મેક્સિકન બરિટો બાઉલ (Mexican Burrito Bowl Recipe in Gujarati)

Manisha Parmar
Manisha Parmar @cook_25976255

#GA4
#week21
#મેક્સિકન
#rajma
મેક્સિકન રેસીપી ખૂબ જ હેલ્ધી એની સાથે ખૂબ જ કલરફુલ હોય છે તે ખાવામાં પણ મજા આવે છે એની તૈયારીમાં થોડોક ટાઈમ લાગે છે પણ જો preparation કરેલી હોય તો ફટાફટ રેસીપી બની જાય છે

મેક્સિકન બરિટો બાઉલ (Mexican Burrito Bowl Recipe in Gujarati)

#GA4
#week21
#મેક્સિકન
#rajma
મેક્સિકન રેસીપી ખૂબ જ હેલ્ધી એની સાથે ખૂબ જ કલરફુલ હોય છે તે ખાવામાં પણ મજા આવે છે એની તૈયારીમાં થોડોક ટાઈમ લાગે છે પણ જો preparation કરેલી હોય તો ફટાફટ રેસીપી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 1 કપબાફેલા રાજમાં
  2. 2 કપછૂટો ભાત
  3. 1 કપલાલ,લીલા,પીળા શિમલા મરચા
  4. 1 કપગાજર
  5. 2ટામેટા
  6. 3-4લીલી ડુંગળી
  7. 1ડુંગળી
  8. 3 ટેબલ સ્પૂનઝીણું સમારેલું લસણ
  9. ચીઝ સ્લાઈસ કે છીણેલું ચીઝ
  10. થોડાનાચોસ
  11. 2 ચમચીકેચઅપ
  12. સમારેલી કોથમીર
  13. 1ચચી કાળા મરી નો પાઉડર
  14. 1 ચમચીચીલી ફ્લેક્સ
  15. 1 કપબાફેલી મકાઈ ના દાણા
  16. સોર ક્રીમ માટે
  17. 1 ટેબલ સ્પૂનહંગ curd
  18. 1 ચમચીલીંબુ નો રસ
  19. સ્વાદ અનુસારમીઠું
  20. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    પહેલા પહેલા બધા શાક જુલિયન કટ કાપી લો

  2. 2

    હવે મેક્સિકન રાઈસ બનાવવા માટે પહેલાં એક પેનમાં એક ટેબલસ્પૂન તેલ લઈ તેમાં લસણ સાંતળી લો અને ડુંગળી પણ સાંતળી લો હવે તેમાં લાલ લીલી પીળી કેપ્સિકમ ઉમેરો ત્યારબાદ તેમાં મકાઈના દાણા ઉમેરો અને બરાબર સાંતળી લો ધ્યાન રાખો કે આ બધા શાક ઓવરકૂક ન થઈ જાય તેનું ધ્યાન રાખો ત્યાર બાદ તેમાં ભાત ઉમેરો પછી તેને બરાબર હલાવો પણ ધ્યાન રાખવું કે ચોખાના દાણા તૂટી ન જાય હવે તેમાં ટોમેટો કેચઅપ ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું નાંખી બરાબર હલાવી સાઈટ પર મુકી દો જો તમને વધારે ભીખુ જોઈએ તો ચીલીસોસ ઉમેરી શકો છો

  3. 3

    હવે એક પેનમાં ફરી એક ટેબલ સ્પૂન તેલ લઈ તેમાં વધેલું 1/2 લસણ સતાળી લો અને ત્યારબાદ તેમાં લીલી ડુંગળી ઉમેરો અને તેને પણ સાતળી લો હવે તેમાં 1 કાપેલો ટામેટું ઉમેરો અને તેને પણ સાંતળી લો ટામેટા સોફ્ટ થાય એટલે તેમાં બાફેલા રાજમા ને સહેજ મેશ કરીને તેમાં ઉમેરી લો હવે તેમાં ટોમેટો કેચપ અને ચીલી ફ્લેક્સ ઉમેરો જો તમને વધારે તીખું જોઈએ તો તેમાં આ સ્ટેપમાં ચીલીસોસ ઉમેરી શકો છો હવે રાજમાં સહેજ 1/2 કપ પાણી ઉમેરીને તેને 5 થી 6 મિનિટ સુધી બરાબર cook કરી લો

  4. 4

    હવે આપણે સાર ક્રીમ બનાવી લઈએ તેની માટે એક બાઉલમાં hung curd લઈ તેમાં લીંબુનો રસ મીઠું અને મરી પાઉડર ઉમેરીને બરાબર હલાવી લો ખૂબ જાડું હોય તો તેમાં તમે એકથી બે ચમચી પાણી ઉમેરીને તેની consistency સેટ કરી શકો છો

  5. 5

    હવે આપણે કાચું સાલસા બનાવી લઈએ તેની માટે એક બાઉલમાં ડુંગળી લઈ તેમાં ઝીણા કાપેલા ટામેટા ઉમેરી તેમાં મીઠું લીલા મરચાં અને કોથમીર અને બરાબર ટામેટા દબાવીને મિક્સ કરી લો

  6. 6

    હવે બાકી બધી સામગ્રી આપણે એસેમ્બલ કરી એ પહેલાં એક બાઉલ લઈ તેમાં તેને 2/3 portion બરાબર ભરી લો અને બરાબર દબાવી લો હવે ત્યાર બાદ તેની પર રાજમાનું લેયર પાથરો અને તેની ઉપર આપણે બનાવેલી સાવર ક્રીમનું લેયર પાથ્રી લો થોડું પાતળું રાખો નહીં તો ખાટું લાગશેહવે ત્યારબાદ તેની પર cheese slice ચીઝ એ પછી ચીઝ છીણીને ઉપર ભભરાવી દો હવે ત્યારબાદ નાચોસ ને ક્રશ કરીને તેની ઉપર ભભરાવી દો અને બાકી રહેલા ના જોશથી તેને ગાર્નિશ કરી લો તૈયાર છે તમારો મેક્સિકન બરરિતો રાઈસ બાઉલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Parmar
Manisha Parmar @cook_25976255
પર

Similar Recipes