વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#week22
#pizza
#cookpadgujarati
અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ.

વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)

#GA4
#week22
#pizza
#cookpadgujarati
અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
2 લોકો માટે
  1. પીઝા બેઝ બનાવવા માટે:
  2. 200 ગ્રામમેંદા નો લોટ
  3. 2 tspઈષ્ટ
  4. 1 tspખાંડ
  5. 1 tbspતેલ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. હુફાળું પાણી
  8. ટોપીંગ માટે:
  9. સમારેલી કોબી
  10. સમારેલી ડુંગળી
  11. સમારેલું ગ્રીન કેપ્સીકમ
  12. સમારેલું યેલ્લો કેપ્સીકમ
  13. સમારેલું રેડ કેપ્સીકમ
  14. ટોમેટો
  15. સમારેલા મશરૂમ
  16. ઓલીવ
  17. અસેમ્બલ કરવા માટે:
  18. પીઝા સોસ
  19. રેડ ચીલી ફ્લેક્સ
  20. ઓરેગાનો
  21. ચીઝ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    એક બાઉલમાં મેંદાનો લોટ લઇ તેમાં ઇષ્ટ, ખાંડ, તેલ અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી હૂફાળા પાણીથી નરમ લોટ બાંધી લેવાનો છે.

  2. 2

    આ લોટને પ્લાસ્ટિકથી રેપ કરી અથવા તો કપડાં વડે ઢાકી એકાદ કલાક માટે સાઈડ પર રાખી દેવાનો છે.

  3. 3

    આ લોટમાંથી થોડા જાડા લુવા કરી તેમાંથી આ રીતે પીઝાનો બેઝ વણીને તેના પર કાટા વડે થોડા કાપા કરવાના છે.

  4. 4

    તેના પર પીઝા સોસ લગાવવાનો છે. તેના પર સમારેલી કોબી અને ડુંગળી ના ટુકડા મૂકવાના છે.

  5. 5

    ત્યારબાદ તેના પર ગ્રીન કેપ્સિકમ અને ચીઝ પાથરવાનું છે.

  6. 6

    ત્યારબાદ તેના પર ટોમેટો, ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સીકમ, યેલ્લો કેપ્સીકમ, ઓલીવ અને મશરૂમ પાથરવાનું છે. હવે તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરવાનું છે.

  7. 7

    180'C પર પ્રીહિટ કરેલા ઓવનમાં આ તૈયાર કરેલા પીઝા ને બેક કરવા માટે 15 મીનીટ માટે મુકવાનો છે. બેક થઈ જાય એટલે તેને ઓવનમાંથી બહાર લઈને જરા ઠંડો પડે એટલે તેને સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes