મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#Week23
#પાપડ
પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો.

મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)

#GA4
#Week23
#પાપડ
પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૫-૬અડદના પાપડ મોટી સાઈઝના
  2. ૮થી ૧૦ કોઈન પાપડ
  3. ૧/૨ કપબાફેલી મકાઈ ના દાણા
  4. ૧ નંગનાનુું ટમેટું(ઝીણું સમારેલું)
  5. ૧ નંગનાની ડુંગળી(ઝીણી સમારેલી)
  6. ૧/૨ નંગનાનું કેપ્સિકમ(ઝીણું સમારેલું)
  7. ૨ મોટી ચમચીકોથમીર
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. ૧/૨ ચમચીચાટ મસાલો
  10. ૧/૪ ચમચીતીખાનો ભૂકો
  11. ૧/૨ નંગ લીંબુનો રસ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. તેલ તળવા પૂરતું

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    સૌ થી પહેલા એક બાઉલમાં મકાઈ,ટામેટાં,કેપ્સિકમ અને મિક્સ કરી દો.
    ત્યારબાદ તેમાં કોથમીર,મરચું,ચાટ મસાલો,તીખાનો ભૂકો,લીંબુ નો રસ અને મીઠું બધું ઉમેરી ને મિશ્રણ તૈયાર કરી દો.

  2. 2

    ➡️*હવે ધીમા તાપે તેલ ગરમ કરવા મૂકી દો.
    રોઝ પાપડ બનાવવા માટે કાતર થી પાપડ ને કિનારીએ થી રાઉન્ડ શેપમાં નીચે ફોટો માં બતાવ્યા પ્રમાણે કાપતા જાવ.👇🏻

  3. 3

    સાવ છેક સુધી ન કાપવો ફોટો માં બતાવ્યા પ્રમાણે છેલ્લે થોડો પાપડ બાકી રાખવો.👇🏻

  4. 4

    ત્યારબાદ તેની કિનારી થી શરૂ કરી ગોળ વાળતા જાવ.👇🏻

  5. 5

    ગોળ રોઝ જેવું બની જાય એટલે જે છેલ્લો ગોળ કાપ્યા વગરનો પાપડ નો ભાગ હોઈ એ નીચે આ રીતે ગોઠવી દો.👇🏻

  6. 6

    પછી સ્ટીલની ચાની ગરણી માં એ પાપડ ને ગોઠવી દો.અને ઉપર તળવાની જાળી રાખી ને તળી લો.

  7. 7

    આ રીતે વારા ફરતી બધા પાપડ તળી તૈયાર કરેલ કોર્ન વાળું મિશ્રણ તેમાં વચ્ચે ભરીને ખૂબ ટેસ્ટી પાપડ ની મજા માણો.

  8. 8

    ➡️*આમા ઉપર ખમણેલું ચીઝ નાખવાથી પણ ખૂબ ટેસ્ટી લાગે છે.
    ➡️*પાપડ તાજા જ લેવા એટલે વાળવા વખતે બટકી ન જાય.સુકાઈ ગયેલા હશે તો બટકી જશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes