રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  1. 500 ગ્રામરીંગણ (2 નંગ)
  2. 2 કપ- પાણી
  3. 2 ટેબલ સ્પૂન- તેલ
  4. 1 ટેબલ સ્પૂન- ઘી
  5. 1ટેબલ સ્પૂન- રાઈ,જીરું
  6. 1 ચપટીહિંગ
  7. 1/4ટી-સ્પૂન હળદર
  8. 2 નંગલીલું મરચું,આદું
  9. 1ટેબલ સ્પૂન- કાશ્મીરી મરચું
  10. 4 નંગ- ડુંગળી (ઝીણા સમારેલા)
  11. 5 નંગ- ટામેટાં (ઝીણા સમારેલા)
  12. 1ટી-સ્પૂન- ધાણાજીરું
  13. 1ટી-સ્પૂન- ગરમ મસાલો
  14. લીલું લસણ
  15. મીઠું પ્રમાણસર
  16. સજાવટ
  17. કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    રીંગણ ને તેલ લગાવી ને ગૅસ પર શેકવા.થોડી વારે ફેરવી-ફેરવી ને બરાબર આખુ રીંગણ શેકી લેવું. શેકાઈ જાય એટલે એક વાટકા ની અંદર પાણી ની અંદર મીઠું નાખીને રીંગણ પલાવું જેથી રીંગણ ના છોડા જલ્દી થી ખડવામાં આસાની રહેશે.

  2. 2

    ગૅસ પર એક વાસણ માં ઘી અને તેલ બન્ને સાથે ગરમ કરીને તેમાં જીરું,રાઈ, હિંગ, હળદર, મરચું, ડુંગળી (ઝીણા સમારેલા) નાખી ને સાંતળવું.

  3. 3

    ડુંગળી સાંતળય જાય પછી તેમાં ટામેટાં નાખીને હલાવીને ચઢાવું. પછી તેમાં બધા મસાલા નાંખીને ધીરેથી હલાવીને સાંતળવું.

  4. 4

    પછી તેમાં ક્રશ કરેલું રીંગણ ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરવું.

  5. 5

    પછી તેમાં લીલું લસણ ઉમેરીને 5-7 મીનીટ થોડી થોડી વારે હલાવીને ચઢાવું. પછી ઉપરથી ધાણા નાખીને એક ડીશ માં પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Shah
Pooja Shah @pooja
પર

ટિપ્પણીઓ

Similar Recipes