દૂધી નો હલવો(Dudhi Halwa Recipe In Gujarati)

💕Happy International Women’s Day! 💕
કુકપેડ ની બધી જ Women મારી માટે એકદમ સુપર વુમન અને પ્રેરણાદાયક છે. નવી વાનગી બનાવવી, ફોટા પાડવા, માપ સાથે રેસિપી લખી શેર કરવી એ બધું જોઈએ એટલું સહેલું નથી. અહીં બધા જ અવનવી રેસિપી રોજબરોજ ખુબ જ સરસ રીતે મુકી ને શેર કરે છે. કુકપેડ જેવા માધ્યમ થી મને છેલ્લા ૯ મહિનામાં ઘણું બધું શીખવા મળ્યું છે. રોજ નવી રેસિપી તો શીખવા મળી જ એની જોડે કેવી રીતે એને સજાવવું, સરસ ફોટા પાડવા એ પણ અહીં બહુ સરસ રીતે શીખવા મળે છે.
કુકીંગ નો મને હું નાની હતી ત્યારે થી જ બહુ જ શોખ છે. અવનવી વાનગી બનાવવાનું મને ખુબ જ ગમે છે. મારી Mom કુકીંગ બહુ જ સરસ કરે; બધું જ બહુ સરસ બનાવે. હું એમની જોડે થી બહુ બધુ બનાવતા શીખી છું.
કરોના ના લોકડાઉન ના સમય June માં મેં કુકપેડ જોઈન કર્યું. એ પછી તો ઘણી બધી નવી વાનગી બનાવી. વાનગી ને સજાવી ને ફુડ ફોટોગા્ફી કરવાની પણ ખુબ જ મઝા આવે છે. રેસિપી લખવાની પણ એક અલગ જ મઝા છે. હું Cookpad પર ઘણા બધા ને ફોલો કરું છું. બધા જ મારા ફેવરેટ છે. આ બધા માં વૈભવી બેન મારા એકદમ ફેવરેટ છે. એમની બધી રેસિપી ખુબ જ સરસ હોય છે. એકદમ સરસ પૂરી ડિટેલ માં સમજાવી ને રેસિપી લખી હોય અને એવું તો સરસ ડેકોર કરી ને ફોટા પાડી ને મુકે કે ફોટા જોઈને જ મોં મા પાણી આવી જાય.
આજે મેં એમના દૂધી ના હલવા ની રેસિપી માં મારી રીતે થોડો ફેરફાર કરીને ને એકદમ સ્વાદિષ્ટ દૂધી નો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ બન્યો છે. તમારો આ રેસિપી માટે ખુબ આભાર. તમે આ જ રીતે સરસ રેસિપી બનાવી એકદમ જોરદાર ડેડેકોર કરી અમેઝીંગ ફોટા પાડી ને મુકતાં રહો અને અમને અવનવું શિખવાડતા રહો.
Thank You so much Vaibhavi Boghawala 🙏
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe In Gujarati)
💕Happy International Women’s Day! 💕
કુકપેડ ની બધી જ Women મારી માટે એકદમ સુપર વુમન અને પ્રેરણાદાયક છે. નવી વાનગી બનાવવી, ફોટા પાડવા, માપ સાથે રેસિપી લખી શેર કરવી એ બધું જોઈએ એટલું સહેલું નથી. અહીં બધા જ અવનવી રેસિપી રોજબરોજ ખુબ જ સરસ રીતે મુકી ને શેર કરે છે. કુકપેડ જેવા માધ્યમ થી મને છેલ્લા ૯ મહિનામાં ઘણું બધું શીખવા મળ્યું છે. રોજ નવી રેસિપી તો શીખવા મળી જ એની જોડે કેવી રીતે એને સજાવવું, સરસ ફોટા પાડવા એ પણ અહીં બહુ સરસ રીતે શીખવા મળે છે.
કુકીંગ નો મને હું નાની હતી ત્યારે થી જ બહુ જ શોખ છે. અવનવી વાનગી બનાવવાનું મને ખુબ જ ગમે છે. મારી Mom કુકીંગ બહુ જ સરસ કરે; બધું જ બહુ સરસ બનાવે. હું એમની જોડે થી બહુ બધુ બનાવતા શીખી છું.
કરોના ના લોકડાઉન ના સમય June માં મેં કુકપેડ જોઈન કર્યું. એ પછી તો ઘણી બધી નવી વાનગી બનાવી. વાનગી ને સજાવી ને ફુડ ફોટોગા્ફી કરવાની પણ ખુબ જ મઝા આવે છે. રેસિપી લખવાની પણ એક અલગ જ મઝા છે. હું Cookpad પર ઘણા બધા ને ફોલો કરું છું. બધા જ મારા ફેવરેટ છે. આ બધા માં વૈભવી બેન મારા એકદમ ફેવરેટ છે. એમની બધી રેસિપી ખુબ જ સરસ હોય છે. એકદમ સરસ પૂરી ડિટેલ માં સમજાવી ને રેસિપી લખી હોય અને એવું તો સરસ ડેકોર કરી ને ફોટા પાડી ને મુકે કે ફોટા જોઈને જ મોં મા પાણી આવી જાય.
આજે મેં એમના દૂધી ના હલવા ની રેસિપી માં મારી રીતે થોડો ફેરફાર કરીને ને એકદમ સ્વાદિષ્ટ દૂધી નો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ બન્યો છે. તમારો આ રેસિપી માટે ખુબ આભાર. તમે આ જ રીતે સરસ રેસિપી બનાવી એકદમ જોરદાર ડેડેકોર કરી અમેઝીંગ ફોટા પાડી ને મુકતાં રહો અને અમને અવનવું શિખવાડતા રહો.
Thank You so much Vaibhavi Boghawala 🙏
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દૂધી ને ધોઈ ને એની છાલ કાઢી છીણી થી છીણી લો. બહુ ઝીણું ઝીણ ના કરસો. હવે, કુકરનાં ડબ્બામાં દૂધી ઉમેરી જોડે દૂધ ઉમેરો. ઢાંકી ને કુકરમાં નીચે પાણી મુકી ઉપર ડબ્બો મુકી ૩ સીટી મારી લો. આવું કરવાથી દૂધી જલદી ચડી જસે અને હલવો બહુ જ જલદી બની જસે.
- 2
હવે, કુકર જરા ઠંડુ પડેએટલેઅક મોટા પેન માં ૪ ચમચી ઘી લો. જરા ગરમ થાય એટલે બાફેલી દૂધી અને જોડેનું બધું દૂધ એમાં ઉમેરો. સરસ મીક્ષ કરો. ૧-૨ મીનીટ ચડવા દો. આંગળી થી જરા દૂધી લઈ ચેક કરી જોવો કે સરસ ચડી છે કે નહિ. હવે, એમાં ખાંડ અને દૂધ નો પાઉડર ઉમેરો. સતત હલાવતાં રહો, એટલે દૂધ માં પાઉડર નાં ગટ્ટા ના પડે. બધું સરસ હલાવી મીક્ષ કરી લો.
- 3
૫-૬ મીનીટ માં એકદમ સરસ થીક થઈ જસે. હવે એમાં લીલો ફુડ કલર ઉમેરો. એનાંથી હલવા નો કલર બહુ જ સરસ આવસે. કલર મીક્ષ કરી લો. હવે એમાં પિસ્તા ની કતરણ, ઇલાયચી પાઉડર અને ગુલાબજળ ઉમેરો. બાકી નું ૪ ચમચી ઘી પણ હવે ઉમેરી લો. બધું સરસ રીતે મીક્ષ કરી હલાવતા રહો. હવે, ૧૦ મીનીટ માં હલવા માં થી ઘી છુટ્ટું પડવા લાગસે, આ સમય પર ગેસ બંધ કરી લો. તમારો હલવો તૈયાર છે. જો એનાં ચકતાં કરવાં હોય કો, ઘી થી ગી્સ કરેલી પ્લેટ માં પાથરી સરખો કરી લો. ઉપર પિસ્તા ની કતરણ પાથરો. ઉપર વરખ લગાવો.
- 4
મેં એને મોલ્ડ માં મુકી નાનાં ડિઝાઈન વાળી પીસ કર્યાં છે, ઉપર એકદમ જરા વરખ મુકી છે. પિસ્તા અને કેસર ની કતરણ ભભરાવી છે, અને આજુબાજુ ગુલાબ ની પાંદડી થી સજાવી છે.
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ એવો દૂધી નો હલવો.
Similar Recipes
-
દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)
#વિકમીલ૨દૂધી ખૂબ જ ગુણકારી છે પણ ઘણા ને દૂધી નું શાક ભાવતું નથી. પણ મીઠાઈ લગભગ બધાં ને ભાવતી હોઈ છે ખાસ કરીને ગુજરાતીઓને તો મિષ્ટાન વગર જમણ અધૂરું લાગે. એટલા માટે દૂધી નો હલવો બનાવી ને પીરસયે તો બધાં હોંશે હોંશે ખાય અને દૂધી ના ગુનો નો લાભ મેળવી શકે. દૂધી નો હલવો દરેક તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉપવાસ માં બને છે . દૂધી ના હલવાને કટકા કરીને અથવા લચકા હલવા ના સ્વરૂપ માં પણ પીરસવામાં આવે છે. Vaibhavi Boghawala -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
વાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta recipe in Gujarati)
*Fettuccine Alfredo*ફેટેચીની આલફે્ડો મારી Daughter ના સૌથી ફેવરેટ પાસ્તા છે.આમ તો આ પાસ્તા માં બહુ બધી ચીઝ નાંખી ને વાઈટ સોસ બનાવવા માં આવે છે. મને એટલી બધી ચીઝ નાંખી ને પાસ્તા બનાવવાનું યોગ્ય નથી લાગતું, એટલે મેં જરા અલગ રીતે વાઈટ સોસ બનાવ્યો છે. આ રીતે બનાવેલ પાસ્તા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. ઘરમાં બધાને ખુબ જ ભાવે છે.તમે પણ મારી આ રીત થી વાઈટ સોસ પાસ્તા બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવાં લાગ્યાં?? Suchi Shah -
દૂધી નો હલવો.(Bottle Gourd Halwa Recipe In Gujarati)
#GA4 #Week21 નેચરલ ઘટકો દ્વારા દૂધી નો હલવો બનાવ્યો છે.ફુડ કલર કે એસેન્સ નો ઉપયોગ નથી કર્યો. Bhavna Desai -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી મા બનતી વાનગીઓ અલગ અલગ રીતે બનતી હોય છેમે અહીં દૂધી નો હલવો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છેગાજર નો હલવો બનાવયે એ રીતે જ બને છેમમ્મી ની રેસિપી#ff3#week3 chef Nidhi Bole -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDદૂધી નો હલવોદુધીનો હલવો બનાવતા જ હોય છે ઉનાળામાં દુધી ઠંડક આપે છે અને બધાને ભાવે પણ છેમેં આજે વિરાજ પ્રશાંત વસાવડા ને રેસીપી ને જોઈને બનાવ્યો છેવિરાજ બેનની બધી જ રેસીપી ખુબ જ સરસ હોય છે અને હું એની ટાઈમ જોઉં છું આમ તો કુક પેડ મા બધી જ રેસીપી ખુબ જ સરસ હોય છે ખાસ તો આપણા બધા એડમીન દિશાબેન ચાવડા એકતા બેન મોદી પુનમબેન જોશી રોલી શ્રીવાસ્તવ જી વગેરે આપણને ખૂબ જ હેલ્પ કરે છે અને આપણને સપોર્ટ આપે છે તે માટે તેમનો ખુબ ખુબ આભાર અને દરેક બહેનોને મારા તરફથી હેપ્પી women's day Kalpana Mavani -
કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
કેસર-પિસ્તા રોલ મારા પતિ નાં ખુબ જ ફેવરેટ છે. જ્યારે પણ ખાવાનું મન થાય અમે અત્યાર સુધી બહારથી જ લાવતાં હતાં. આ વખતે કરોના ને લીધે છેલ્લા ૪-૫ મહિનાથી બહારનું બધું ખાવીનું જ બંધ કરી લીધું છે; એટલે આ વખતે રક્ષાબંધન પર મેં કેસર-પિસ્તા ના રોલ ઘરે જ બનાવવા નું નકકી કર્યું.અમે જ્યારે બહારથી લાવતા હતાં ત્યારે લાગતું હતું કે બહુ અઘરું હશે તેને બનાવવાનું...પણ આજે મેં જ્યારે બનાવ્યાં ત્યારે જ ખબર પડી કે આ તો બનાવવા ખુબ જ સહેલાં છે. બહુ સમય પણ નથી લાગતો અને ખુબજ સરસ ટેસ્ટી કેસર-પિસ્તા રોલ ઘરે ખુબ જ ઓછા સામાનથી આસાનીથી બનાવી સકાય છે.કેસર-પિસ્તા રોલ બહુ બધી રીતે બનાવાય છે. ઘણાં લોકો એને ચાસણી બનાવી ને બનાવે છે. મેં એને ખુબ જ સરળ રીતે, ચાસણી ની ઝંઝટ માં પડ્યા વગર એકદમ ફટાફટ બની જાય એવી રીતે બનાવ્યાં છે. અને એકદમ બજાર જેવાં બન્યાં છે. કદાચ બજાર કરતાં પણ વધારે સારા!! મારી ઘરે તો બધાને ખુબ જ ભાવ્યા. 😊🥰😍શું બનાવવા ના છો તમે આ રક્ષાબંધન પર!!! તમે પણ મારી આ રેશીપી થી કેસર-પિસ્તા રોલ જરુર બનાવજો, અને જણાવજો કે તમને કેવા લાગ્યા??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
પોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે.એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઇડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઇડલી પોડિ તરીકે ઓળખાય છે.પોડી પાઉડર પર તલનું તેલ અથવા ગરમ ઘી નાંખીને ખાવાથી તે ખુબ જ ટેસ્ટી લાગે છે. અમારી ઘરે અમે સાઉથ ઈન્ડિયન ફુડ ખુબ બનતું હોય છે,એટલે હું હંમેશા આ ટેસ્ટી તીખો પોડી મસાલો બનાવી ને જ રાખતી હોવું છું. અમે પોડી મસાલો, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઉત્પમ એ બધાં જ જોડે યુઝ કરીએ છીએ. મારી દિકરી નો તો આ પોડી મસાલો ખુબ જ ફેવરેટ છે!!પોડી માં બધી વસ્તુ ઓને સરસ સેકી ને પીસી લઈ મીક્ષ કરવામાં આવે છે. ખુબ જ સરળ રેસિપી છે. પોડી પાઉડર થોડો કકરો રાખવામાં આવે છે. હું હંમેશા વધારે પ્રમાણ માં પોડી મસાલો બનાવી એને એરટાઇટ કાચની બરણીમાં સ્ટોર કરી રાખું છું. જો તમે એને રેફ્રિજરેટર રાખશો તો,છ મહિના સુધી એ એકદમ સરસ જ રહે છે. બહાર રાખશો તો ત્રણ મહિના સુધી આરામથી બહાર સરસ રહી સકે છે.પોડી બનાવવાની બહુ બધી અલગ રીત હોય છે. સામાન્ય રીતે તેમાં ઘરમાં જ અવેલેબલ હોય એવાં જ સામાનનો વપરાશ થતો હોય છે. હું આ પોડી મસાલો ચણાદાળ, અડદની દાળ, સુકાં લાલ મરચાં, હીંગ, મીઠું, મેથી દાણાં, તલ અને લીમડાનાં પાનથી બનાવું છું. ઘણાં લોકો તેમાં સૂકું કોપરું, ગોળ અને આંમલી પણ નાંખે છે.તમે ઇચ્છો તો તમે વાપરી સકો છો. તમે મારી આ રીત થી આ પોડી મસાલો કે ગનપાઉડર બનાવી ને જરુર થી જોજો. ખુબ જ સરસ ટેસ્ટી લાગે છે. અમારો તો આ ખુબ જ ફેવરેટ છે તમારો પણ ફેવરેટ બની જસે.#Cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
વેજીટેબલ સેન્ડવીચ (vegetable Sandwich recipe in Gujarati)
#GA4#Week3#sandwichસેન્ડવિચ તમે નાસ્તાં માં ખાવ, લંચ માં કે ડીનર માં ખાવ, ટા્વેંલીગ કરતાં હોય તો જોડે લઈ જાવ, છોકરાઓને સ્કુલ ના લંચ બોક્ષમાં આપો કે પછી પીકનીક પર લઈ જાવ. ગમે તે સમયે ખાઈ સકાય છે. બધા પોતાના ટેસ્ટ અને જરુરીયાત મુજબ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતાં હોય છે.અમારી ઘરે, કોથમીરની લીલી ચટણી અને બહુ બધા વેજીટેબલ્સ મુકી ને બનાવેલી સેન્ડવીચ બધાને સૌથી વધારે ભાવે છે. વડોદરા માં અલકાપુરી વિસ્તારમાં એક બોમ્બે સેન્ડવીચ લારી વાળો ઊભો રહે છે. બહુ જ સરસ મીક્ષ વેજીટેબલ્સ વાળી ચટણી સેન્ડવીચ બનાવે છે. મારી તો એ ખુબ જ ફેવરેટ છે, એટલે ઘરે પણ હું હંમેશા એમના જેવી સેન્ડવીચ બનાવું છું. આ સેન્ડવીચ માંલીલી ચટણી નો મેઈન ટેસ્ટ હોય છે. ચટણી એકદમ તીખી ચટાકેદાર બની હોય તોજ સેન્ડવીચ ની મઝા આવે છે. સેન્ડવીચ કેચઅપ અને પોટેટો ચીપ્સ સાથે પીરસવામાં આવે છે.તમને કેવી સેન્ડવીચ ભાવે છે એ જરુર થી જણાવજો, અને મારી આ રીતે બનાવેલી સેન્ડવીચ પણ જરુર થી ટા્ય કરજો! તમે મારી જેમ આ સેન્ડવીચ બનાવી ફોટા પાડવામાં બહુ સમય ના કરસો.... ફટાફટ બનાવો અને મસ્ત ટેસ્ટી સેન્ડવીચ એન્જોય કરો.#cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
રવાનો શીરો (Rava no Shiro recipe in Gujarati)
શીરા નું નામ આવતા જ બધાના મોં મા પાણી આવી જાય છે!સાચું કીધું ને!!! 😋😋🥰😊રવાનો શીરો એક ઝડપી, સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. શીરો (હલવો ), જે મોટાભાગે બધાં ભારતીય ઘરોમાં અવાક નવાર બનતો જ હોય છે. અમારા ઘરે મારી મમ્મી એ ખુબ જ સરસ બનાવે છે. આ શીરો બનાવવા માં શૌથી સારી વસ્તુ એ છે કે તમારે કોઈ પૂર્વ તૈયારીઓ કરવાની જરૂર હોતી નથી, અને ઘરનાં જ હોય તેવા સામાનથી ફટાફટ સ્વાદિષ્ટ શીરો બની જાય છે.રવા નાં આ શીરા માં રવો(સોજી), ઘી, ખાંડ અને દૂધ/પાણી એ મેઈન ઘટકો ની જરુર પડે છે. તમે ઇચ્છો તો, બદામ, પિસ્તા,ચારોળી, ઇલાયચી, કેસર એ બધું નાંખી શકો છો. લગભગ ૧૫ મિનિટમાં (થોડો બનાવવા નો હેય તો) તેને બનાવી શકાય છે.શુદ્ધ દેશી ઘી સાથે જો એને તૈયાર કરવામાં આવે તો તેનો સ્વાદ પણ ખુબ જ સરસ આવે છે. હું તેને વધુ સારા સ્વાદ માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીને તૈયાર કરવાની સલાહ આપું છું.પરંપરાગત રીતે રવા ના શીરા સાથે પૂરી અને કોઈ રસાવાળું શાક સરસ લાગે છે. પણ તમે તેને ગમે તેની જોડે પીરસી શકો છો. બપોરના જમવામાં, નાસ્તામાં,રાત્રિભોજન માં કે પછી ડેઝર્ટ તરીકે પીરસી શકે છો.ચાલે તો આપડે મારી મ્મમી ની રીત થી શીરો બનાવીશું. તમે પણ આ રીતે બનાવી જોવો અને જરુર થી જણાવો કે તમને કેવો લાગ્યો!!#માઇઇબુક#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
મીક્ષ વેજીટેબલ સુપ (Mix Vegetables Soup Recipe In Gujarati)
સુપ!!! આપડે બધા બહુ બધી જાતનાં અલગ અલગ સુપ પીતાં હોઈએ છીએ. ટોમેટો નો સુપ, ઈટાલીયન સુપ, ચાઈનીઝ સુપ,મેક્સીકન સુપ કે પછી મીક્ષ વેજીટેબલ નો સુપ. જ્યારે, બીજું કશું કાંઈ ખાસ ખાવાની ઈચ્છા ના હોય તો સુપ એ એકદમ બેસ્ટ અને એકદમ હેલ્ધી ઓપ્સન છે.મારી દીકરી ને બહુ બધા વેજીટેબલ ભાવતાં નથી, પણ સુપ માં હું ગમે તેટલાં વેજીટેબલ નાંખું, કોઈ પણ માથાકૂટ વગર પે્મ થી પી લેતી હોય છે. એટલે હું અવાર નવાર સુપ બનાવતી જ હોવું છું આજે, મેં મીક્ષ વેજ સુપ બનાવ્યો છે. તેમાં તમે તમને ગમતાં બધાં વેજીટેબ્સ નાંખી શકો છો.આ મીક્ષ વેજીટેબલ સુપ માં, ગાજર, ટામેટા અને કેપ્સીકમ તો હોય જ, પણ જોડે પાલક, તો કોઈવાર દૂધી પણ નાંખી ને બનાવી સકાય છે. બધું મીક્ષ કરી ને તમે એક ખુબજ હેલ્ધી વાયટામીન થી ભરપૂર એવો સુપ બનાવી શકો છો. હું આ સુપ માં એક સફરજન પણ નાંખું છું, તેનાં થી સુપ ની થીકનેસ આવી જશે અને બધા વેજીટેબલ જોડે એ ટેસ્ટ પણ બેલેન્સ કરી લેશે.તમે પણ મારી આ રીત થી એકદમ હેલ્ધી પણ એકદમ ટેસ્ટી સુપ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમે બીજાં કયા વેજીટેબલ યુઝ ક્યાઁ અને સુપ કેવો બન્યો હતો??#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
ખજુર ની મીઠાઈ (ડ્રાય ફ્રુટ થી ભરેલાં ખજુર - ડેટ્સ)(Dry Fruit Stuffed Dates recipe in Gujarati)
ખજુર માં બહુ બધા પોષક તત્વો રહેલાં છે. પણ, મારી ઘરે કોઈને એકલાં ખજુર ખાવા ગમતાં નથી. ખજુર રોલ પણ બધા એ બહુ ખાધા એટલે એ પણ હવે બધા ખાવા ની ના પાડવા લાગ્યાં. એટલે આ રીતે સ્ટફીંગ કરી ને ખજુર પહેલી વાર બનાવ્યાં. ખુબજ જલદી ૧૦ મીનીટ માં બની ગયાં, અને બધા ને ખુબ જ ભાવ્યાં.જાણે એક નવી ખજુર ની મીઠાઈ જ બની ગઈ. ખુબ જ ઈઝી, ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનથી, નાના-મોટાં બધાને ભાવે એવાં સ્ટફ ખજુર બનાવતાં જરા પણ વાર નથી લાગતી. અને ખાસ સારી વસ્તુ એ છે કે ખાંડ એમાં જરા પણ નથી નાંખવાની. પોષક તત્વો થી ભરપૂર સ્વાદિષ્ટ ભરેલાં ખજુર.તમે પણ મારી આ રીત થી આ ખજુર ની ઝટપટ બનતી મીઠાઈ બનાવી જોજો, અને જરુર થી જણાવજો કે કેવી લાગી?#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9 દૂધી નો હલવો બનાવો સહેલો છે, કુકર માં બાફી ને મલાઈ નાખી ને માવાના ઉપયોગ વગર તે પણ બઝાર જેવો બને છે, સ્વીટ ડીશ અને મીઠાઈ માં તે વપરાય છે અત્યારે તો લાઇવે ગરમ ખાવાની મઝા પડે😜 Bina Talati -
લીલા વટાણા નો હલવો (Lila Vatana Halwa Recipe In Gujarati)
#VR શિયાળામાં લીલા વટાણા સરસ મળતા હોય છે. જોતા જ મોહી પડાય એવા લીલા વટાણા માંથી બધા નમકીનવાનગીઓ બહુ બનાવતા હોય છે પણ આજે મને સ્વીટ બનાવવાનું મન થયું એટલે મેં લીલા વટાણા માંથી હલવો બનાવ્યો છે ખૂબ જ સરસ બન્યો છે .😋 Bhavnaben Adhiya -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસીપી મે @Asharamparia જી થી પ્રેરાઈ ને બનાવી છે. કુકર માં ખુબ જ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
શાહી ટુકડા(Shahi Tukda Recipe in Gujarati)
#GA4#Week13હૈદરાબાદ અને અવધિ ભોજન ની સ્વીટ વાનગી છે.રાજા મહારાજા ને જમવા પછી પીરસવા માં આવતી હતી. Alpa Pandya -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
ફ્રેશ રોઝ સીરપ (Fresh Rose Syrup Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
દુધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6 આ હલવો મને બહુ ભાવે છે.મારી બેબી ને બહૂ ભાવે છે.ઉપવાસ માં ખવાય છે. Smita Barot -
મેંગો કસ્ટડઁ હલવો (Mango custard halwa recipe In Gujarati)
મારી પુત્રી ને કેરી ખુબ જ ભાવે છે, એટલે કેરી ની સીઝન માં હું તેનાં માટે નવી નવી કેરી થી બનતી વાનગી બનાવવા નો હંમેશા ટા્ય કરતી રહેતી હોવું છું મેં આ મેંગો કસ્ટડઁ ની રેશીપી જોઈ અને મારાથી તે બનાવ્યા વગર ના રહેવાયું.મેં મેંગો કસ્ટડઁ હલવો પહેલી વાર બનાવ્યો. હલવો બહું જ સરસ બન્યો છે. એકદમ ટેસ્ટી અને ખુબ જ ઓછા સમય માં એ પણ બહુ ઓછા સામાન ની મદદ થી બની ગયો.ઘરમાં બાધા ને ખુબ જ ભાવ્યો. તમે પણ જરુર થી બનાવજો. અને જણાવજો કે કેવો બન્યો??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
શામ-સવેરા (Shaam-Savera recipe in Gujarati)
#નોર્થઆપડે અલગ અલગ જાતનાં ઘણાં બધા પંજાબી શાક ખાતાં હોઈએ છીએ. પાલક પનીર અમારી ઘરે બધાનું ખુબ જ ફેવરેટ છે. એ અવારનવાર અમારી ઘરે બનતું રહેતું હોય છે. પણ દર વખતે એકનું એક ખાઈ એ તો, થોડું બોરીંગ પણ થઈ જાય એટલે આજે મેં પાલક- પનીરનાં શાક મા જે વાપરીએ મોસ્ટલી એજ બધી વસ્તુઓ વાપરી આ શામ-સવેરાં બનાવ્યું છે.શામ-સવેરા એ આપડા માસ્ટર શેફ સંજીવ કપૂર ની બહુ ફેમસ પંજાબી સબ્જીની રેશીપી છે. આમાં ઘણાં બધા સ્ટેપ છે. હું ઘણાં સમય થી તે બનાવવાનું વિચારતી હતી; પણ કોઈ દિવસ તે બનાવી ન હતી. આજે તો મેં એ રેસિપી જોઈ અને બનાવવાનું નક્કી કર્યું અને બનાવી. બનાવવામાં પાલક પનીર બનાવી એ એનાં કરતાં ખુબ જ વધારે સમય લાગ્યો પણ ખુબ જ સરસ સબ્જી બની.આ બહુ ફેમસ એવી પંજાબી સબ્જી શામ-સવેરા એ પાલક-પનીર નું એક ખુબ જ નવું અને જુદું જ રુપ છે. તે પાલક પનીર કરતાં એકદમ જ અલગ રીતે બનતું પંજાબી શાક છે. ખુબ જ સરસ બન્યું છે. બધાને ઘરે ખુબ જ ભાવ્યું. મારી દિકરી ને તો કોફતાં એકલાં પણ ખુબ ભાવ્યાં. અમને પાલક- પનીર ખાવા કરતાં આજે જરા ચેન્જ પણ મળ્યો અને એક નવી રેસિપી પણ આજે સીખવા મળી. 🙏ટેસ્ટમાં તો ખુબ જ સરસ બની છે. 😋😋 તમે પણ જરુંર થી બનાવજો અને કેવી લાગે છે, એ તમે જરુર થી જણાવજો મારા કુકપેડનાં મીત્રો!!!#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ગુલકંદ ડ્રાયફ્રુટ કેસર શાહી ટુકડાં(Gulkand Dry fruit Kesar Shahi Tukda Recipe In Gujarati)
#GA4#Week8#milkશાહી ટુકડાં એના નામથી જ છે થી જ લાગે કે કોઇ રોયલ અને શાહી વાનગી છેશાહી ટુકડાં દેખાવ માં અને ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે કોઇ પ્રસંગ કે તહેવાર માં પણ શાહી ટુકડાં બનાવા માં આવે છે Hetal Soni -
લીલા નાળિયેર અને દૂધી નો હલવો (Lila Nariyal Doodhi Halwa Recipe In Gujarati)
શિયાળા માં લીલા નારિયેળ અને દૂધી નો હલવો ખૂબ જ ગુણકારી છે. સૂકોમેવો નાખી ને ખુબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4 #Week21Bottle gourdદૂધીદૂધી નો ગુણ ઠંડકનો છે દુધી બધી રીતે શરીરમાં ઠંડક આપે છે દૂધીનો ઉપયોગ કરીને આજે દુધીનો હલવો બનાવ્યું છે Rachana Shah
More Recipes
ટિપ્પણીઓ (20)