સમોસા (Samosa Recipe In Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧/૨ ચમચીજીરુ
  3. ચમચા તેલ
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧/૨પાણી
  6. સ્ટફિંગ માટે સામગ્રી
  7. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  8. ૧ વાટકીબાફેલા વટાણા
  9. ૨ મોટી ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચીમીઠું
  12. ચમચા તેલ
  13. ૧ નાની ચમચીગરમ મસાલો
  14. ૧ નાની ચમચીમરી પાઉડર
  15. ૧/૨લીબું
  16. ૧/૨ ચમચીહીગ
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા મેંદાના લોટમાં જીરુ, મીઠું અને તેલ નાખી ને પૂરી જેવો લોટ બાંધવો. ૧૦ મિનિટ ઢાંકી રહેવા દો.

  2. 2

    સ્ટફિંગ માટે બાફેલા બટાકા ને પહેલા જુદી લો. હવે પેન લો એમાં તેલ નાખો ગરમ થાય એટલે આદું મરચાં ની પેસ્ટ નાખી સાતળો.

  3. 3

    હવે એમાં હીગ ને હળદર ઉમેરો પછી વટાણા ઉમેરો ને હલાવો.

  4. 4

    હવે બટાકા ઉમેરી હલાવો એમાં મીઠું, ગરમ મસાલો, મરી પાઉડર ને લીબું ઉમેરી હલાવી લો.

  5. 5

    હવે લોટ મા જરાક તેલ નાખી કુણવી લો. એના નાના નાના લુવા કરો. પછી એને વણી લો.

  6. 6

    હવે એના બે ભાગ કરી લો. એક ભાગ ને ત્રિકોણ આકારમાં કરી એમાં સ્ટફિંગ ભરી લો.

  7. 7

    બધા સમોસા તૈયાર કરી લો હવે એને પહેલા કાચા પાકા ધીમે તાપે તળો. પછી ફુલ તાપે બીજી વાર તળી લો.

  8. 8

    હવે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes