મેંગો કસ્ટડઁ હલવો (Mango custard halwa recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

મારી પુત્રી ને કેરી ખુબ જ ભાવે છે, એટલે કેરી ની સીઝન માં હું તેનાં માટે નવી નવી કેરી થી બનતી વાનગી બનાવવા નો હંમેશા ટા્ય કરતી રહેતી હોવું છું મેં આ મેંગો કસ્ટડઁ ની રેશીપી જોઈ અને મારાથી તે બનાવ્યા વગર ના રહેવાયું.

મેં મેંગો કસ્ટડઁ હલવો પહેલી વાર બનાવ્યો. હલવો બહું જ સરસ બન્યો છે. એકદમ ટેસ્ટી અને ખુબ જ ઓછા સમય માં એ પણ બહુ ઓછા સામાન ની મદદ થી બની ગયો.

ઘરમાં બાધા ને ખુબ જ ભાવ્યો. તમે પણ જરુર થી બનાવજો. અને જણાવજો કે કેવો બન્યો??

#માઇઇબુક
#cookpad
#cookpadindia
#cookpadgujarati

મેંગો કસ્ટડઁ હલવો (Mango custard halwa recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મારી પુત્રી ને કેરી ખુબ જ ભાવે છે, એટલે કેરી ની સીઝન માં હું તેનાં માટે નવી નવી કેરી થી બનતી વાનગી બનાવવા નો હંમેશા ટા્ય કરતી રહેતી હોવું છું મેં આ મેંગો કસ્ટડઁ ની રેશીપી જોઈ અને મારાથી તે બનાવ્યા વગર ના રહેવાયું.

મેં મેંગો કસ્ટડઁ હલવો પહેલી વાર બનાવ્યો. હલવો બહું જ સરસ બન્યો છે. એકદમ ટેસ્ટી અને ખુબ જ ઓછા સમય માં એ પણ બહુ ઓછા સામાન ની મદદ થી બની ગયો.

ઘરમાં બાધા ને ખુબ જ ભાવ્યો. તમે પણ જરુર થી બનાવજો. અને જણાવજો કે કેવો બન્યો??

#માઇઇબુક
#cookpad
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪-૫ સર્વિંગ્સ
  1. ૧ કપકેરી નો રસ (કેસર કેરી નાં ટુકડાં કરી રસ કાઢી લેવો)
  2. ૧ કપખાંડ (જો કેરી બહુ મીઠ્ઠી હોય તો ખાંડ થોડી ઓછી લેવી)
  3. ૧/૨ કપમેંગો ફ્લેવર નો કસ્ટર્ડ પાઉડર (એ ના હોય તો સાદો વેનીલા ફ્લેવર નો પણ ચાલે)
  4. ૪ ચમચીઘી
  5. ૧/૪ ચમચીઝીણો પીસેલો ઈલાયચી પાઉડર
  6. ૩ ચમચીપિસ્તાં નાં ટુકડાં
  7. 3 ચમચીકાજુ ના ટુકડા
  8. ૧૦-૧૨ કેસરનાં તાતણાં

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ થી પહેલા, કેરી નાં ટુકડા કરી મીક્ષરમાં જરાપણ પાણી નાંખ્યા વગર રસ કાઢી લો. એને મોટી ગળણી થી ગાળી લો, એટલે કોઈ રેસાં હોય તે નીકળી જાય. હવે એ રસ માં માં ખાંડ અને મેંગો ફ્લેવર નો કસ્ટર્ડ પાઉડર ઉમેરી સરસ રીતે ગાંઠો ના રહે એ રીતે હલાવી બધું મીક્ષ કરી લો.

  2. 2

    હવે એક નોનસ્ટીક પેનમાં આ મિશ્રણ ને કાઢી લો. ગેસ ચાલુ કરો, અને એકદમ ધીમા ગેસ પર એને સતત હલાવતા રહો. થોડી વાર માં મિશ્રણ જાડું (ઘટ્ટ) થવા લાગશે. હવે તેમાં એટલે ૧ ચમચી ઘી નાખી ફરી સતત હલવતા રહો. હલાવવા નું સતત રાખો. ફરી ૧-૨ મીનીટ પછી બીજી ૧ ચમચી ઘી એમાં ઉમેરો અને હલાવો. આવું સતત કરો. થોડી વાર પછી ફરી બાકી નું ઘી ઉમેરી મીક્ષ કરી હલવો. હવે જરા વાર માં આ મિશ્રણ પેન છોડશે. એકદમ સરસ જાડું થઈ જશે, એવું થાય જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર અને ઝીણા સમારેલા કાજું નાં ટુકડા ઉમેરી સરસ મીક્ષ કરી લો.

  3. 3

    હવે, ઘી થી ગી્સ કરેલી થાળી માં હલવો પાથરી લો. ઉપર કેસર નાં તાંતણા અને પિસ્તા નાં ટુકડા ભભરાવી દો. હવે એને ઠંડું પડવા દો. ૨-૩ કલાક માં સરસ સેટ થઈ જશે. હવે તે નાં પીસ કરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

ટિપ્પણીઓ

Similar Recipes