દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
શેર કરો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
૩-૪ વ્યકિત
  1. ૫૦૦ ગ્રામ દુધી
  2. ૫૦૦ ગ્રામ મલાઈવાળું દૂધ
  3. ૨૫૦ ગ્રામ ખાંડ
  4. ૨ ચમચીમિલ્ક પાઉડર
  5. ૧ મોટી ચમચીઘી
  6. સજાવટ માટે બદામ

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને છાલ કાઢીને તેને ધોઈ નાખો અને પછી તેને છીણી લો. હવે કડાઈમાં તેમાં દૂધી ની છીણ નાખીને હલાવો.

  2. 2

    દુધીની છીણ નાખ્યા પછી ધીમા તાપે ચાર થી પાંચ મિનીટ સુધી પકાવો. પછી તેમાં મલાઈવાળું દૂધ, મલાઈ ઉમેરો અને ફરીથી બરાબર હલાવી નાખો અને ધીમા તાપે પાકવા દો.

  3. 3

    હવે તેમાં બે ચમચી મિલ્ક પાઉડર ઉમેરો અને હલાવીને ધીમે તાપે ઉકળવા દો. હવે દૂધ ઘટ્ટ થવા લાગશે અને ઉકળી -ઉકળીને ઓછું પણ થઈ જશે.

  4. 4

    પછી તેમાં ખાંડ ઉમેરો અને હલાવો. હલવાને ધીમે તાપે વારંવાર હલાવતા રહેવું જેથી નીચેથી દાજી ન જાય તે ધ્યાન રાખવું.

  5. 5

    પંદરથી વીસ મિનિટ પછી ખાંડમાંથી છૂટેલું પાણી અને દૂધ પણ બધું સુકાઇ જાય છે અને હલવાનું મિશ્રણ એકદમ ઘટ્ટ અને ડ્રાય થઈ જશે તમે નીચે ચિત્રમાં જોઈ શકો છો.

  6. 6

    દુધીનો હલવો બનીને તૈયાર છે. તેને બદામથી સજાવી પીરસો.તેને તમે તમારી મનપસંદ પ્રમાણે ગરમ પણ ખાઇ શકો છો અને ઠંડો કરીને પણ ખાઈ શકો છો.બંને રીતે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes