ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Hiral
Hiral @hir252704
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
4 લોકો
  1. 8નાના રીંગણાં
  2. 4નાના બટાકા
  3. 1 કપગાઠિયા
  4. 20-25 નંગખારી શીંગ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીકાશ્મીરી લાલમરચું
  8. 1/2 ચમચીધાણાજીરું
  9. 1 નાની ચમચીગોળ
  10. કોથમીર
  11. લીંબુ નો રસ
  12. 2મધ્યમ ટામેટાં(ક્રશ)
  13. 2નાની ડુંગળી (ક્રશ)
  14. 1 ચમચીઆદુ,લીલા મરચા,કોથમીર,લસણ આખું જીરું ને ખાંડી ને પેસ્ટ કરવી
  15. વઘાર માટે
  16. 2 ચમચા તેલ
  17. 1/2 નાની ચમચીજીરું
  18. 1/4 નાની ચમચીહિંગ
  19. 1તજ નો ટુકડો
  20. 2લવીંગ
  21. 1તમાલ પત્ર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ શીંગ અને ગાઠિયા ને ખાંડી ને ત્તૈયાર કરો તેમાં હળદર,મરચું, ધાણાજીરું,ગોળ,લીંબુ નો રસ,મીઠું અને લસણ,આદુ ની તૈયાર કરેલ પેસ્ટ નાખી તેલ નાખી મિક્સ કરવું

  2. 2

    હવે રીંગણાં અને બટાકા ના આડા ઊભા કાપા પાડવા 1 ઉપર થી પડવો 1 નીચે થી પડવો

  3. 3

    બંને માં તૈયાર કરેલો મસાલો ભરવો

  4. 4

    હવે કુકર મા તેલ ગરમ થાય એટલે તજ,લવીંગ, બાદિયા,તમાલ પત્ર,જીરું,હિંગ નાખી વઘારો.

  5. 5

    Have તેમાં ડુંગળી અને ટામેટાં ક્રશ કરેલા ઉમેરો તેલ છૂટું પડે એટલે ભરેલા રીંગણાં અને બટાકા ઉમેરી સાંતળો

  6. 6

    ત્યારબાદ 1.5કપ જેટલું પાણી નાખી વધેલો મસાલો નાખી 2 સિટી કુકર ની થવા દયો

  7. 7

    કુકર ઠંડુ થાય પછી શાક ને સર્વ કરો.

  8. 8

    શાક ની ગ્રેવી માં ખડા મસાલા નો ઉપયોગ કરવા થી શાક નો ટેસ્ટ અને સુગંધ બંને બહુ જ સરસ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral
Hiral @hir252704
પર
A recipe has no soul. You as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes