મીરર કેક (Mirror Cake Recipe in Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004

#GA4
#week22
#eggless cake
#અહીંયા કેકમાં બધી જ સામગ્રી ઘરની જ વાપરેલી છે. જેથી ટોટલી એગલેસ છે તેમની આપણને પૂરી ખાતરી રહે છે.

મીરર કેક (Mirror Cake Recipe in Gujarati)

#GA4
#week22
#eggless cake
#અહીંયા કેકમાં બધી જ સામગ્રી ઘરની જ વાપરેલી છે. જેથી ટોટલી એગલેસ છે તેમની આપણને પૂરી ખાતરી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક.30 મિનિટ
  1. 2 કપમેંદો
  2. 1 કપખાંડ
  3. 1 કપદહીં
  4. 1 કપદૂધ
  5. 1/2 કપતેલ
  6. 3-4ટીપા વેનિલા એસેન્સ
  7. 2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  8. 1 ટી સ્પૂનબેકિંગ સોડા
  9. આઈસીંગ માટેની સામગ્રી***
  10. 1 કપબટર
  11. 1 કપખાંડ
  12. 1 કપદૂધ
  13. 2 ટેબલ સ્પૂનમેંદો
  14. 3-4ટીપા વેનિલા એસેન્સ
  15. લિક્વિડ foodકલર

રાંધવાની સૂચનાઓ

1 કલાક.30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં તેલ દહીં તેમજ ખાંડને મિક્સ કરી લો તેમાં મેંદો ઉમેરી મિક્સ કરતા જવું

  2. 2

    મિશ્રણ ઘટ્ટ થાય તો જરૂર મુજબ તેમાં દૂધ ઉમેરતા જવું બેકિંગ સોડા તેમજ બેકિંગ પાઉડર પણ તેમાં મિક્સ કરી લેવું

  3. 3

    ગેસ ઉપર એક તપેલામાં મીઠું નાખી તેને ગરમ કરવું એ દસ મિનિટ માટે ફ્રી હિટ થવા દેવું.

  4. 4

    એલ્યુમિનિયમના ડબ્બામાં અથવા તો કેક ટીન મા ઓઇલ થી ગ્રીસ કરી મેંદો ભભરાવી કાઢી લેવું

  5. 5

    આમાં બેટાર નાખી ટેપ કરવું અને તપેલામાં મૂકવું તપેલાને ઢાંકી દેવું

  6. 6

    દસ મિનિટ ફાસ તાપ રાખો ત્યારબાદ મીડીયમ તાપ રાખવો ૩૦થી ૩૫ મિનિટ બાદ ખોલી મદદથી જોઈ લેવું.

  7. 7

    કેક રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ડી મોડ કરી વચ્ચેથી બે પાર્ટ કરી લેવા

  8. 8

    હવે એક વાસણમાં ૨ ચમચી ખાંડ અને થોડું પાણી ઉમેરી ખાંડ સીરપ બનાવી તેની ઉપર સ્પ્રેડ કરો.

  9. 9

    આઈસીંગ ક્રીમ બનાવવા માટે એક વાસણમાં ખાંડ મેંદો ની દૂધ મિક્સ કરી લો ગેસ ઉપર ગરમ કરો સતત હલાવતા રહેવું એકદમ થીક થાય ત્યાં સુધી.

  10. 10

    હવે ગેસ ઉપરથી ઉતારી એક બાઉલમાં કાઢી ઠરવા દેવું એકદમ ઠંડુ થાય ત્યાં સુધી. બટર તથા મિશ્રણ એકદમ ઠંડુ લેવું

  11. 11

    આ બંનેને એક બાઉલમાં લઈ બ્લેન્ડર થીજ પાંચ મિનિટ માટે ચલાવું મસ્ત બહાર જેવું જ ક્રીમ તૈયાર થઈ જશે તેમાં એસેન્સ નાખી મિક્સ કરી લેવું.

  12. 12

    નાઈફ ની મદદથી કેક ઉપર એપ્લાય કરી સ્પ્રેડ કરી તેના ઉપર બીજું પણ ગોઠવી તેના ઉપર પણ ખાંડ સીરપ લગાવી ક્રીમ લગાવવું ની બધી બાજુ સ્પ્રેડ કરી લેવું

  13. 13

    એને mirror લુક આપવા માટે થોડી જેલી બનાવી તેમાં લિક્વિડ કલર એસેન્સ નાખી જાડો દોરો લઈ તેમાં પલાળી કેક ઉપર વાંકોચૂકો ગોઠવી ધીરેથી સરકાવી લેવો તેથી ફટાફટ અને જલ્દી ડિઝાઇન તૈયાર થઈ જશે આ છે આપણી કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes