પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)

Arpita Sagala
Arpita Sagala @cook_27786468

અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની .

પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)

અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ લોકો
  1. ૧ વાટકીતુવેરની દાળ
  2. ૧ વાટકીમગ ની પીળી દાળ
  3. ૧ વાટકીમગ ની લીલી ફોતરાં વાળી દાળ
  4. ૧ વાટકીઅડદ ની દાળ
  5. ૧ વાટકીચણાની દાળ
  6. મીડીયમ ડુંગળી
  7. ટામેટા
  8. ૧૦ કળી લસણ
  9. ૫ ચમચીતેલ
  10. ૧ ટેબલસ્પૂનજીરુ
  11. ૧ ચમચીહીંગ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૨ ચમચીમરચું
  14. ૧ ચમચીહળદર
  15. ૨ ચમચીધાણાજીરૂ
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. લીંબુ નો રસ
  18. બાટી માટે ૨ મોટા વાટકા ઘઉં નો લોટ
  19. વાટકો
  20. ૧ વાટકીઘી
  21. મીઠું સ્વાદાનુસાર
  22. ૧ ચમચીઅજમો
  23. ૧ ચમચીહળદર
  24. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  25. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલાં પાંચેય દાળ ને એક વાસણમાં લઈ અને બરાબર ઘોઇ લો અને તેને કૂકરમાં બાફવા મૂકી દો

  2. 2

    હવે બાટી માટે નો લોટ બાંધી લો તેના માટે ઘઉં નો લોટ, રવો, ઘી, મીઠું, હળદર,અજમો અને બેકિંગ સોડા નાખી ને મિકસ કરો અને પરોઠાં જેવો લોટ બાંધવો

  3. 3

    હવે એક મોટા વાસણમાં તેલ નાંખવું અને જીરું, હીંગ નાખી ને લસણ નાખી દો પછી ડુંગળી કિસ કરેલી નાંખવી ડુંગળી સેકાઇ જાય પછી ટામેટા નાંખી હલાવી લો

  4. 4

    પછી બઘાં જ મસાલા નાખી દો ને હલાવી લો અને બાફેલી દાળને તેમાં નાંખી હલાવી લો

  5. 5

    હવે લોટ ના નાના નાના લોયા કરી ને કૂકર માં એક ચમચી ઘી નાખીને લોયા ચાર થી પાંચ મૂકો કૂકરમાં લોયા હલાવી સકાય એ રીતે મૂકો પછી કૂકરમાં થી સીટી કાઢી લેવી

  6. 6

    થોડી થોડી વારે કૂકર હલાવવું જેથી બાટી બઘી જ સાઇડ થી સેકાઇ જાયગેસ ધીમો રાખવો ૧૦ મિનિટ માં બાટી થઇ જાય છે

  7. 7

    હવે બાટી ને ઘી માં બોળવી અને તરત કાઠી લો

  8. 8

    તૈયાર છે દાલ બાટી ખુબ જ ગમે તેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Sagala
Arpita Sagala @cook_27786468
પર

Similar Recipes