દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧ નંગ દૂધીને ખમણી ને તેમાંથી પાણી કાઢીને તૈયાર કરો.
- 2
હવે બીજી બાજુ ગેસ ઉપર એક તપેલામાં પાણી અને તેની ઉપર કાણાવાળી ચારણી માં તેલ લગાવીને તૈયાર કરો. ધીમા તાપે ગરમ મૂકી દો.
- 3
હવે બીજી બાજુ એ દૂધીમાં ૧ વાટકી સમારેલી મેથી ની ભાજી ઉમેરો.
- 4
હવે તેમાં 1/2વાટકી ઘઉંનો લોટ અને 1/2વાટકી બાજરાનો લોટ ઉમેરો.
- 5
ત્યારબાદ ચારથી પાંચ વાટકી ચણાનો લોટ ઉમેરો. અને તેમાં 1 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન લાલ મરચા પાઉડર, ૧ નંગ લીંબુ નો રસ, બેથી 3 ટેબલ સ્પૂન ખાંડ, નાની 1/2વાટકી તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો,
- 6
હવે આ બધું મિક્સ કરી લો અને એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરતા જાવ અને મુઠીયા વાળી લો અને કાળા વાળી ચારણીમાં સ્ટીમ કરવા મૂકી દો.
- 7
પંદરથી વીસ મિનિટ આ મુઠીયાને ચડવા દો અને ચાકુ વડે ચેક કરી લેવું. આ રીતે સ્ટીમ કરેલા મુઠીયા પણ ખાઈ શકાય અને વઘાર પણ કરી શકાય. વઘાર કરવા માટે મુઠીયા ને નાના નાના સમારી લો. એક પેનમાં તેલ મૂકી રાઈ અને લીમડાના પાન મૂકીને સમારેલા મુઠીયા નાખી દેવા આ રીતે વઘારેલા પણ ખાઈ શકીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#week21#દૂધીમુઠીયા(manchurian style) Shivangi Devani -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)