ખજુર ની મીઠાઈ (ડ્રાય ફ્રુટ થી ભરેલાં ખજુર - ડેટ્સ)(Dry Fruit Stuffed Dates recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

ખજુર માં બહુ બધા પોષક તત્વો રહેલાં છે. પણ, મારી ઘરે કોઈને એકલાં ખજુર ખાવા ગમતાં નથી. ખજુર રોલ પણ બધા એ બહુ ખાધા એટલે એ પણ હવે બધા ખાવા ની ના પાડવા લાગ્યાં. એટલે આ રીતે સ્ટફીંગ કરી ને ખજુર પહેલી વાર બનાવ્યાં. ખુબજ જલદી ૧૦ મીનીટ માં બની ગયાં, અને બધા ને ખુબ જ ભાવ્યાં.
જાણે એક નવી ખજુર ની મીઠાઈ જ બની ગઈ. ખુબ જ ઈઝી, ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનથી, નાના-મોટાં બધાને ભાવે એવાં સ્ટફ ખજુર બનાવતાં જરા પણ વાર નથી લાગતી. અને ખાસ સારી વસ્તુ એ છે કે ખાંડ એમાં જરા પણ નથી નાંખવાની. પોષક તત્વો થી ભરપૂર સ્વાદિષ્ટ ભરેલાં ખજુર.
તમે પણ મારી આ રીત થી આ ખજુર ની ઝટપટ બનતી મીઠાઈ બનાવી જોજો, અને જરુર થી જણાવજો કે કેવી લાગી?

#માઇઇબુક
#cookpad
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૫-૬
  1. ૧૨ નંગ મોટા ખજુર
  2. ૧/૨ ચમચીઘી
  3. ૨ ચમચીએકદમ ઝીણી સમારેલી બદામ- પીસ્તાં ની કતરણ
  4. ૧/૪ચમચી ઇલાયચી પાઉડર
  5. ૮-૧૦નંગ કેસરનાં તાંતણાં
  6. સીલ્વર વરખ (ઓપ્સન્લ છે)
  7. ૪ ચમચીમીક્ષ ડ્રાયફ્રુટ નો એકદમ ઝીણો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં બદામ, પીસ્તાં, મગજતરીનાં બી, ચારોળી બધા ને સરખા ભાગે મીક્ષ કરી ગા્ઈન્ડરમાં પીસી લીધાં છે, આ પાઉડર દૂધમાં નાંખી ને પીવા થી પણ ખુબ જ સરસ ટેસ્ટ લાગે છે.

  2. 2

    મોટાં ખજુર લો. જો, બીજ કાઢેલા હશે તો બહુ જ ઈઝી પડશે.

  3. 3

    જો બીજ કાઢેલાં ના હોય તો, ચપ્પાની મદદ થી પાછળનો ભાગ જરા કટ કરો. અને ધીમે રહી ને વચ્ચે પણ કટ મુકો. અને ખજુર નાં ટુકડાં કર્યાં વગર જ એમાં થી ઠળિયો કાઢી લો. આવું બાધા ખજુર ને કરી બીયો કાઢી લો.

  4. 4

    હવે, એક વાટકી માં ૧.૫ ચમચી બદામ-પીસ્તાં ની ઝીણી કતરણ, ઝીણો કરેલો ભુકો, ઘી અને ઇલાયચી પાઉડર ઉમેરો. ખજુર ખુબ જ મીઠાં છે એટલે મેં ખાંડ નથી લીધી, જો તમારે લેવી જ હોય તો ૧ ચમચી દળેલી ખાંડ લો કે પછી ૧ ચમચી મધ ઉમેરો. બધું સરસ મીક્ષ કરી લો.

  5. 5

    હવે, ખજુર ની વચ્ચે નાં ભાગમાં દબાવી ને બનાવેલું મીક્ષ થોડું થોડું ભરો. આવી રીતે બધા ખજુર રેડી કરો.

  6. 6

    હવે, જો ઇચ્છો તો બધા પર વરખ લગાવો. આ લગાવવાથી બહારનાં જેવી મીઠાઈ લાગે છે, અને બધાને એ જોઈને ખુબ જ ગમે અને ખાવાનું મન થાય છે. કેસરનાં તાતણાં ભભરાવો અને બાકી રાખેલી ઝીણી બદામ પીસ્તાંની કતરણ ભભરાવો.

  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ અને અને ખુબ જ પૌસ્ટીક એવાં ભરેલાં (સ્ટફ) ખજુર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes