મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)

મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાલસા બનાવવા માટે એક બાઉલમાં ડુંગળી અને ટામેટા ઝીણું સમારીને નાખો.તેમા મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ ઓરેગાનો ઓલિવ ઓઈલ મરી પાઉડર અને ચાટ મસાલો,પીરી પીરી મસાલો નાખી બરાબર મિક્સ કરો અને બાજુ પર મૂકી દો.
- 2
સાર ક્રીમ બનાવવા માટે એક બાઉલમાં હંગકર્ડ લો અને તેમાં મીઠું,મરી પાઉડર અને લીંબુનો રસ નાખીને હલાવી લો તૈયાર છે સાર ક્રીમ..
- 3
રાજમા મસાલા બનાવવા માટે રાજમા ને ધોઈ ૭-૮ કલાક સુધી પલાળી રાખો પછી કૂકરમાં પાણી નાખી મીઠું નાખી ૬-૭ સીટી વગાડી બાફી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી નાખી વાટેલા આદુ અને લસણ મરચાં ની પેસ્ટ ઉમેરવી પછી તેમાં ઝીણું સમારેલું ટમેટું અને ડુંગળી નાખી બરાબર મિક્સ કરો.મીઠુ નાખી ૪-૫ મિનિટ સુધી સાંતળો.હવે તેમાં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો.પછી તેમાં રાજમા નાખી બરાબર હલાવી લો.જરુર મુજબ પાણી ઉમેરવું અને ૫-૬ મીનીટ સુધી ચડવા દો.
- 4
લીલાં ધાણા અને લીંબુનો રસ નાખીને હલાવી લો.તૈયાર છે આપણા રાજમા મસાલા...
- 5
મેક્સિકન રાઈસ બનાવવા માટે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખી ઉકળવા દો.પછી તેમાં બાસમતી ચોખા નાખો અને બાફી લો.ચારણી માં કાઢી લો.શાકભાજી સમારી લો.મકાઈ દાણા બાફી લો.
- 6
હવે એક કડાઈમાં ઓલિવ ઓઈલ ગરમ કરો તેમાં લસણ, ચીલી ફ્લેક્સ અને ડુંગળી નાખી હલાવી લો.બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો પછી બાકીના બધા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.મીઠુ અને મરી પાઉડર નાખી હલાવી લો.હવે તેમાં ટામેટા સોસ, મેક્સિકન સોસ નાખી બરાબર મિક્સ કરો.તેમા રાઈસ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 7
તૈયાર છે આપણા મેક્સિકન રાઈસ...નાચોસ ચીપ્સ અને સાલસા,સાર ક્રીમ તૈયાર રાખો.
- 8
હવે એક મોટો કાચનો બાઉલ લો.પહેલા તેમાં મેક્સિકન રાઈસ નું લેયર કરો.પછી તેમાં રાજમા મસાલા ઉમેરો... પછી સોર ક્રીમ નાખી લો.પછી સાલસા નાખી લો.ફરી રાઈસ નું લેયર કરો ઉપર ચીઝ છીણી લો.નાચોસ ચીપ્સ નો ભૂકો કરી લો અને તેમાં નાખી દો.
- 9
તૈયાર છે આપણા બરીતો બાઉલ....
- 10
મેક્સિકન બરીતો બાઉલ તૈયાર છે....
Similar Recipes
-
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
મેક્સિકન બરિટો બાઉલ (Mexican Burrito Bowl Recipe in Gujarati)
#GA4#week21#મેક્સિકન#rajmaમેક્સિકન રેસીપી ખૂબ જ હેલ્ધી એની સાથે ખૂબ જ કલરફુલ હોય છે તે ખાવામાં પણ મજા આવે છે એની તૈયારીમાં થોડોક ટાઈમ લાગે છે પણ જો preparation કરેલી હોય તો ફટાફટ રેસીપી બની જાય છે Manisha Parmar -
હરાભરા કબાબ કપ્સ વીથ મેક્સિકન સાલસા
#સ્ટાર્ટર્સહરા ભરા કબાબ એક ખૂબ જ જાણીતું સ્ટાર્ટર છે જે આપણે ઘરે કે બહાર રેસ્ટોરન્ટ માં ખાઈએ છીએ.પરતુ આજે મેં એજ સ્ટાર્ટર ને ટ્વિસ્ટ કરી નવું સ્ટાર્ટર બનાવ્યું છે અને મેક્સિકન સાલસા અને ચીઝ ઉમેરીને એકદમ ટેસ્ટી બનાવ્યું છે. Bhumika Parmar -
-
સ્પાઇસી મેકિસકન રાઈસ (spicy Mexican rice recipe in Gujarati)
#વિકમીલ૧મેક્સિકન રાઈસ એ વન પોટ મીલ ની ગરજ સારે છે.તમે દહીં અને સલાડ સાથે સર્વ કરી શકો છો.સ્પાઇસી હોવાથી ખાવાની મજા આવે છે. Bhumika Parmar -
મેક્સીકન ટાર્ટસ(mexican taarts recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૩૦ #સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલમેક્સિકન ક્યુઝીનમાં બિન્સ તેમજ સાલસા નુ આગવું મહત્વ છે. ટાકોઝ, નાચોઝ, ક્સાડિલા જેવી અનેક વાનગીઓ સાલસા સોસ સાથે પીરસાય છે. આજે હું આપની સમક્ષ રજુ કરું છું મેક્સિકન ટાર્ટસની રેસીપી જેમાં હોમમેડ ટાર્ટસ, મેક્સિકન સ્ટફિંગ, સાલસા સોસ, મેક્સિકન સોસ બનાવતા શિખવીશ, જે ઘરમાં જ ઉપલબ્ધ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. #મેક્સિકનટાર્ટસ #મેક્સિકન સ્ટફિંગ #સાલસા સોસ #મેક્સિકન સોસ Ishanee Meghani -
-
મેક્સિકન ટોર્તિલા ભેલ
#goldenapron14th week recipeમેક્સિકન ભેલ એ મેક્સિકન ડિશ નું ફ્યુઝન કરી ને બનાવી છે. જો અગાઉ થી થોડી તૈયારી કરી ને મૂકી દઈએ તો ઝડપથી બની જાય એવી આ ડિશ છે. અહીંયા મે ક્રિસ્પી બનાવવા ટોર્તિલા માં થી ચિપ્સ બનાવી છે. કિટ્ટી પાર્ટી માં સર્વ કરવા માટે પણ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
બરીટો બાઉલ (Burrito બાઉલ Recipe in Gujarati)
બરીટો બાઉલ એક મેક્સિકન ડિશ છે. આ એક સર્વિગ બાઉલ છે. આમાં વપરાતા નાચોઝ હું રેડી લાવી છું. આમાં આપણે ૪ વસ્તુઓને બનાવી ને સર્વ કરશું.#મોમ Charmi Shah -
-
-
બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)
#GA4#Week21#mexican#rajmaઆ એક one pot meal માટે ની પરફેક્ટ ડિશ છે. મેક્સિકન ક્યુઝન ને આપણે ઈસિલી accept કરી લીધું છે.પાર્ટી માટે ની આ એક પરફેક્ટ ડિશ છે..ક જેને આપણે સિંગલ serving પણ સર્વ કરી શકીએ છે. Kunti Naik -
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેક્સિકન પાલક પત્તા ચાટ (Mexican spinach leafy chat recipe Gujarati)
#FFC4#WEEK4#palakpattachaat#fusionrecipe#Mexican#International#tangy#cheesy#cookpadIndia#CookpadGujarati#dinner શિયાળામાં મળતી પાલકની ભાજીમાંથી પાલક ના પકોડા મોટાભાગે બધાના ત્યાં બધા જ હોય છે અને પાલકના પાન ના પકોડા બનાવી તેની ઉપર જુદા જુદા પ્રકાર નું ડ્રેસિંગ અને ચટણી ઉમેરી તેમાંથી chat પણ બનતી જ હોય છે. અહીં મેં મેક્સિકન સોસ અને મેક્સિકન સલાડ તેમાં ઉમેરી સાથે ચીઝ અને મેક્સિકન મસાલા ઉમેરીને એક ફ્યુઝન ચાટ તૈયાર કરેલ છે. Shweta Shah -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
આજકાલ મેરેજમાં અને ફંકશનમાં જાત જાતના સલાડ સર્વ કરવાનો ટે્ન્ડ છે . તો ચાલો બનાવીયે મેક્સિકન સલાડ#LSR Tejal Vaidya -
-
મેક્સિકન બિન બરિટો (Mexican Bean Burrito Recipe In Gujarati)
બિન બરિટો એ એક મેકસીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાં નો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આ વાનગી બનાવવામાં થોડો જ સમય લાગે છે. પણ એને ખાવાની મજા કઈક અલગ જ છે. Daxa Parmar -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#ChooseToCookમેક્સિકન રાઈસ વિથ નાચોસ Bhavisha Manvar -
બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaMrunal ji સાથે ઝુમ સેશનમાં મેક્સિકન રેસીપી શીખ્યા ઘણુ શીખવા મળ્યુ,એ બધી બેઝિક વસ્તુઓ માથી મે બરીતો બાઉલ બનાવ્યુ છે પહેલી વખત બની પણ બહુ જ સરસ બન્યું છે Bhavna Odedra -
-
-
મેક્સિકન મેગી રોલ વીથ સાલસા સોસ
#goldenapron3#સ્ટફડમેક્સિકન ફૂડએ વિશ્વભરના લોકોના દિલને આકર્ષિત કરી લીધા છે. મેક્સિકન ફૂડનો સ્વાદ અલગ અલગ દેશમાં અલગ હોય છે.આ રેસિપીમાં મેક્સિકન સ્પાઈસીસ,શાકભાજી એ પણ ટામેટા,કાંદા, કોથમીરનો સોસ બનાવા માટે ઉપયોગ કયોઁ છે. Krishna Naik -
બરિટો રાઈસ બાઉલ (Burrito rice bowl recipe in Gujarati)
#GA4#Week12#Beansબુસેટો રાઈસ ટેસ્ટમાં લાજવાબ બને છે જે નાના-મોટા બધાને પસંદ પડે એવા ચટાકેદાર બને છે. Niral Sindhavad -
મેક્સિકન હોટ પોટ (Mexican Hot Pot Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આજે અહીં હું મેક્સિકન હોટપોટ ની રેસીપી શેર કરવા જઈ રહી છું મેક્સિકન ફૂડ એવું છે જે આપણા ઇન્ડિયનને ટેસ્ટ ભાવે એવું છે અને પ્લસમાં હોટ પોટ અથવા તો વનપોટ મીલ છે કે જે આપણા માટે બનાવો ખૂબ જ ઇઝી છે છતાં પણ તે ડીલીસીયસ છે#nidhijayvinda#cookpadindia#cjm Nidhi Jay Vinda -
મેક્સિકન બરીતો રેપ (Mexican Burrito Wrape In Gujarati)
મેક્સિકન બરીતો રેપ એ હોલ મિલ કહી શકાય. આ બરીતો રેપ ઘણા બધા વેરિયેશન સાથે બનાવી શકાય છે. એમાં બ્રાઉન રાઈસ, રાજમા વગેરે ફિલિંગ ભરી ને બનાવી શકાય છે Daxita Shah -
ડેવિલ્ડ પોટેટો વીથ મેક્સિકન સાલસા
#ખુશ્બુગુજરાતકી#તકનીકજનરલી આ રેસીપી એગ્સ થી બનતી હોય છે પરંતુ જે લોકો નથી ખાતા વેજીટેરીયન છે તેઓ બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી શકે છે. મેં પન બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે પારબોઈલ કરી ડીપફા્ઈ કરી દીધાં છે એમાં મસ્ટર્ડ સોસ અને કી્મી ચીઝ સ્ટફિંગ માટે વપરાય છે પરંતુ મે થોડા ટ્વિસ્ટ કરી મેક્સીકન સાલસા બનાવી સ્ટફિંગ કર્યુ છે.જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મેક્સિકન ટાકોસ (Mexican Tacos Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreet good આ એક મેક્સિકન સ્ટ્રીટ ફૂડ છે જે હેલ્ધી છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે અને બધાને ભાવે એવું છે Dhruti Raval -
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#COOKPADINDIA ભેળ એ જુદી જુદી સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. અહીં મેં મેક્સિકન ભેળ બનાવી છે જેમાં રાજમા, મકાઈ, કેટલાંક વેજિટેબલ્સ, પનીર, નાચોઝ ને મિક્સ કરીને તેમાં કેટલાક મેક્સિકન હબૅસ્ અને હોટ એન્ડ સ્પાઇસી મેક્સિકન સોસ ઉમેરીને બનાવેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (4)