મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#WD
વુમન્સ ડે ના દિવસે મારી આ વાનગી હું Shrijal Baraiya ને અર્પણ કરું છું. આ વાનગી મેં Ekta Mam ને follow કરીને બનાવી છે.
હાંડવો એક ગુજરાતી વાનગી છે. મિક્સ દાળ અને ચોખાના મિશ્રણમાંથી હાંડવો બનાવવામાં આવે છે. હાંડવો બનાવવા માટે અથવા બેક કરવા માટે કડાઈ અથવા ઓવન બંનેનો ઉપયોગ કરી શકાય છે. હાંડવા ના ખીરામાં મિક્સ વેજીટેબલ ઉમેરીને વેજીટેબલ વાળો હાંડવો બનાવી શકાય છે. મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવો મિક્સ વેજીટેબલ વાળો હાંડવો બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
2 લોકો માટે
  1. 1/2 કપચોખા
  2. 1/4 કપચણા દાળ
  3. 1/4 કપમગ દાળ
  4. 1/4 કપઅડદની દાળ
  5. 1 tbspલાલ મરચું પાઉડર
  6. 1 tbspધાણાજીરું
  7. 1/2 tspહળદર પાઉડર
  8. 1 tspગરમ મસાલો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. નાનો કટકો દૂધી
  11. 1/4 કપવટાણા
  12. 1/4 કપસમારેલા ટામેટાં
  13. 1/4 કપસમારેલા બટાકા
  14. 1/4 કપસમારેલી ડુંગળી
  15. 3-4 નંગલીલા મરચા
  16. 4 tbspતેલ
  17. 1 tspરાઈ
  18. 1 tspજીરુ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    ચોખા અને બધી દાળ ને એક વાસણમાં ભેગા કરી ચોખ્ખા પાણીથી ધોઈને ચાર પાંચ કલાક માટે પલાળી રાખવાના છે.

  2. 2

    ત્યારબાદ તેને મિક્સર ની જારમાં લઈ થોડું પાણી ઉમેરી પીસી લેવાના છે. લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી હાંડવા નું બેટર તૈયાર કરવાનું છે.

  3. 3

    હવે આ બેટરમાં ખમણેલી દુધી, વટાણા, સમારેલા ટામેટાં, બટાકા, ડુંગળી અને લીલા મરચા ઉમેરવાના છે. બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જેથી આપણું મિક્સ વેજ હાંડવો બનાવવા માટેનું બેટર તૈયાર થઈ જશે.

  4. 4

    એક કડાઈમાં થોડું તેલ મૂકી તેમાં રાઈ અને જીરૂનો વઘાર કરીને આ બેટરને કડાઈમાં પાથરી દેવાનું છે. હવે કડાઈને ઢાકીને ધીમા તાપે હાંડવાને ચડવા દેવાનો છે એક સાઇડ ચળી જાય એટલે તેને ઉલટાવી ને બીજી સાઇડ પણ હાંડવો કુક કરી લેવાનો છે.

  5. 5

    આ રીતે બંને બાજુ બરાબર રીતે હાંડવો ચળી જાય ત્યાં સુધી ધીમા તાપે તેને કુક થવા દેવાનો છે.

  6. 6

    હાંડવા ના ટુકડા કરી તેને આ રીતે ગરમા-ગરમ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes