પાપડ રાઈતા (Papad Raita Recipe in Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

#GA4
#week23
#papad
આ મારી નાની ની રેસિપી છે. મે મહિના ની રજાઓ માં અમે મામા ના ઘરે રહેવા જતા ત્યારે આ રાઇતું અમને અચૂક ખાવા મળતું. ઉનાળા નો સમય હોય અને સાકભાજી ઓછા મળતા હોઈ છે. ત્યારે આ રાઇતું ભાકરી સાથે ખવાય જાઈ છે. તે એક અલગ પ્રકાર નું રાઇતું છે. પાપડ માં હિંગ હોવાથી એક અલગ જ પ્રકાર નો ટેસ્ટ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. પાપડ
  2. વાટકો દહીં
  3. ૧/૪ ચમચીલાલ મરચું
  4. ૧/૪ વાટકીલીલું લસણ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. વઘાર માટે
  7. ૫ (૬ નંગ)કઢી લીમડા ના પાન
  8. ૧/૪ ચમચીજીરૂ
  9. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પાપડ અને દહીં લેવા.

  2. 2

    હવે એક નાની થાળી માં પાણી ગરમ કરી ને તેમાં પાપડ ને બોળી ને તરત જ જારી પર નિતારી લેવા.

  3. 3

    હવે પાપડ ને આ રીતે કાપી લેવા.

  4. 4

    દહીં ને વલોવી લેવુ.

  5. 5

    હવે તેમાં પાપડ ઉમેરી લેવા, તેમાં મીઠું અને લાલ મરચું પણ ઉમેરી લેવા. તે તમે તમારા સ્વાદ મુજબ લેઇ સકો છો.

  6. 6

    હવે વઘાર તૈયાર કરી લેવો. એક વઘારિયા માં તેલ નાખી ને તેમાં જીરું તતડે એટલે તેમાં કઢી લીમડા ના પાન નાખી લેવા.

  7. 7

    વઘાર ને રાઈતા પર નાખી તેમાં લીલું લસણ ઉમેરી લેવુ.

  8. 8

    તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

Similar Recipes