ત્યારબાદ બીજી કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લસણની ચટણી, લીલા મરચાના કટકા નાખી સાંતળો.

  4. 4

    ત્યારબાદ તેમાં ટમેટાની પ્યુરી નાખી હલાવો. ત્યારબાદ તેમાં મીઠું, મરચું, ધાણાજીરૂ, ખાંડ, ગરમ મસાલો નાખી હલાવો. તેને થોડીવાર ઢાંકીને રાખો.

  5. 5

    ત્યારબાદ તેમાં બાફેલા વટાણા, સાંતળેલી મેથીની ભાજી નાખી હલાવો. ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં ફેટેલુ દહીં અને મલાઈ નાખી હલાવો.

  6. 6

    ત્યારબાદ છેલ્લે ઊપરથી કોથમીર નાખી ડેકોરેશન કરો.

  7. 7

    તો રેડી છે બધાની મનપસંદ ટેસ્ટી અને સ્પાઈસી મેથી મટર મલાઈ. જે પરોઠા અથવા નાન સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

Similar Recipes