રવાનો શીરો (Rava no Shiro recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

શીરા નું નામ આવતા જ બધાના મોં મા પાણી આવી જાય છે!
સાચું કીધું ને!!! 😋😋🥰😊

રવાનો શીરો એક ઝડપી, સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. શીરો (હલવો ), જે મોટાભાગે બધાં ભારતીય ઘરોમાં અવાક નવાર બનતો જ હોય છે. અમારા ઘરે મારી મમ્મી એ ખુબ જ સરસ બનાવે છે. આ શીરો બનાવવા માં શૌથી સારી વસ્તુ એ છે કે તમારે કોઈ પૂર્વ તૈયારીઓ કરવાની જરૂર હોતી નથી, અને ઘરનાં જ હોય તેવા સામાનથી ફટાફટ સ્વાદિષ્ટ શીરો બની જાય છે.

રવા નાં આ શીરા માં રવો(સોજી), ઘી, ખાંડ અને દૂધ/પાણી એ મેઈન ઘટકો ની જરુર પડે છે. તમે ઇચ્છો તો, બદામ, પિસ્તા,ચારોળી, ઇલાયચી, કેસર એ બધું નાંખી શકો છો. લગભગ ૧૫ મિનિટમાં (થોડો બનાવવા નો હેય તો) તેને બનાવી શકાય છે.

શુદ્ધ દેશી ઘી સાથે જો એને તૈયાર કરવામાં આવે તો તેનો સ્વાદ પણ ખુબ જ સરસ આવે છે. હું તેને વધુ સારા સ્વાદ માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીને તૈયાર કરવાની સલાહ આપું છું.

પરંપરાગત રીતે રવા ના શીરા સાથે પૂરી અને કોઈ રસા
વાળું શાક સરસ લાગે છે. પણ તમે તેને ગમે તેની જોડે પીરસી શકો છો. બપોરના જમવામાં, નાસ્તામાં,રાત્રિભોજન માં કે પછી ડેઝર્ટ તરીકે પીરસી શકે છો.

ચાલે તો આપડે મારી મ્મમી ની રીત થી શીરો બનાવીશું. તમે પણ આ રીતે બનાવી જોવો અને જરુર થી જણાવો કે તમને કેવો લાગ્યો!!

#માઇઇબુક

#Cookpad
#Cookpadindia
#Cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨-૩
  1. ચમચો મોટો રવો (હું મોટો રવો શીરા માટે લવું છું, તેનાથી શીરો સરસ બનશે)
  2. ચમચો ઘી
  3. ચમચો ખાંડ (થોડી ઓછું ગ્ળ્યું ખાતા હોવ તો ખાંડ ઓછી નાંખવી, બાકી માપ બરોબર છે)
  4. ચમચા દુધ
  5. કેસર (ઓપ્સન્લ છે, આ નાંખશો તો શીરા નો કલર થોડો પીળો આવશે, તમારે એકદમ સફેદ કલરનો શીરો ખાવો હોય તો કેશર ના નાંખવું)
  6. ઇલાયચી પાઉડર
  7. બદામ-પિસ્તા ની કતરણ
  8. ચારોળી (ઓપ્સન્લ છે, મારી મમ્મી શીરા માં આ નાંખે છે, અને મારી દીકરી ને એ ભાવે છે. બહુ સરસ ટેસ્ટ લાગે છે. તમને ગમે તો જ નાંખવી. નહી નાંખો તો પણ શીરો સરસ જ થશે)

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    એક તાવડી માં રવો લો. તમે જે માપ થી રવો લો, તે જ માપ થી, ઘી, ખાંડ અને દૂધ લો. ધારો કે વાટકી રવો હોય તો, બાકી ની બધું વસ્તુ એ સેમ વાટકી થી માપી ને લે. આવું કરવાથી શીરો એકદમ સરસ થશે. જરા પણ ચીકણો નહી થાય. રવા માં દૂધ જેટલો રવો હોય તેનાં હંમેસા ૩ ગણું અને, ઘી અને ખાંડ જેટલો રવો હોય તેટલું. જો તમે આવી રીતે બનાવશો તો, દર વખતે એક સરખો ટેસ્ટી શીરો બનશે. મેં અહીં દાળ ના ચમચાનું માપ લીધું છે. એટલે, બધું એ ચમચાથી માપી ને લીધું છે.

  2. 2

    તેમાં ઘી ઉમેરો. જેટલો, રવો હોય તેટલું જ ઘી ઉમેરવું.

  3. 3

    ગેસ ચાલુ કરી, ધીમા તાપ પર રવા ને શેકો. સરસ ગુલાબી થાય ત્યાં સુધી સેકો.

  4. 4

    હવે તેમાં, કેસર, ઇલાયચી પાઉડર અને બદામ-પિસ્તા ની કતરણ ઉમેરો. સરસ હલાવી ને મીક્ષ કરો.

  5. 5

    હવે, તેમાં ગરમ કરેલું દુધ, રવા નાં ૩ ગણું, એટલે અહીં મેં ૩ ચમચાં દૂધ લીધું છે. તેને ધીમે-ધીમે ઉમેરો. જોડે તેને હલાવતાં રહે એટલે ગાંઠો ના પડે.

  6. 6

    હવે, તેમાં ખાંડ ઉમેરી બધું સરસ હલાવી લો.

  7. 7

    ચારોળી ઉમેરી મીક્ષ કરો.(ચારોળી શીરા માં ખુબ જ સરસ લાગે છે).

  8. 8

    હલાવતાં રહો. તાવડીમાં થોડી વારમાં ઘી છુટ્ટું પડવા લાગશે, બશ શીરો તૈયાર છે. ગરમા ગરમ પીરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes