દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641
શેર કરો

ઘટકો

60 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1મોટી દુધી
  2. 2 કપખાંડ
  3. 1/2 લિટરમલાઈવાળું દૂધ
  4. લીલો ફૂડ કલર(optional)
  5. 4-5 ટી સ્પૂનઘી
  6. 7-8 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને છોલી અને ખમણીથી છીણી નાખવી

  2. 2

    ત્યારબાદ મોટા વાસણમાં ઘી મૂકી, એ ગરમ થાય એટલે એમા છીણેલી દૂધી ઉમેરી લઈ ધીમા તાપે થોડીવાર હલાવવું

  3. 3

    થોડીવાર પછી તેમાં મલાઈવાળું દૂધ મિક્સ કરી દેવું અને મીડીયમ તાપે હલાવતા રહેવું

  4. 4

    બધુ દૂધ બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરવી. અને જો દુધી સફેદ હોય અને જરૂર હોય તો જ ફૂડ કલર જરાક ઉમેરવો

  5. 5

    ખાંડનું બધુ પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું. છેલ્લે બદામને સુધારી ઉપર ગાર્નીશિંગ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

ટિપ્પણીઓ

Similar Recipes