ચીઝ બુર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai
શેર કરો

ઘટકો

3 hour
૨ લોકો
  1. ૨ કપમેંદો
  2. ૧ ટીસ્પૂનયીસ્ટ
  3. ૧ ટી સ્પૂનખાંડ
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧ કપ હૂંફાળું પાણી
  6. ૩ ટી સ્પૂનઓલિવ ઓઈલ
  7. 1/2 નંગ કેપ્સીકમ
  8. 1/2 નંગડુંગળી
  9. ૧ ટીસ્પૂનઓલિવ
  10. ૧/૨ (૨ ટી.સ્પૂન)ઓરેગાનો
  11. ૧/૨ ટી સ્પૂનમિક્સ હર્બ્સ
  12. નાનું ટામેટુ

રાંધવાની સૂચનાઓ

3 hour
  1. 1

    મિક્સિંગ બાઉલમાં ઇન્સ્ટન્ટ યીસ્ટ અને ખાંડ લઈ લો અને તેમાં 1/2 કપ જેટલું હૂંફાળું પાણી ઉમેરો.

  2. 2

    પછી તે મિશ્રણમાં બે કપ જેટલો મેંદો, મીઠું અને 2 ટીસ્પૂન olive oil ઉમેરો. જરૂર પડે તો 1/2 કપ જેટલું બીજું હુંફાળું પાણી ઉમેરો અને થોડું મસળીને પછી લોટ બાંધી દો.

  3. 3

    પછી તે લોટને બે કલાક સુધી ગરમ જગ્યા હોય ત્યાં મૂકી દો. ત્યારબાદ થોડા ટામેટા, ડુંગળી અને કેપ્સિકમ ના મિડિયમ સાઈઝના કટકા કરી લો.

  4. 4

    પછી તે લોટમાંથી ૧/૩ ભાગનો લુવો લઇ લો અને તેને અલગથી તેને રોટલો વણીને ગેસ ઉપર શેકી લો. અને બાકીના લુવાને ને પણ વણી ને તેને પણ પીઝા પેનની અંદર ટ્રાન્સફર કરી લો અને fork થી ઝીણા કાણા પાડી લો.

  5. 5

    પછી તે રોટલા ઉપર ચીઝ સ્લાઈસ અને ચીઝ સ્પ્રેડ લગાવી લો. ત્યારબાદ ત્યારબાદ ચીઝ ઉપર અલગથી શેકેલો જે રોટલો છે તે મૂકી દો અને પછી તેને કવર કરી લો.

  6. 6

    પછી તેની ઉપર પીઝા સોસ લગાવી દો ત્યારબાદ થોડું ચીઝ છીણી ને લગાવી દો. અને ત્યારબાદ તેની ઉપર કેપ્સિકમ,ડુંગળી અને ઓલિવ મૂકી દો. અને રોટલા ને આજુબાજુ કોર્નર પર ઓલિવ ઓઈલ લગાવી લો.

  7. 7

    પછી તે પીઝાની 200 સેન્ટીગ્રેડ ને ટેમ્પરેચર એ microwave ની અંદર 15 મિનિટ સુધી થવા દો. હવે આપણો ચીઝburst પીઝા તૈયાર છે તેને કટ કરીને સર્વ કરી લઈએ.

  8. 8

    આપણો પીઝા હવે રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes