રાયતા મરચાં (ઇન્સ્ટન્ટ) (green chilli pickle recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#KS2
#cookpadgujarati
#cookpadindia
લીલાં મરચાં એ ગુજરાતી ભોજન નું એક ખાસ અંગ છે. લીલાં મરચાં માં અથાણાં તરીકે વિવિધ રીતે ઉપયોગ થાય છે. મરચાં ને તળી ને, વઘારી ને, તાજા અથાણાં માં, બારમાસી અથાણાં માં ખાસ્સો ઉપયોગ થાય છે. મરચાં અને મરચાં ના અથાણાં ભોજન સાથે તેમજ ગાંઠિયા ,થેપલા, ભાખરી સાથે ખાસ ખવાય છે. વઢવાણી મરચાં એ એકદમ કુણા અને મોળા મરચાં આવે છે જે શિયાળા માં ભરપૂર મળે છે અને તેને રાઈ વાળા (રાયતા મરચાં) ખાસ બનાવાય છે.
રાયતા મરચા પણ આખું વરસ રહી શકે છે. પરંતુ આજે મેં તાજા તાજા ખવાય એવા ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવ્યા છે. જેની વિધિ આખું વરસ રહે તે મરચાં ની વિધિ કરતા થોડી અલગ છે.આ મરચા મારા સ્વર્ગસ્થ સસરા ને બહુ પ્રિય હતા. મારી આ રેસિપી તેમને સમર્પિત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 100 ગ્રામમરચાં
  2. 2ચમચા રાઈ ના કુરિયા
  3. 2ચમચા તેલ
  4. 1 ચમચીહળદર
  5. 1/4 ચમચીહિંગ
  6. 2 ચમચીમીઠું (અથવા સ્વાદ પ્રમાણે)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મરચાં ને સારી રીતે ધોઈ ને કોરા કરી લો. ત્યાર બાદ તેના ડીંટિયા કાઢી વચ્ચે થી કાપી ને બી કાઢી લો. મેં પછી તેના પણ ટુકડા કર્યા છે. સામાન્ય રીતે,મરચા ને ડીંટિયા કાઢ્યા વિના વચ્ચે ચીરી મૂકી ને બીજ કાઢી લેવાય છે અને પછી તેમાં તૈયાર કરેલો મસાલો ભરાય છે.

  2. 2

    હવે તે મરચાં માં મીઠું અને1/2 ચમચી હળદર નાખી સારી રીતે ભેળવી ને ઢાંકી ને એક કલાક માટે રાખી દો. એક કલાક પછી મરચાં માં નિતરેલું પાણી કાઢી નાંખો અને નિતરવા મૂકી દો.

  3. 3

    તેલ ને ગરમ કરી લો અને પછી થોડું ઠંડુ થવા દો. એક વાસણ માં કુરિયા, મીઠું, હળદર અને હિંગ નાખો અને ભેળવો અને પછી થોડું ગરમ એવું તેલ નાખી ને ભેળવો.

  4. 4

    હવે તેમાં મરચાં નાખી સારી રીતે ભેળવી લો.

  5. 5

    ત્યાર બાદ લીંબુ નાખી ભેળવી લો.

  6. 6

    તૈયાર છે આપણા સ્વાદસભર અને ઇન્સ્ટન્ટ રાયતા મરચાં. ફ્રીઝ માં એક સપ્તાહ સુધી સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes