બાજરા નો રોટલો ભરેલા રીંગણ બટાકા નું શાક (Bajra Rotlo Bharela Ringan Bataka Shak Recipe In Gujarati

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#GA4
#Week24
બાજરી ખાવી એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. બાજરી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરી હૃદય ને તંદુરસ્ત રાખે છે.હૃદય ની બીમારી થી બચી શકાય છે. બાજરી ખાવાથી મેગ્નેસિયમ અને પોટેશિયમ મળી રહે છે. મેં અહીંયા બાજરી ના રોટલા સાથે ભરેલા રીંગણાં- બટાકા નું શાક, ઘી - ગોળ, લસણીયા ગાજર, અને છાશ સાથે થાળી પીરસી છે. (લસણીયા ગાજરની રેસિપી મેં આગળ શેર કરી છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. બાજરી ના રોટલા માટે ઘટકો :-
  2. 200 ગ્રામબાજરી નો લોટ
  3. 2 સ્પૂનદેશી ઘી
  4. 1/2 સ્પૂનમીઠું
  5. 1 ગ્લાસપાણી
  6. શાક માટે ઘટકો :-
  7. 2નાના રીંગણા
  8. 2નાના બટાકા
  9. 1મોટુ ટામેટું
  10. 1 કપતેલ
  11. 1/2 કપમગફળી ના દાણા
  12. 1 સ્પૂનલસણની પેસ્ટ
  13. 1 સ્પૂનઆદુની પેસ્ટ
  14. 2 સ્પૂનલાલ મરચાં પાઉડર
  15. 2 સ્પૂનધાણાજીરું
  16. 1/2 ટી સ્પૂનહળદર
  17. 1 સ્પૂનહિંગ
  18. 1 મોટી સ્પૂન મીઠું
  19. 1 મોટી સ્પૂન ગરમ મસાલો
  20. 1/2 સ્પૂનખાંડ
  21. 1 સ્પૂનલીંબુ નો રસ
  22. 1 સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા ગેસ ચાલુ કરી તાવડી મુકો.લોટ માં મીઠું નાખી 25 થી 30 વાર ફોટામાં છે એ રીતે ટીપી લો.25 થી 30 વાર ટીપવાથી રોટલો ખાવામાં બહુ જ મીઠો લાગશે.

  2. 2

    લોટ ટીપી લઈ ને એક મોટો લુવો બનાવી ને બંને હાથ વડે ટીપતા જાવ એટલે રોટલો મોટો બનીને તૈયાર થઈ જશે.

  3. 3

    હવે રોટલો તાવડી પર નાખી બંને બાજુ શેકી લો. રોટલો અંદરથી નરમ અને ઉપરથી કડક બનશે.અને રોટલો ફુલાય જશે બંને રોટલો આ રીતે બનાવી લો. અને થીજેલું ઘી ઉપર લગાડો. તૈયાર છે આપણો બાજરી નો રોટલો.

  4. 4

    હવે શાક માટે મગફળી ના દાણા ને અધકચરા વાટી લો.અને ફોતરાં કાઢીને એક બાઉલમાં લઈ આદુ, લસણની પેસ્ટ, હિંગ, મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, ગરમમસાલો, ખાંડ, લીંબુ, નાખી મસાલો તૈયાર કરી રીંગણાં, બટાકા, અને ટામેટા માં માં ઉભા કાપા પાડી મસાલો ભરી લો.

  5. 5

    હવે ગેસ ચાલુ કરી કૂકરમાં તેલ મૂકી બધા ભરેલા શાક નાખી એક વાટકી જેટલું પાણી નાખી 4 થી 5 સિટી વગાડી લો અને 10 મિનિટ પછી કૂકર ખોલીને જુઓ આપણું શાક તૈયાર છે.

  6. 6

    બાજરી ના રોટલા સાથે ગરમા - ગરમ ભરેલા રીંગણાં - બટાકા, ટામેટા નું શાક સર્વ કરો.મે અહીં ઘી - ગોળ, લસણીયા ગાજર, છાશ સાથે જમવાની થાળી પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

ટિપ્પણીઓ (12)

Similar Recipes